Western Times News

Gujarati News

નવરંગપુરામાં પરિણીતાનો જબરદસ્તી ગર્ભપાત કરાવતા પતિ-સાસુ-સસરા વિરૂધ્ધ ફરીયાદ

અમેરીકાથી પરત ફરેલો પતિ અન્ય યુવતિઓ સાથે ચેટીંગ કરતોઃ લાખોના દહેજ છતાં વધુ માંગણી કરતો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશમાં  સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારે ખાસ જાગવાઈ કરી છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે આવી ઘટનાઓ વધી રહી છે.

આ પરિસ્થિતિમાં  શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક પરિણીતા પાસેથી સાસરીયાઓએ મોટી માત્રામાં દહેજ પડાવી પરિણીતાનું બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યાની ચોંકાવનારી ફરીયાદ નોંધાતા પોલીસે આ ગુનાને ગંભીર ગણી સઘન તપાસ શરૂ કરી છે. મહિલાએ પતિ મારઝુડ કરતો હોવા ઉપરાંત અન્ય †ીઓ સાથે પણ ચેટીંગ કરતો હોવાના આક્ષેપો પણ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવરંગપુરા છ રસ્તા નજીક આવેલા સૌમ્ય એપાર્ટમેન્ટમાં રહેતા લીના ખદરીયાના લગ્ન વર્ષ ર૦૧૦માં લખડી તળાવ, તેજશ્રી રેસીડેન્સી ખાતે રહેતા આલોક ખદરીયા સાથે થયા હતા. બંન્નેના પ્રેમલગ્નને પરીવારની સંમતિ મળી હતી.

લગ્ન સમયે લીનાબેનના પિતાએ લીનાબેન ઉપરાંત તેમના પતિ, સસરા, સાસુ અને બંન્ને નણંદો ઉપરાંત અન્ય નજીકના સગાને સોના અને ડાયમંડના ઘરેણા આપ્યા હતા. અને કેટલીક રોકડ રકમ પણ ભેટરૂપે આપી હતી. લાખો રૂપિયાનું દહેજ મેળવ્યા બાદ પણ આલોક થોડા જ સમય પછી ઘરે દારૂ પીને આવતો હતો અને લીનાબેન સાથે ઝઘડો કરતો અને માર મારતો હતો.

આ અંગે તેમણે સાસરીયાઓને વાત કરતાં તેમણે પણ કોઈ પગલાં લીધા નહોતા. છેવટે લીનાબેનના માતા-પિતા આલોકને સમજાવવા જતા હોટલ માલિક આલોકે ે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. દરમ્યાનમાં ઝઘડાને કારણે માતા-પિતાના ઘરે રહેતી લીનાબેન -ગર્ભવતી હોવાનું જાણતા આલોક તેમને મળવા ગયો હતો અને પોતાની આર્થિક સ્થિતિ  હાલ સારી ન હોઈ ગર્ભપાત કરવા કહ્યુ હતુ.

પોતાના પહેલા જ સંતાનનું ગર્ભપાત કરાવવાની વાતથી લીનાબેન ચોંકી ગયા હતા. તેમણે તેમ કરવા ઈન્કાર કર્યો હતો. જા કે બીજા દિવસે આલોક ફરીથી ત્યાં આવ્યો હતો અને તેણે જબરદસ્તીથી લીનાબેનને કારમાં બેસાડીને ઉસ્માનપુરા ખાતે આવેલા એક દવાખાનામાં ગર્ભપાત કરાવવા લઈ ગયો હતો.

દવાખાનામાં તેમના સાસુ  સ્મિતાબેન  પણ હાજર હતા. જેમણે પણ ગર્ભપાત ઈન્કાર કરતા લીનાબેનની સાથે હોસ્પીટલમાં ઝઘડો કર્યો હતો.

ગર્ભપાત કરાવ્યા બાદ મા-દિકરો બંન્ને લીનાબેનને તેમના માતા-પિતાને ત્યાં મુકી આવ્યા હતા. જા કે સંસાર બચાવવા માટે આઠ મહિના બાદ લીનાબેન ફરી પતિ સાથે રહેવા જતા લાલચી પતિએ તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરી હતી. જા કે લીનાબેને તે રૂપિયા આપ્યા નહોતા.

બાદમાં આલોક કેટલાંક સમય અમેરીકા જઈ પરત આવ્યોહ તો. ત્યારે તેનું વર્તન બદલાઈ ગયુ હતુ. સતત ફોનમાં ચેટીંગ કરતા આલોકની આ અંગે પૃચ્છા કરતા તેણે અમેરીકા સેટ થવા માંગુ છું. એટલે ત્યાંની છોકરી સાથે લગ્ન કરીને સીટીઝન થઈ જઈશે. બાદમાં તને પણ ત્યાં લઈ જઈશ. તેમ કહેતા લીનાબેનના માથે આભ તૂટી પડ્યુ હતુ.

સતત યુવતિઓ સાથે ચેટીંગ કરતો અને વારંવાર ગાળો બોલી ઝઘડા કર્યા કરતા પતિથી ત્રાસી જઈને ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લીનાબેને છેવટે પતિ- સાસુ, સસરા વિરૂધ્ધ ઘરેલું હિંસા અને જબરજસ્તીથી ગર્ભપાત કરાવવાની ફરીયાદ નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં નોધાવી હતી. પોલીસ પણ આ ઘટનાથી ચોંકી ઉઠી હતી. અને ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.