Western Times News

Gujarati News

માનવજાતને તમામ ક્ષેત્રે સરહદો સર્જીને ધર્મયુદ્ધ અને વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો છે જેનો ઈલાજ ફકત લોકશાહીમાં અદાલતો પાસે જ છે ?!

શ્રી પરમેશ્વરે પૃથ્વી પર “પ્રેમ” ના તત્વનું સર્જન કરીને સમગ્ર માનવજાતને “પ્રેમ” નો સંદેશો આપ્યો છે જયારે માનવજાતને તમામ ક્ષેત્રે સરહદો સર્જીને ધર્મયુદ્ધ અને વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો છે જેનો ઈલાજ ફકત લોકશાહીમાં અદાલતો પાસે જ છે ?!

તસ્વીર આ દુનિયાની છે !! જેનું સર્જન શ્રી પરમેશ્વર કર્યુ !! આજે વિશ્વમાં માનવજાતે, બે દેશો વચ્ચે સરહદનું સર્જન કર્યુ છે !! તેને લઈને બે દેશો વચ્ચે યુદ્ધો થઈ રહ્યા છે !! આજે દુનિયાના લોકોએ સાંપ્રદાયિક અનેક ધર્માે રચ્યા છે તેને લીધે, પોતાના ધર્મનો વ્યાપ વધારવા લોકો “ઝઘડા”નો મુદ્દો ઉભો કરી પોતાના ધર્મની લીટી મોટી કરવા લડાઈઓ કરી રહ્યા છે ?! નફરતનું રાજકારણ રમી રહ્યા છે ?!

પોતાની જાતિ, જ્ઞાતિનો વ્યાપ વધારવાની વિચાર ધારામાં નફરત અને ભય ફેલાઈ રહ્યો છે ?! પરિણામે કોઈને કોઈ પ્રકારે દુનિયા “વિશ્વ યુદ્ધ ” તરફ આગળ વધી રહી છે !! શ્રી ભગવાન આ બધું જ જોઈ રહ્યા છે !! સુપ્રિમ કોર્ટ અને અન્ય અદાલતોએ “પ્રેમ” ની દુનિયા બચાવવા અનેક ચૂકાદાઆ આપે છે !!

પણ જયારે ઈશ્વરને એમ લાગશે કે હવે વિશ્વના “ન્યાય મંદિરો” પણ હવે બચ્યા નથી ત્યારે આ દુનિયાના નાશ થઈ જશે એવું લાગે છે !! તસ્વીર અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! જેણે માનવતા, “પ્રેમ”, માનવ અધિકારોને જીવંત રાખ્યા છે ખરૂને ????! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

“જેને તમે પ્રેમ કરો છો તેના તમે માલિક બની જાઓ છો અને જેને નફરત કરો છો તેના તમે ગુલામ બની જાઓ છો”!! અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસન !!

વિલિયમ સેકસપિયરે સરસ કહ્યું છે કે, “માંગ્યો પ્રેમ મળે એ સારૂ પણ વણમાંગ્યો “પ્રેમ” મળે એ વધુ સારૂ”!! જયારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “જેને તમે “પ્રેમ” કરો છો તેના માલિક બની જાઓ છો અને જેને તમે નફરત કરો છો તેના ગુલામ બની જાઓ છો”!! બ્રહ્માંડના સર્જક એક એવા સર્વશક્તિમાન ઈશ્વરથી આજે માનવી પોતાને મોટો સમજવા લાગ્યો છે !! પરંતુ બ્રહ્માંડના સર્જક એવા શ્રી પરમેશ્વરે આ દુનિયાનું સર્જન કર્યુ ત્યારે “નર અને માદા”નું સર્જન કર્યુ !!

જેથી તેણે સર્જેલી દુનિયામાં “પ્રેમ” નું સ્વર્ગ સર્જી શકાય પરંતુ માનવી આ બ્રહ્માંડના મહાન સર્જક એવા શ્રી પરમાત્માને માનવાને બદલે માનવજાતને રચેલા “ધર્માે” મારફતે શ્રી પરમેશ્વર સુધી પોતાની જાતને કથિત રીતે શરૂ કરેલા મનાતા પ્રયત્નોમાંથી જાતિ, કોમ અને સાંપ્રદાયિક અનેક ધર્માેને લઈને દુનિયામાં માનવજાત “નફરત”ના રાજકારણમાં વહેંચાઈ ગઈ !! અને “પ્રેમ”ની મહાનતા!! પ્રેમમય ત્યાગ !! અને પ્રેમમય સેવા બદલાઈ ગઈ !! એકબીજાને સમજીને એકબીજા માટે ત્યાગ કરીને અને એકબીજા માટે જીવન જીવવાની પ્રક્રીયા એ “પ્રેમ” છે જેનો સુંદર સંદેશો શ્રી પરમેશ્વરે “સારસ પક્ષી” ની જોડી બનાવીને આપ્યો છે!!

