Western Times News

Gujarati News

ક્રાઇમ બ્રાન્ચે વધુ ૧૫ની અટક કરી: શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદ, શાહઆલમ વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સમગ્ર અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ના આદેશ આપ્યા બાદ શહેર સહિત રાજ્યભરની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં લશ્કરી દળો ઉતારવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે. દરમિયાન આજે સવારે શહેરના સૌથી વધુ સંવેદન શીલ ગણાતા જમાલપુર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

શાહઆલમ તથા અન્ય સ્થળોએ બનેલી ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે . શુક્રવારે મોટી સંખ્યામાં ભાંગફોડિયા તત્વોને ઝડપ્યા બાદ આજે સવારે પણ ચાલુ રહેલી કાર્યવાહીમાં વધુ ૧૫ તત્વોની અટક કરવામાં આવી છે. (તસવીર સૌજન્ય: સારથી એમ. સાગર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.