Western Times News

Gujarati News

રાજકીય પક્ષોને દાન આપતાં પહેલાં ચેતી જજોઃ મળી શકે છે ઈન્કમટેક્ષની નોટીસ

અજાણ્‍યા રાજકીય પક્ષોને દાન આપીને ૫૦૦૦ લોકો ફસાયાઃ હવે આયકર ખાતા દ્વારા નોટિસ

વ્‍યકિતગત અને કોર્પોરેટ ટેક્ષપેયર્સનો સમાવેશ :આવકના ૮૦ ટકા આવા પક્ષોને દાન કર્યાના કિસ્‍સા ધ્‍યાનમાં આવ્‍યા

નવી દિલ્‍હી, લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અત્યારથી જ કેટલાંક નવા નવા પક્ષો ઈલેક્શન કમિશનનમાં રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ત્યારે બીજી બાજુ  આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માટે રાજકીય પક્ષોને નોંધાયેલા પરંતુ ચૂંટણી પંચ દ્વારા માન્‍ય ન હોય તેવા રાજકીય પક્ષોને દાન આપનાર કરદાતાઓને નોટિસો જારી કરી છે.

આવકવેરા કાયદાની કલમ હેઠળની નોટિસોનો હેતુ તપાસ કરવાનો છે કે આવા દાનનો ઉપયોગ દાન માટે કરવામાં આવ્‍યો હતો કે કરચોરી અને મની લોન્‍ડરિંગ માટે અત્‍યાર સુધીમાં લગભગ ૫,૦૦૦ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં લગભગ ૨૦ અજાણ્‍યા રાજકીય પક્ષોને દાન આપનારને નિશાન બનાવાયા છે.

વિગતોથી વાકેફ લોકોએ જણાવ્‍યું હતું કે, આવકવેરા વિભાગે એવા અસંખ્‍ય કરદાતાઓને નોટિસ મોકલી છે જેમણે રાજકીય પક્ષોને દાન આપ્‍યું છે જેઓ નોંધાયેલા છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા માન્‍ય નથી. વ્‍યક્‍તિઓ અને કોર્પોરેટ્‍સને મોકલવામાં આવેલી નોટિસ FY21 અને FY22 માં કરવામાં આવેલા દાન માટે છે, જે જાણવા માટે કે ઓછા જાણીતા રાજકીય પક્ષોને આવી ચૂકવણીનો ઉપયોગ કરચોરી કરવા અને નાણા ધોવા માટે કરવામાં આવ્‍યો હતો કે કેમ, અત્યાર સુધીમાં માટે લગભગ ૫,૦૦૦ નોટિસ મોકલવામાં આવી છે. અમે આગામી દિવસોમાં વધુ નોટિસ મોકલીશું,’ એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું હતું.

કરદાતાઓ રજિસ્‍ટર્ડ ચૂંટણી ટ્રસ્‍ટ અથવા રાજકીય પક્ષને દાન માટે ૧૦૦% કપાતનો દાવો કરી શકે છે. આ કુલ કપાતને આધીન છે જે વ્‍યક્‍તિની કુલ આવક કરતાં વધુ ન હોય.  દાન જાહેર કરેલ આવક સાથે મેળ ખાતું નહોતું, અને એવી શંકા છે કે આ પક્ષોએ કેટલીક રકમ રોકડમાં પરત કરી હશે, એમ અધિકારીએ ઉપર ટાંક્‍યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે, અમે નોટિસ મોકલી છે જયાં દાન આવકના પ્રમાણમાં ન હતું. કેટલાક કિસ્‍સાઓમાં, કરદાતાઓએ તેમની આવકના ૮૦% જેટલા રાજકીય પક્ષને દાન કર્યું છે જે યોગ્‍ય રીતે નોંધાયેલ પણ નથી.

રજિસ્‍ટર્ડ રાજકીય પક્ષોને અજ્ઞાત ગણવામાં આવે છે જો તેઓ ચૂંટણી લડ્‍યા ન હોય, અથવા વિધાનસભા અથવા રાષ્ટ્રીય ચૂંટણીઓમાં લાયકાત ધરાવતા મત ટકાવારી થ્રેશોલ્‍ડ મેળવ્‍યા ન હોય. વિભાગે ગયા વર્ષે પણ આવી જ નોટિસ મોકલી હતી, જેના પરિણામે દંડ અ ને વ્‍યાજ સાથે રિટર્ન અપડેટ થયું હતું.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે કડક પાલન ધોરણો પછી નાણાકીય વર્ષ ૨૩ થી આ રીતે કરમાંથી બચવું મુશ્‍કેલ બનશે. ૨૦૨૨ માં, CBDT & ITR-7 માં ફેરફારો કર્યા, જે રાજકીય પક્ષો અને ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા ફાઇલ કરવામાં આવે છે. આ વર્ષથી રૂા.૫૦ લાખથી વધુ આવક ધરાવતા લોકોએ રાજકીય પક્ષોને આપેલા યોગદાનની વધારાની વિગતો આપવી પડશે.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.