Western Times News

Gujarati News

47 લાખની વિદેશી દારૂની કુલ 990 પેટીઓ ગોધરાથી પકડાઈ

ગોધરા એલ.સી.બી.પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા એલ.સી.બી.પોલીસે ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે વિદેશી દારૂની કુલ ૯૯૦ પેટીઓ રૂ.૪૭,૫૨,૦૦૦ તેમજ ટ્રક રૂ.૧૦ લાખ તેમજ અન્ય સરસામાન મળી કુલ રૂ.૫૭,૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. A total of 990 cases of foreign liquor worth 47 lakhs were seized from Godhra

ગોધરા એલ.સી.બી.પોલીસના હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈયદુભાઈ ને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામે પટેલ ફળિયામાં રહેતા સંજય સામંત પટેલ દ્વારા એક મોટી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સગે વગે કરવાની પેરવીમાં છે.જે બાતમી આધારે એલ.સી.બી.પોલીસ સબ ઇન્સ્પેકટર ડો.એમ.એમ.ઠાકોર તેમજ સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએ ગયા હતા.

અને જે જગ્યાએ જઈ તપાસ કરતા એક ટ્રક એમ.એચ.૧૨.આર.એન.૮૨૮૯ માંથી વિદેશી દારૂ સગે વગે કરવાની પેરવી કરતા સંજય સામંત પટેલ તથા ટ્રક નો ડ્રાઈવર અને અન્ય એક ઈસમ અંધારાનો લાભ લઈને જંગલમાં નાસી ગયા હતા જે ટ્રકમાં તપાસ કરતા રોયલ બ્લ્યુ મલ્ટ વ્હિસ્કીના કવાટરિયા નંગ ૪૭,૫૨૦(૯૯૦પેટીઓ) જેની કિંમત રૂ.૪૭,૫૨,૦૦૦ તેમજ ટ્રક રૂ.૧૦ લાખ તેમજ અન્ય સરસામાન મળી કુલ રૂ.૫૭,૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.