Western Times News

Gujarati News

ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રે કતાર અને ભારત સાથે કામ કરશે

વડાપ્રધાન મોદી અને કતારના પીએમ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક

(એજન્સી)દોહા, વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. આ સાથે વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથેની તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવવાની વાત પર ચર્ચા કરી.

કતારની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે દોહામાં વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કતારની સત્તાવાર મુલાકાતનો સારાંશ આપતાં, ક્વાત્રાએ કહ્યું, “બંને નેતાઓએ ત્યારબાદ વિગતવાર ચર્ચા કરી. ચર્ચાના વિષયોની વાત કરવામાં આવે તો વેપાર ભાગીદારી, રોકાણ સહકાર, ઊર્જા ભાગીદારી, પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ, સાંસ્કૃતિક ક્ષેત્રો સહિત વ્યાપક દ્વિપક્ષીય સહયોગ વગેરે મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

જાસૂસીના આરોપમાં જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં કતારના સમર્થન પર પ્રકાશ પાડતા, વિદેશ સચિવે કહ્યું, “વડાપ્રધાને ભારતીય સમુદાયના કલ્યાણ માટેના તેમના સમર્થન માટે મહામહિમ અમીરનો આભાર માન્યો અને આ સંદર્ભે તેમનો આભાર વ્યક્ત કર્યો.

કતારની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, “મારી કતારની મુલાકાતે ભારત-કતારની મિત્રતામાં નવી તાકાત ઉમેરી છે. ભારત વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને સંસ્કૃતિ સાથે સંબંધિત મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ઉત્સુક છે. હું કતારની સરકારના સત્કાર બદલ આભાર માનું છું.

ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચ્યા હતા. કતારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ પછી ભારતીય સમુદાયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ Âટ્‌વટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. “દોહામાં સ્વાગત! હું ભારતીય લોકોનો આભારી છું. ૨૦૧૪ બાદ વડાપ્રધાન તરીકે મોદીની કતારની આ બીજી મુલાકાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.