શ્રી પરમેશ્વરે ‘સારસ પક્ષી’ ની જોડી બનાવીને મહાન ત્યાગ અને એકબીજા માટે નિષ્ઠાપૂર્વક જીવવાની પ્રક્રીયા સમજીને જીવવું, તો સાથે જીવવું નહીં તો આ દુનિયામાં “પ્રેમ” વગર જીવવાનો કોઈ અર્થ નથી તેનો સંદેશો આપ્યો છ કે શું ?!

અમેરિકાના મહાન વિચારક માર્ટીન લ્યુથર કિંગે સરસ કહ્યું છે કે, “તમે નકકી કર્યુ છે કે હું “પ્રેમ”ને વળગી રહીશ, ધિકકારનો બોજો સહન કરવો અઘરો છે”!! બ્રહ્માંડના સર્જન શ્રી પરમેશ્વરે આ દુનિયાનું સર્જક અને નકશીગાર છે !! તેમણે આ ધરતી પર એક સુંદર દુનિયાનું સર્જન કરીને આ ધરતી પર સ્વર્ગ રચવા માંગતા હતાં માટે તેમણે “પ્રેમ” ના મહાન તત્વને સમજાવવા “સારસ પક્ષીઓની જોડી” નું સર્જન કર્યુ !! કહેવાય છે કે, “સારસ પક્ષીઓની જોડી” એ “પ્રેમ”નો પાયો ત્યાગ છે !!

“પ્રેમ” એટલે “વફાદારી” !! “પ્રેમ” એટલે એકબીજાની ખુશી માટે જીવવું એ છે !! આના આવા મહત્વના “પ્રેમ”નો સંદેશો શ્રી ભગવાને “સારસ પક્ષીની જોડી” બનાવીને આપવો પડયો છે. કારણ કે શ્રી ભગવાનને ખાતરી હશે કે આ ધરતી પર ૯૮ ટકા લોકો કદાચ પોતાના માટે કથિત સંકુચિતતા સાથે જીવતા થઈ જશે તો ?! આ ધરતી પર સ્વર્ગ રચવાનું તેમનું સ્વપ્ન તૂટી જશે અને ધરતી નફરતથી નર્કાગાર બની જશે તો ?! પણ લોકોની આર્ટીિફશીયલ ઈન્ટેલીજન્સીએ અનેક ધર્માે રચ્યા ?! અનેક જાતિઓ, કોમો સર્જીને અને આરસ પક્ષીની જોડી ભુલાઈ ગઈ ?! હવે શ્રી ભગવાન શું વિચારતા હશે ?! એ તો હવે એ જ જાણે ?!

રાધા-ક્રિશ્ને “પ્રેમ” એ પુજાને કાબેલ” હોવાનો માનવ જાતને સંદેશો આપ્યો અને શ્રી પરમેશ્વરે આ ધરતી પર જન્મ લીધો ત્યારે તેમને પણ શ્રી રૂક્ષ્મણીજીને ભગાડીને લગ્ન કરવા માનવ જાતને મજુબર કર્યા હતા ?!

“પ્રેમ” એક ભાવનાત્મક લાગણી છે !! અને સંવેદનાત્મક વિશ્વાસ છે !! “પ્રેમ” એ આત્મા અને હૃદય વચ્ચે બંધાયેલ અતૂટ સબંધ છે જે અહેસાસ “સંવેદનાત્મક પ્રમાણિક આંસુઆથી અભિવ્યક્ત થાય છે”!! અને પોતાના વ્યક્તિગત સુખ માટે “પ્રેમ” જીવતો નથી પણ પોતાના પ્રિય માત્રની ખુશી માટે જે જીવે છે એ “પ્રેમ” છે !! “પ્રેમ” ના અનેક ઉદાહરણો છે !! માનવજાતના ઈતિહાસના પાને પણ નોંધાયા છે !!

