Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધમાં સૌરાષ્ટ્રના એક યુવકનું મોત

પ્રતિકાત્મક

સુરત, રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નિપજ્યું છે. ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નિપજ્યું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મી માં સહાયક તરીકે ભરતી થયો હતો. બાબા બ્લોગ થકી જાહેરાત આવી હતી. બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો. ચેન્નાઈ થી રશિયા મોસ્કો લઇ જવામાં આવ્યો હતો. રશિયા યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં હેમિલનું મોત નિપજ્યું છે.

સુરતના વેલેંજા શિવ બંગલોમાં રહેતાં અશ્વિનભાઈ માંગુકિયા મૂળ સૌરાષ્ટ્રના વતની છે. તેઓ સુરતમાં લેસ પટ્ટીનું કામકાજ કરે છે. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા માગતો હતો. નોકરી પર લાગવા માટે પર સતત સર્ચ મારતો રહેતો હતો.

વિડીયો મારફતે બાબા નામની વેબસાઈટ પર ગયો હતો. વેબસાઈટ તકી નોકરી માટે સંપર્ક કર્યો હતો. ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર આપવામાં આવી હતી. ૨૦૨૩ માં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગી ગયો હતો. અશ્વિન નોકરીએ લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વીડિયો કોલ પર વાત કરતો રહેતો હતો.

અશ્વિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે. અશ્વિનને સહાયક તરીકે નોકરીએ રાખ્યા બાદ રશિયા આર્મીએ અશ્વિનને લાખો રૂપિયા પગાર આપવાની લાલચ અપાઈ હતી. તેને હથિયાર ચલાવવાની તાલીમ આપી આર્મીમાં ભરતી કરી લેવાયો હતો. અશ્વિનને રશિયાઈ યુકેન યુદ્ધમાં હથિયાર આપી યુદ્ધ લડવા માટે ઉતારી દીધો હતો. જ્યાં અશ્વિનનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.

પરિવારે વધુમાં જણાવ્યું છે કે ભારતના યુવાનોને રશિયામાં નોકરીની લાલચ આપી તેમને આર્મીમાં ભરતી કરી લેવામાં આવી રહ્યું છે. યુવાનનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.