Western Times News

Gujarati News

NSEએ એશિયામાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ માટે એશિયા એસેટ મેનેજમેન્ટ દ્વારા ‘2024 બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ્સ’ જીત્યો

ભારતનું અગ્રણી સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ NSEએ એશિયામાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તરીકે ઓળખ સ્થાપિત કરતાં એશિયા એસેટ મેનેજમેન્ટ દ્વારા ‘2024 બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ્સ’ હાંસિલ કર્યો છે. એશિયા એસેટ મેનેજમેન્ટ એશિયા-પેસિફિક ટ્રેડ પબ્લિકેશન છે, જે એસેટ મેનેજર્સ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારોને સેવા પૂરી પાડે છે. NSE wins ‘2024 Best of the Best Awards’ by Asia Asset Management for Best Infrastructure Platform in Asia

‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ્સ’ એ એશિયા એસેટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત વાર્ષિક એવોર્ડ પ્રોગ્રામ છે જે પાછલા કેલેન્ડર વર્ષમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડ્સને બિરદાવે છે. NSEએ પ્રાદેશિક એવોર્ડ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે.

NSEની માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટ લિક્વિડિટીમાં સુધારો, ઓપરેશનલ કાર્યક્ષમતા, ક્રોસ-બોર્ડ કનેક્ટિવિટી, વિશાળ સર્વિસ ડિલિવરી, ઈન્સ્ટ્રુમેન્ટ્સનું કવરેજ અને જોખમમાં ઘટાડો કરવા મામલે અગ્રણી હોવાના પગલે એનએસઈએ આ એવોર્ડ હાંસિલ કર્યો છે. એનએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓ માટે USD 4 લાખ કરોડ માર્કેટ કેપિટલાઇઝેશન હાંસલ કર્યું છે.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી શ્રીરામ ક્રિષ્નને જણાવ્યું હતું કે, “એનએસઈને એશિયા એસેટ મેનેજમેન્ટના 2024 બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ્સથી બિરદાવવા બદલ અમે વાસ્તવમાં ગૌરવ અનુભવીએ છીએ. તે અમારા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી કૌશલ્યનો પુરાવો છે જે અમને વિશ્વમાં અગ્રણી સ્ટોક એક્સચેન્જીસમાં સામેલ કરે છે. અમે સારી રીતે સંચાલિત ભારતીય કેપિટલ ઈકોસિસ્ટમને સક્ષમ બનાવવા તેમજ વિકાસલક્ષી કામગીરી કરવામાં સતત માર્ગદર્શન અને સહકાર આપવા બદલ સરકાર, નિયમનકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સનો આભાર માનીએ છીએ. NSEને ગયા વર્ષે રેગ્યુલેશન એશિયા દ્વારા એક્સચેન્જ ઓફ ધ યર એવોર્ડનું ગૌરવ હાંસલ કર્યુ હતું.”

NSE સતત અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે એકીકૃત અને બજારની કામગીરીનું સાતત્ય જાળવવાની ખાતરી સાથે ઈનોવેશન અને ઝડપી અમલીકરણ માટે કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.