Western Times News

Gujarati News

અમદાવાદ સ્ટેશન પર ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલન ને વધુ યોગ્ય બનાવવા  માટે ,દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

1.  ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે.

2.  ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર  આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે.

3.  ટ્રેન નંબર 14805 યશવંતપુર-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 18:20/18:30 વાગ્યાને બદલે 18:30/1840 વાગ્યા સુધી નો રહેશે.

4.   ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો 16 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ સ્ટેશન પર  આગમન-પ્રસ્થાનનો સમય 03:15/03:20 વાગ્યાને બદલે 03:20/03:30 વાગ્યા સુધીનો રહેશે..

ટ્રેનો ના પરિચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો. www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.