Western Times News

Gujarati News

ભાજપનું નેતૃત્વ જેપી નડ્ડા જ કરશે- BJP રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી

જે પી નડ્ડાના અધ્યક્ષ કાર્યકાળ વધારવાના ભાજપના સંસદીય બોર્ડે ગત વર્ષે લીધેલા નિર્ણયને ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી 

(એજન્સી) નવીદિલ્લી,  જેપી નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન ૨૦૨૪ સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના ગયા વર્ષના નિર્ણયને ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી. આ સાથે જેપી નડ્ડાને મોટા નિર્ણયો લેવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા હતા,

જેની મંજૂરી બાદમાં સંસદીય બોર્ડમાંથી લેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં શનિવાર અને રવિવારે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી. આ મીટિંગનું ઉદ્‌ઘાટન જેપી નડ્ડાએ કર્યું હતું, જ્યારે સમાપન પર પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો હતો.

જે પી નડ્ડાએ ૨૦૧૯માં ભાજપના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં શરૂઆત કરી હતી. ત્યારે તત્કાલીન પાર્ટીના પ્રમુખ અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા હતા. નડ્ડાનો ૨૦૨૦માં પૂર્ણકાલિન પાર્ટીના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં નડ્ડા કાર્યકાળનો વિસ્તારની ઘોષણા કરતા અમિત શાહે કહ્યું હતું કે, જે પી નડ્ડાના નેતૃત્વમાં બિહારમાં અમારો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ રહ્યો છે.

એનડીએ મહારાષ્ટ્રમાં બહુમતી હાંસલ કરી હતી. ઉત્તર પ્રદેશમાં જીત હાંસલ કરી હતી અને પશ્ચિમ બંગાળમાં પણ વોટ વધ્યા છે.  સાથો સાથ ગુજરાતમાં પણ જીત મેળવી છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જૂન ૨૦૨૪ સુધી જે પી નડ્ડાને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઁસ્ મોદીએ સંમેલનને સંબોધિત કરીને કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા. તેમણે આ કાર્યક્રમ માટે સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા. ભાજપના કાર્યકરો વર્ષના દરેક દિવસે ૨૪ કલાક દેશની સેવા કરવા માટે કંઈકને કંઈક કરતા રહે છે, પરંતુ હવે આગામી ૧૦૦ દિવસ નવી ઉર્જા, નવા જોશ, નવા જોશ, નવા આત્મવિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.