“રાધા-ક્રિશ્ન” નો “પ્રેમ” એ અદ્દભૂત સંવેદનાત્મક લાગણીનો પરિચય આપે છે !! તો બીજી તરફ દ્રોપદી અને શ્રી ક્રિશ્નની દોસ્તી પણ અદ્દભૂત હતી “પ્રેમ” અને લાગણીમય હતી !! કઈ રીતે ?! તો એક ઉદાહરણ છે કે, જયારે શ્રી ક્રિશ્ને સુદર્શન ચક્ર ધારણ કરી શીશુપાલનો વધ કર્યાે, ત્યારે તેમની આંગળી પર ઈજા થઈ હતી !! ત્યારે લોહી નીકળતા બધાં કાપડનો ટૂકડો શોધવા દોડયા જયારે દ્રોપદીએ તુરંત જ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી ક્રિશ્નની આંગળીએ પાટો બાંધી દીધો હતો તેવું કહેવાય છે !!

માટે શ્રી ક્રિશ્ને આ સંવેદનાત્મક “પ્રેમ” યાદ રાખી દ્રોપદીના ચિર પુર્યા હતાં !! આ છે “પ્રેમ” !! શ્રી ક્રિશ્ને રૂક્ષ્મણીજીને ભગાડીને લગ્ન કરવા પડયા હતાં ?! માટે આ દુનિયામાં માનવજાતે, સાંપ્રદાયિક જડતા ઉભુ કરીને પોતાની આર્ટીિફશીયલ ઈન્ટેલીજન્સીએ “પ્રેમ” ને નફરતમાં બદલી નાંખી છે !! ત્યારે “પ્રેમ” એટલે શું ?! આ સત્ય હવે માનવજાતને કોણ સમજાવશે ?! જાતિ, ધર્માે, કોમો અને સાંપ્રદાયિક વિવિધતામાં “પ્રેમ” ના પ્રાણ કોણ પુરશે ?! માટે તો હવે ભુકંપ, સુનામી, કોરોના જેવી વિશ્વવ્યાપી જલકો કુદરતની જોવા મળે છે ?!

ભારતની મૂળભૂતન ફીલોસોફી “વૈશ્વિક કુટુંબ” ની ભાવના રહી છે !! વૈશ્વિક “પ્રેમ” નો સંદેશો સંત વેલેન્ટાઈને આપ્યો હતો તેઓ “પ્રેમ” કરતા આત્માઓ અને હૃદયોને ભેગા કરતા હતાં તેથી “પ્રેમ” વિરોધી કટ્ટરવાદીઓએ તેમની હત્યા કરી હતી !! “પ્રેમ ને પ્રેમ” કરતા વેલેન્ટાઈન સંતની યાદમાં માટે વિશ્વભરમાં વલેન્ટાઈન-ડે ઉજવાય છે !!

એચ. એલ. મેનકેન કહે છે કે, “પ્રેમ એટલે બુÂધ્ધ ઉપર કલ્પનાનો વિજય”!! વિશ્વમાં “પ્રેમ” ની સંવેદના ઉજાગર થતી રહે તે માટે શ્રી ભગવાન સમયાંતરે “પ્રેમ” ની વકીલાત કરતા લોકોને આ ધરતી પર જન્મ આપતા રહે છે !! સંત વેલેન્ટાઈન “પ્રેમ કરતા પ્રેમીઓના” લગ્ન કરાવતા હતાં તેથી નારાજ રૂઢીચુસ્ત કટ્ટરવાદીઓએ સંત વેલેન્ટાઈનની હત્યા કરી નાંખી તેની યાદમાં “પ્રેમ” !!

લાગણી !! સદ્દભાવના !! માનવતા અને સંવેદનાત્મક જીવનના સમર્થકો સંત વેલેન્ટાઈનની યાદમાં “વેલેન્ટાઈન-ડે” ઉજવે છે તેને સમગ્ર દુનિયા આવકારે છે !! “પ્રેમ” ને કોઈ સરહદ કે ધર્મ હોતો નથી “પ્રેમ” તત્વનું તો શ્રી પરમેશ્વરે સર્જન કર્યુ છે !! એ આત્મા સાથે હૃદયની અનુભૂતિ છે !! અહેસાસ છે !! ટાઈમપાસ નથી ???!

સરહદોને પ્રેમ એ વિશ્વયુદ્ધ સર્જી શકે છે ?! સાંપ્રદાયિક કટ્ટરતા એ “ધર્મયુદ્ધ” સર્જી શકે છે ?! અને “જાતિવાદી, કોમવાદી નફરત” એ ગુન્હાહીત માનસિકતા સર્જી શકે છે ?! “સત્તાનો મોહ” એ ભ્રષ્ટાચારી વિશ્વનું સર્જન કરી શકે છે ?! અને પૃથ્વી નર્કાગાર બની શકે છે ?! જેનો ઈલાજ પ્રગતિશીલ બુધ્ધિજીવીઓ અને ન્યાયાધીશો પાસેથી મળી શકે છે ?!!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.