Western Times News

Gujarati News

મહેસાણાના તરભ ગામે વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે.

મહેસાણા, વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ – સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. Prime Minister Narendra Modi performs pooja and darshan at Valinath temple in Tarabh, Mahesana, Gujarat.

PM દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹ 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.  ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ રેલવે વિભાગના ₹2300 કરોડથી વધુના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યા. 

આજે મહેસાણાના તરભ ખાતે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવજીનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. આ સમારોહમાં ૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકત્ર થયા છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે. આ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા બારેક વર્ષથી થઈ રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.

મહેસાણા જીલ્લાના તરભ ગામ ખાતે રબારી સમાજ દ્વારા શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ – પ્રતિષ્ઠા, અતિરુદ્ર મહાયજ્ઞ એવમ્ શિવ મહાપુરાણ કથાના સુંદર મજાના ત્રિવેણી પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેતા રહ્યા હતા.  પૂજ્યશ્રી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ, પૂજ્ય મહંતશ્રી જયરામગિરિ મહારાજ તથા દુધરેજ ધામના મહંત પૂજ્યશ્રી કનીરામ બાપુ સહિત સંતોના આશીર્વાદ અને દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 

લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલરનો વરસાદ ભક્તોએ કર્યો હતો. ભવ્ય લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગમન સાંથલ સહિતે જમાવટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.