Western Times News

Gujarati News

સમુહ લગ્નમાં 200 ફ્રોડ યુગલો ઝડપાયાં: બનાવટી વરરાજા ભાગી જતા કૌભાંડ ખુલ્લું પડી ગયું

પ્રતિકાત્મક

ઓફલાઈન ફ્રોડ કરનારા જાહેરમાં સરકારના નાક નીચે ગોબાચારી કરીને જતા રહે છેઃ ઉત્તરપ્રદેશનો કિસ્સો

ઓનલાઈન ફ્રોડ કરનારા અને ઓફલાઈન ફ્રોડ કરનારા વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હોય એમ લાગી રહયું છે. ઓનલાઈન ફ્રોડ કરનારા પ્રત્યક્ષ જોવા નથી મળતા જયારે ઓફલાઈન ફ્રોડ કરનારા જાહેરમાં સરકારના નાક નીચે આસાનીથી ગોબાચારી કરીને જતા રહે છે. તો પણ ખબર પડતી નથી. ચારે બાજુ સીસીટીવી હોવા છતાં ફ્રોડ કરનારાઓ સરકાર અને જનતાના લાખો કરોડો રૂપિયા ખંખેરવામાં સફળ થઈ રહયા છે.

ઓનલાઈન ફ્રોડમાં છેતરાઈ જનાર વ્યકિતને ખબર પડે તે પહેલા તેનું બેક ખાતું સફાચટ થઈ ગયું હોય છે. ઓફલાઈન ફ્રોડ કરનારા પોલીસ ડીપાર્ટમેન્ટ અને તપાસ એજન્સીઓની કાર્યપ્રણાલી બરાબર સમજતા હોય છે. તેમની નજરમાંથી બચીની તેઓ પોતાની કરામત બતાવી જાય છે.

તાજેતરમાં ઉત્તરપ્રદેશના બાલીયામાં એવા સમુહ લગ્નો ગોઠવાયા જેમાં નવવધુનોએ પોતાની જાતે જ પોતાના ગળામાં હાર પહેરી લઈને ખુદને પરીણીત ઘોષીત કરી દીધી !

સમુહ લગન આપણા સમાજની એક સુંદર વ્યવસ્થા છે, જે લોકોને જંગી ખર્ચામાંથી બચાવે છે. સમુહ લગ્નનો આયોજનો લગભગ તમામ રાજયોમાં થાય છે. કેટલીક જ્ઞાતિઓમાં તો વાલીઓએ તેમનાં સંતાનો ફરજીયાતપણે સમુહ લગ્નમાં પરણાવવાં એવો નિયમ છે. આ વાલીઓ પછી ભલે અલાયદુ રીસેપ્શન ગોઠવે અને પોતાની જાહોજલાલી બતાવે, પરંતુ સંતાનોને લગ્ન તો સમુહમાં જ કરવાનાં સમુહ લગ્ન સમારોહમાં દાનવીરો નવપરીણીતાને અનેક ભેટસોગાદ આપે છે. ગયા વર્ષે અમદાવાદ ખાતે થયેલા એક સમુહ લગ્નમાં પ્રત્યેક નવવધુને ટ્રક ભરીને ગીફટસ આપવામાં આવી હતી. દીકરીઓને સમાજ તરફથી પ્રસાદી આપવામાં આવી છે. તેવો ભાગ આ ચેષ્ટામાં હોય છે.

સમુહ લગ્નનું આયોજન એ સેવાનું કામ છે. સમાજના સેવાભાવી લોકો સમુહ લગ્નો યોજે છે. અને મધ્યમ કે ગરીબ વર્ગના જ્ઞાતીજનોને સેવા કરે છે. કયારેક તો એક સાથે પાંચસો-પાંચસો વર કન્યા પરણતાં હોય છે. આટલું મોટું આયોજન હોય એટલે પ્રત્યેક દંપતી દીઠ દસ હજાર પરીવારજનો જ ઉપસ્થિત રહી શકતા હોય છે. માઈક પરથી સાગમટી સુચના ઉચ્ચારતી રહે ને તે પ્રમાણે જુદી જુદી વિધીઓ થયા કરે.

વિશેષપણે બિહાર-ઉત્તરપ્રદેશમાં સમુહ લગ્નો મોટા પાયે થાય છે. સરકાર સમુહ લગ્નોને પ્રોત્સાહન આપવા દંપતી દીઠ તગડી આર્થિક સહાય આપે છે. તેથી જ ફ્રોડ કરનારા ચાલબાજોની નજર આ સમુહ લગ્નોત્સવો પર પડી ગઈ હતી. બાલીયામાં સરકારી સહાયનો ગેરલાભ લેવા માટે જ કેટલાક કૌભાંડીઓ સમુહ લગ્નોનું આયોજન કર્યું હુતં. ઘટનાક્રમની વિગતો એવી છે કે પ૬૮ યુગલો લગ્ન કરવાનાં હતાં.

લગ્નની આગલી રાત્રે ભાજપના વિધાનસભ્યય પણ સંગીત સંધ્યયામાં જોડાયા હતા. શરૂઆતમાં તો લગ્ન સમારંભ ગંભીર રીતે ચાલતો હતો પરંતુ લગભગ ર૦૦ યુગલો એવાં હતાં જેમને ર૦૦-૩૦૦ રૂપિયા આપીને પાટલા પર બેસાડી દેવાયા હતા. વધુ તરીકે બેસાડેલી બનાવટી યુવતીઓ રીવાજ પ્રમાણે ઘુંઘટ આડે મો છુપાવીને બેઠી હતી એટલે તેમને ઓળખી શકાતી નહોતી. પણ મૌનધારણ કરીને બેઠા હતા. બધું પ્લાનીગ પ્રમાણે ચાલતું હતું. દંપતી દીઠ સરકાર તરફથી લાખ રૂપિયાની રોકડ રકમ અને પચાસેક હજારની ગીફટસ મળવાની હતી.

બન્યું એવું કે બનાવટી વરરાજા બનેલા યુવાનો વિધી દરમ્યાયન ગભરાઈ ગયા. કોઈ ઓળખીતા પાળખીતા એમને લગ્ન કરતા જોઈ લે અને ઘરે જાણ કરી દે તો મુશ્કેલીનો પાર ન રહે કેમ કે મોટા ભાગના વરરાજા ઓલરેડી પરીણીત હતા. કન્યાને વરમાળા પહેરાવવાની વેળા આવી ત્યારે ર૦૦ જેટલા બનાવટી વરરાજા પાટલા પરથી ઉભા થઈને ભાગી ગયા હતા. વરરાજાએ નાસતા જોઈને બનાવટી યુવતીઓ પણ ઉભી થઈ ગઈ હતી.

ગળામાં વરમાળા પહેરલો ફોટો સબમીટ યુવતીઓ પણ ઉભી થઈ ગઈ હતી. ગળામાં વરમાળા પહેરેલો ફોટો સબમીટ કરાવ્યોહોય તો જ સરકારી સહાય મળે એવો નિયમ છે.તેથી આ કન્યાઓને જાતે જ પોતાના ગળામાં વરમાળા પહેરી લીધી. નવવધુઓ પોતાની જાતે જ વરમાળા પહેરતી હોય એવા ફોટા લીક થયા ને આ કૌભાંડ પકડાઈ હતું. પોલીસે ૧પ ભેજાબાજોને ધરપકડ કરી છે. ખરેખર, કૌભાંડીઓ મફતના પૈસા ખાઈ જવા માટે લગ્ન જેવી પવીત્ર સંસ્થાને પણ છોડતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.