Western Times News

Gujarati News

સુરત અને રાજકોટમાં કલમ ૧૪૪ લાગૂ

અમદાવાદ: સીટીઝનશીપ એક્ટ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે ગઇકાલે અમદાવાદ અને આજે વડોદરામાં પોલીસ પર જારદાર પથ્થરમારા અને હિંસાની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ અગમચેતીના ભાગરૂપે હવે સુરત અને રાજકોટમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

આ અંગે સુરત અને રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્‌યું છે. જેથી જાહેરમાં ચારથી વધુ લોકો એકસાથે ઉભા રહી શકશે નહીં કે એકઠા થઇ શકશે નહી. તો સાથે સાથે પોલીસ દ્વારા જાહેરમાં રેલી, સભા અને સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદવાદ, વડોદરામાં હિંસા અને પોલીસ પર પથ્થમારાની ગંભીર ઘટનાઓ બાદ હવે સમગ્ર સુરત અને રાજકોટમાં પોલીસે પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ વધારી દીધા છે.


પોલીસ દ્વારા આ બંને શહેરોમાં એકએક શંકાસ્પદ ગિતિવિધિ પર ચાંપતી નજર રખાઇ રહી છે. રાજ્યમાં અમદાવાદ પછી વડોદરામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાને ધ્યાનમાં લઇને સુરત અને રાજકોટ પોલીસ દ્વારા લોકોની સુરક્ષાને મહત્ત્વ  આપીને અને શહેરમાં શાંતિનો માહોલ બનાવી રાખવા માટે ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સુરત અને રાજકોટના પોલીસ દ્બારા આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૧૪૪ની કલમ લાગુ થવાના કારણે ચારથી વધારે લોકો એકત્ર થઇ શકશે નહીં, આ ઉપરાંત શહેરમાં સભા, કે સરઘસ કાઢી શકાશે નહીં. વડોદરા અને અમદાવાદમાં જે ઘટનાઓ બની છે, તે સુરત કે રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

સુરતની સાથે સાથે રાજકોટના પણ ૧૪૪ની કલમ તકેદારીના ભાગ રૂપે લાગુ કરવામાં આવી હોઇ સ્થાનિક લોકોમાં સહેજ ગભરાટની લાગણી જાવા મળી રહી છે કે ક્યાંક અમદાવાદ, વડોદરાની જેમ આ શહેરોમાં પણ શાંતિનું વાતાવરણ ડહોળાય નહી.

સુરતમાં પોલીસની મદદ માટે સરકાર દ્વારા પેરમિલેટ્રીની એક કંપની પણ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદમાં નાગરિકતાના કાયદાના વિરોધને લઇને પોલીસ પર કાશ્મીરી સ્ટાઇલથી જારદાર પથ્થરમારો થયો હતો.

અમદાવાદની જેમ જ વડોદરામાં પણ આજે બપોર પછીના સમયે લઘુમતી સમાજના લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે વડોદરા શહેરનું શાંતિનું વાતાવરણ ડહોળાયુ હતુ. જેથી હવે સુરત અને રાજકોટમાં શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત તેમ જ રાજકોટ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ પણ કરવામાં આવી હતી. સુરત-રાજકોટમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ તમામ હરકતો પર નજર રાખીને બેઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.