Western Times News

Gujarati News

ખેરવાડાના જંગલમાંથી ૬ શિકારીઓ ઝડપાયા અન્ય બે ફરાર

હરણકુળના “ચોશીંગા” નામના વન્ય જીવને દેશી બનાવટની ફુલ્લીદાર બંદુકોથી તેના પર ફાયરિંગ કરી તેની હત્યા કરી ગેરકાયદેસર રીતે શિકાર કરેલ હતો.

વિજયનગર તાલુકામાં ખેરવાડાના જંગલમાં બંદૂકથી ગોળી મારી વન્યજીવની હત્યા-તમામ ૬ આરોપીઓની જામીન અરજી રદ થતાં જ્યું.કસ્ટડીમાં મોકલી અપાયા

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં ખેરવાડાના જંગલમાં બંદૂકથી ગોળી મારી હરણ કુળના “ચોશીંગા” વન્યજીવની હત્યા કરનાર ૬ શિકારીઓને વિજયનગરની કોર્ટમાં રજૂ કરતા આ તમામ ૬ આરોપીઓની જામીન અરજી રદ થતાં જ્યું.કસ્ટડીમાં મોકલી અપાયા છે.જ્યારે હજુ બે ફરાર બે શિકારીઓને ઝડપવા વન વિભાગ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી છે.

વિજયનગર તાલુકાના ખેરવાડા ગામના જંગલમાં બંદૂકની ગોળી મારી હરણ કુળના “ચોશીંગા” વન્યજીવની હત્યા કરનારા ગુનેગારોને ધોલવાણી રેન્જના કર્મચારીઓએ ઝડપી લીધા હતા અને તમામ ૬ શિકારીઓ ધરપકડ કરી આજતારીખ ૨૩/૦૨/૨૦૨૪ ના રોજ વિજયનગર ખાતેની નામદાર જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા.

જ્યાં નામદાર કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તમામ ગુનેગારોની જામીન અરજી રદ કરી તમામ -૦૬ વ્યક્તિઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ ફરમાવ્યો હતો. સાબરકાંઠા વન વિભાગની વિજયનગર તાલુકામાં આવેલી ધોલવાણી રેન્જના ખેરવાડા ગામના રિઝર્વ જંગલ વિસ્તારમાં તારીખ ૧૫/૦૨/૨૦૨૩ ના રોજ કોઈ અજાણ્યા ઈસમોએ ગેર કાયદેસર રીતે જંગલ વિસ્તારમાં હથિયારો સાથે છુપો પ્રવેશ કરી એકબીજાની મદદગારીથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર (સુધારા અધિનિયમ-ર૦ર૩) ના અનુસૂચિ-૧ હેઠળ ગણાતા હરણકુળના “ચોશીંગા” નામના વન્યજીવને દેશી બનાવટની ફુલ્લીદાર બંદુકોથી તેના પર ફાયરિંગ કરી તેની હત્યા કરી ગેરકાયદેસર રીતે શિકાર કરેલ હતો.

આ અંગે ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર (સુધારા અધિનિયમ-૨૦૨૩)તેમજ ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ અન્વયેના કાયદાકીય નિયમો હેઠળ ગુનો નોંધી સાબરકાંઠા જિલ્લાના વન અધિકારી હર્ષકુમાર જે ઠક્કર તેમજ મદદનીશ વન સંરક્ષક વી.આર .ચૌહાણની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ ધોલવાણી રેન્જના આરએફઓ તેમજ સ્ટાફ દ્વારા તપાસ કરી

આ ગુનામાં સંડોવાયેલા કુલ-૮ આરોપીઓ પૈકી ૦૬ (છ) આરોપીઓને શોધી તેમની ધરપકડ કરી શિકારના કામે ઉપયોગ કરેલ દેશી બનાવટની ફુલ્લીદાર બંદૂકો નંગ-૦૨ તેમની પાસેથી કબજે લઈને એફ.એસ.એલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે આરોપીઓને નામદાર જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રી વિજયનગરની કોર્ટમાં તારીખ ૨૩/૦૨/૨૦૨૩ ના રોજ રજૂ કરવામાં આવતા

આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ધરપકડ કરેલા તમામ આરોપીઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરી તબીયાડ સંજયકુમાર ભરતભાઈ રહેવાસી -ચામઠણ,તા.વિજયનગર તથા ખરાડી જગદીશભાઈ વાલજીભાઈ ,ખરાડી નરેશભાઈ અમરાજી ,ડામોર ઉમેશભાઈ મરતાજી , ખરાડી વકસીભાઈ અમરાજી, ખરાડી હેમંતભાઈ થાવરાજી ( તમામ રહેવાસી- નલીયાવાડા, પો-ચામઠણ, તા-વિજયનગર )એમ કુલ-૬ આરોપીઓને હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરાયો છે . જ્યારે આ ગુનામાં સંડોવાયેલા હજુ કેટલાક અન્ય આરોપીઓને ઝડપી લેવા ધોલવાણી રેન્જના સ્ટાફ અને આરએફઓશ્રી જયેન્દ્રસિંહ આર વાઘેલા એ કવાયત હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.