Western Times News

Gujarati News

દીકરીના જન્મના થોડા દિવસ પહેલા જ આલિયાએ સાઈન કર્યો હતો આ પ્રોજેક્ટ

મુંબઈ, એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોનની વેબ સિરીઝ ‘પોચર’ની એÂક્ઝક્યુટિવ પ્રોડ્યુસર છે. એમી એવોર્ડ વિજેતા રિચી મહેતાની આ સિરીઝ કેરળમાં શિકારની સાચી ઘટનાઓ પર આધારિત છે.

આ સિરીઝના તમામ પાત્રો આ ઘટનાઓ સાથે જોડાયેલા લોકોથી પ્રેરિત છે. ‘પોચર’માં રોશન મેથ્યુ, નિમિષા સજ્જન અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય લીડ રોલમાં જોવા મળશે. આ સીરીઝના ટ્રેલર લોન્ચ સમયે આલિયાને તે મોમેન્ટ યાદ આવી જ્યારે તે આ સીરીઝ સાથે જોડાયેલી હતી. આલિયાએ ખુલાસો કર્યો કે તેણે તેની પુત્રી રાહાના જન્મના થોડા દિવસો પહેલા જ પ્રોજેક્ટ માટે ‘હા’ કહી દીધી હતી.

આલિયાએ કહ્યું, રિચી અને હું ૨૦૨૨માં મળ્યા હતા. હું પ્રેગ્નેન્ટ હતી અને રાહાને જન્મ આપવાની હતી. અમે પેરેંટિંગથી લઈને આર્ટ સુધીની દરેક બાબત વિશે વાત કરી. પછી તેણે મને ‘પોચર’ ની દુનિયા સાથે પરિચય કરાવ્યો, હું તેની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ અને તરત જ હા પાડી દીધી. સિરીઝ વિશે વાત કરીએ તો એકવાર તમે તેને જોવાનું શરૂ કરશો, તમે તેને સંપૂર્ણ રીતે જોશો.

આલિયાએ વધુમાં કહ્યું, નિમિષાની એક્ટિંગ જોરદાર છે, રોશન અને દિબયેન્દુ સર એ પણ શાનદાર એક્ટિંગ કરી છે. “ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન્સમાં અમારું માનવું છે કે અમે એવી સ્ટોરીનો ભાગ બનવા માંગીએ છીએ જે તમને પકડીને રાખે અને એવા મુદ્દાઓ વિશે વાતચીત શરૂ કરે કે જેના વિશે લાંબા સમયથી વાત કરવામાં આવી નથી.”

પોચિંગ એટલે કે કેરળમાં ચાલી રહેલા ગેરકાયદેસર શિકારની કલ્પના અને તેના કડવું સત્ય વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, “સ્વાભાવિક છે કે આવી ઘટનાઓએ કેરળના લોકોને જે રીતે અસર કરી છે તે હું કહીશ નહીં. પરંતુ આ ઘટનાઓએ મને પણ અસર કરી છે.

હું આ બધું જોઈ રહી હતી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. એક દર્શક તરીકે અમારા માટે આવી સ્ટોરીને સમર્થન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે આ સ્ટોરીમાં ઘણું બધું સત્ય છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.