Western Times News

Gujarati News

નોંધણીથી ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાને વધારે સરળ કરાશે

અમદાવાદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧૯-૧૨-૨૦૧૯ના રોજ સુગમ ચૂંટણીઓ પર રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણીઓ અનૂકૂળ /મૈત્રીપૂર્ણ / પ્રતિભાવશીલ બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલ પગલાંની સમીક્ષા કરવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ સમાવેશી અને સુગમ બનાવવા હજુ લેવાના થતા પગલાંઓ વિશે વિચારણા કરવાના ઉદ્દેશથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, અશકતતા એ એવી સમસ્યા છે કે જેના પર વ્યક્તિ પોતે અને કુટુંબીજનો ધ્યાન આપી શકે, સુગમતા એ એવી બાબત છે જેને માટે સંસ્થાગત ઉપાયોની વધુ જરૂરિયાત છે.


પાયાની કક્ષાએ મહત્તમ કક્ષાના પ્રયાસએ અમારો ઉદ્દેશ છે. બુથ લેવલ ઓફિસરથી ભારતના ચૂંટણી પંચ સુધી, દરેકે દરેક વ્યક્તિએ સંકલનમાં કામ કરવું જોઇએ. જાન્યુઆરી ૨૦૧૮માં ‘સુગમ નિર્વાચન’ સામાન્ય ચૂંટણીઓ ૨૦૧૯ માટે માર્ગદર્શક વિષયવસ્તુ તરીકે નક્કી કરવામાં આવ્યું છે. આપણે પ્રયત્નો અને હસ્તક્ષેપને વેગ આપીને સુગમતા અંગેના પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ થાય અને આપણી ચૂંટણીઓ સાચા અર્થમાં સર્વસમાવેશી થાય તે દિશામાં પ્રયત્ન કરવા પડશે. તેમણે નોંધ્યું હતું કે, તાજેતરમાં ઝારખંડમાં યોજાયેલ ચૂંટણીઓમાં ૯૦% થી વધુ દિવ્યાંગ મતદારો મતદાન કરી શક્યા તે આવકારદાયક બાબત છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમગ્રતયા ચૂંટણી પ્રક્રિયા – નોંધણી થી ચૂંટણી સુધી, દિવ્યાંગ મતદારો અનુકૂળ અને સુગમ બનાવવા બુથ લેવલ ઓફિસરથી ભારતના ચૂંટણી પંચ સુધીના તમામ એ આ સમસ્યા નિવારવા કામ કરવું જોઇએ.

ચૂંટણી પંચના સંકલ્પનો પુનરોચ્ચાર કરતાં ચૂંટણી આયુક્ત અશોક લવાસાએ જણાવ્યું કે, મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓના પ્રયત્નોથી ઘણું કામ થયું છે અને છતાં ઘણું કરવાનું બાકી રહે છે.

સમગ્ર વિશ્વ પાસેથી આપણે એ શીખવું જોઇએ કે આગળ શું કરવાનું રહે છે અને યોગ્ય સુધારા કરવા માટે આપણને સક્ષમ કરે તેવા નક્કર પગલાંની ઓળખ કરવી જોઇએ. ત્રિપાંખીયો વ્યૂહરચના અંગે જણાવતા તેમણે કહ્યુ કે, માહિતીનું ધોરણીકરણ, સુગમતાના સૂચકાંક સામે તેની સમીક્ષા, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીઓની વેબસાઇટ સૂચિત માર્ગદર્શિકા સાથે સુસંગત કરી અને સતત મૂલ્યાંકન આ બાબતે રહેલ શક્યતાઓ સામે લાવવામાં મદદરૂપ થશે. ચૂંટણી આયુક્ત સુશીલ ચંદ્રા દ્વારા નાગરિક સામાજિક સંગઠનો અને પાયાની કક્ષાના ચૂંટણી પંચના અધિકારીઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

દિવ્યાંગજનોના ચૂંટણી સંબંધિત અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા પ્રત્યે અગત્યતા પર ભાર મૂકતા જણાવ્યું કે, દિવ્યાંગ જનોને લોકશાહીના અભિન્ન અંગ બનાવવા માટે તમામ નાગરિક સામાજિક સંગઠનો અને બિન સરકારી સંગઠનોનો સહકાર આવશ્યક છે. આ પ્રસંગે સેક્રેટરી જનરલ ઉમેશ સિંહાએ જણાવ્યું કે, અગત્યની કમીઓ નિવારવા માટે જરૂરી માળખાકીય સુધારાઓ અંગે ભાર મૂક્યો અને પાયાની કક્ષાએ કામ કરતાં ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ, નાગરિક સામાજિક સંગઠનો અને અન્ય હિતધારકોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તાજેતરમાં યોજાયેલ ઝારખંડની ચૂંટણીમાં વરિષ્ઠ / વયસ્ક અને દિવ્યાંગ મતદારો માટે ઘરેથી ટપાલ મતપત્રની સુવિધા અંગે સૌને માહિતગાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.