બેંકમાં KYC કરવા પર ધર્મ પૂછી શકાશે
નવી દિલ્હી, ટૂંક સમયમાં બેંકમાં KYC કરાવતી વખતે તમારો ધર્મ પૂછવામાં આવી શકે છે. આ નિયમ જૂના અને નવા ગ્રાહકો પર પણ લાગુ પડી શકે છે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) જલ્દી દિશા-નિર્દેશ જાહેર કરવાની તૈયારીમાં છે. FEMA કાયદામાં ફેરફાર કરવાના કારણે ધર્મ પૂછવામાં આવી શકે છે. ફેમામાં જે બદલાવ કરવામાં આવ્યો છે, તે અનુસાર બહારના દેશોના નાગરિક NRO (નોન રેજિડેન્ટ ઓર્ડિનરી) ખાતું ખોલી શકાય છે. તે મિલ્કત પણ ખરીદી શકે છે. જો કે મુસ્લિમોને આવુ કરવાથી બાકાત રાખવામાં આવ્યા છે.
RBIએ FEMA કાયદામાં બદલાવ કરતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, બૌદ્ધ, જૈન,પારસી,શીખ અને ઈસાઈ ધર્મના શરણાર્થીઓ જે લાંબા સમયની વીઝા પર ભારત આવ્યા છે, તે હવે બેંકમાં ખાતુ ખોલાવી શકે છે. આ સાથે આ લોકો મિલ્કત પણ ખરીદી શકે છે. આ નિયમ અનુસાર, મુસ્લિમ અને મ્યાનમાર, શ્રીલંકા તથા તિબેટના લોકો મિલ્કત અને બેંક ખાતાઓ ખોલી શકશે નહીં.
ફેમા (ડિપોજિટ) નિયમના શેડ્યુલ 3માં સંશોધનના અનુસાર, ભારતમાં વસતા લાંબા સમયની વીઝા ધરવતા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અલ્પ સંખ્યક સમુદાય(હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ)ના લોકો ખાલી એક NRO એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આ લોકો નાગરિકતા અધિનિયમ, 1955ની જોગવાઈઓ હેઠળ ભારતના નાગરિક બની જશે. તેમના NRO ખાતાને રેજિડેન્ટ ખાતામાં બદલી દેવામાં આવશે. ફેમા નિયમો અનુસાર,એવા લોકો ભારતમાં ખાલી એક સ્થાવર રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે.