Western Times News

Gujarati News

27 કરોડના ખર્ચે 135 વર્ષ જૂના લક્કડિયા પુલને નવાં રંગરૂપ અપાશે

(એજન્સી)અમદાવાદ, શહેરની આગવી ઓળખ ગણાતા ૧૩૫ વર્ષ જૂના લક્કડિયા પુલ એટલે કે એલિસબ્રિજ ને નવા રંગરૂપ આપી તેને વધુ સોહામણો કરવાની દિશામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ સુધીની મજબૂતી આપવા માટે તંત્ર ગંભીર બન્યું છે અને તે દિશામાં હિલચાલ આરંભાઈ છે.

શહેરની વચ્ચોવચ થઈને વહેતી સાબરમતી નદી પરનો પહેલો રિવરબ્રિજ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એટલે કે વર્ષ ૧૮૭૦-૭૧માં બ્રિટિશ ઈજનેરોએ રૂ. ૫,૩૯,૨૦૦ ના ખર્ચે સ્થળે બનાવ્યો હતો. લાકડાનો આ પુલ લોકોમાં લક્કડિયા પુલ તરીકે પ્રસિદ્ધ થયો હતો. જો કે વર્ષ ૧૮૭૫માં સાબરમતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં આ લક્કડિયો પુલ નદીમાં વહી ગયો હતો.

ત્યાર બાદ ગુજરાતી ઈજનેર હિંમતલાલ ધીરજલાલ ભચેચે વર્ષ ૧૮૯૨માં અત્યારના એલિસબ્રિજનું નિર્માણ કર્યું હતું. તેમણે માત્ર રૂ. ૪,૦૭,૫૬૪માં બ્રિટિશ ઈજનેર કરતાં પણ ઓછા ખર્ચે એલિસબ્રિજ તૈયાર કર્યાે હતો. અગાઉના લાકડાના પુલના બદલે હિંમતલાલે સ્ટીલનો બ્રિજ તૈયાર કર્યાે હતો, જો કે તે વખતના બ્રિટિશ કમિશનર સર બેરો હેલ્બર્ટ એલિસના નામ પરથી આ બ્રિજને એલિસબ્રિજ નામ અપાયું હતું.

જે કાળક્રમે જર્જરિત થવાથી વર્ષ ૧૯૯૭થી વાહનવ્યવહાર માટે બંધ રખાયો છે. જ્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવો કોંક્રીટનો બ્રિજ વર્ષ ૧૯૯૯માં તૈયાર કરાતાં એÂલ્સબ્રિજનું નવું નામકરણ સ્વામી વિવેકાનંદબ્રિજ થયું છે. જૂના એલિસબ્રિજને સ્ટ્રેન્થન કરવા માટે મ્યુનિસિપલ ઈજનેર વિભાગે કવાયત આરંભી હોઈ બ્રિજને થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર કરાયે હ તો.

કન્સલ્ટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી તૈયાર કરાયેલા રિપોર્ટના આધારે એલિસબ્રિજના સ્ટ્રેન્થનિંગની કામગીરી માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન કરાયું છે, જે મુજબ એલિસબ્રિજના વચ્ચેના ભાગમાં ગાબડું પડ્યં હોઈ તેટલા ભાગને પહેલા ઉતારી લેવામાં આવશે અને તેને મજબૂતાઈ આપવાની કામગીરી બ્રિજના બંને છેડાથી આરંભાશે. આ માટે તંત્ર દ્વારા રૂ. ૨૭ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે અનએ ૧૮ મહિનાનો સમયગાળો સમગ્ર કામગીરી માટે અપાયો છે,

જે દરમિયાન એલિસબ્રિજને વધુ ૫૦ વર્ષ માટે મજબૂત કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સાથેની વાટાઘાટ દરમિયાન ૩૮.૬૦ ટકા ભાવવધારામાં બે ટકા ઘટાડો કરી ૩૬.૬૦ ટકા ભાવવધારો અપાયો છે. આ કામગીરી પાણીમાં કરવાની છે અને ભારે મશીનરીના ઉપયોગથી થવાની છે, જો કે સ્ટ્રેન્થનિંગ દરમિયાન કોંક્રીટ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવશે. ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બ્રિજને મજબૂત કરાશે.

એલિસબ્રિજના મુખ્ય ટ્રસના જોઈન્ટ્‌સ રિપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રેન્જર્સ તેમજ બોટમ જોઈન્ટ્‌સ બદલવા તથા નવી બેરિંગ ઈન્સ્ટોલ કરવી, કોમ્પઝિટ પીઅર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂર મુજબ બદલવા, હયાત પીઅરને કોરોજનથી બચાવવા માટે એન્ટિ કોરોજન ટ્ર્‌ટમેન્ટ અંતર્ગત એનોર્ડ લગાવવા, બોટમડેમ સ્ટ્રેપ જર્જરિત થઈ ગયો હોઈ તેને દૂર કરી નવો કરવો વગેરેનું આયોજન હાથ ધરાયું છે.

શહેરનો ઐતિહાસિક ગણાતો એલિસબ્રિજન્ સાબરમતી નદીના બંને કાંઠાને જોડતો બ્રિજ હોઈ તેની લંબાઈ ૪૩૩.૪૧ મીટર છે, જ્યારે બ્રિજની પહોળાઈ ૬.૨૫ મીટર રખાઈ છે. બ્રિજમાં ૩૦.૯૬ મીટરના કુલ ૧૪ સ્પાન બો-સ્ટ્રિંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવ્યા છે, જ્યારે બ્રિજના ફાઉન્ડેશનમાં ૧.૮૩ મીટર વ્યાસના બે સિલ્ડિંરિકલ સ્ટીલ પાઈલ દરેક સ્પાનના છે ડે આપવામાં આવ્યા છે, જેમાં પીઅર પોર્શનમાં ૧.૫૨ મીટર વ્યાસના સિÂલ્ડરિકલ પીઅર ક્રોસ બ્રેસિંગ સાથે અપાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.