Western Times News

Gujarati News

ઋષિ કપૂરે પિતાની કિસ્મત ચમકાવી, પડદા પર ધૂમ મચાવી

૨૦ વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતના સૌથી યુવા સુપરસ્ટાર-કુટુંબનું નામ તેમને કામમાં આવ્યું અને તેમણે પરિવાર દ્વારા મૂકાયેલી હિન્દી સિનેમાની નીમને મજબૂત કરતાં નામ રોશન કર્યું

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જ્યારે ઘણા સ્ટાર કિડ્‌સ ફિલ્મી દુનિયામાં આવે છે અને સતત ફ્લોપ ફિલ્મો પછી દૂર થઇ જાય છે. ઘણા સ્ટાર કિડ્‌સ તેમની પ્રથમ ફિલ્મ પછી સુપરસ્ટાર બની જાય છે અને લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. પ્રખ્યાત પિતાના પુત્રએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને આવતાની સાથે જ હલચલ મચાવી દીધી.

આજે આપણે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તેને સરળતાથી ફિલ્મોમાં એન્ટ્રી મળી ગઈ. કુટુંબનું નામ તેમને કામમાં આવ્યું અને તેમણે પરિવાર દ્વારા મૂકાયેલી હિન્દી સિનેમાની નીમને મજબૂત કરતાં નામ રોશન કર્યું. આજે આપણે જે સ્ટાર કિડ વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે ઋષિ કપૂર. ૧૯૫૨માં જન્મેલા ઋષિ કપૂર સુપરસ્ટાર રાજ કપૂર અને કૃષ્ણા કપૂરના પુત્ર હતા. કિશોરાવસ્થામાં ઋષિ કપૂરે તેમના પિતા રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેમને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

જો કે, તેમણે સિનેમાને નજીકથી સમજ્યું અને ૨૦ વર્ષની ઉંમરે ડિમ્પલ કાપડિયા સાથે ફિલ્મ ‘બોબી’માં ડેબ્યૂ કર્યું. ૧૯૭૩થી ૨૦૦૦ની વચ્ચે ઋષિ કપૂરે ૯૨ ફિલ્મોમાં રોમેન્ટિક લીડ તરીકે કામ કર્યું હતું. ઋષિ કપૂરની ફિલ્મ ‘બોબી’ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી અને તે ભારતમાં દાયકાની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. તેમાં ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં હતી અને તેનું દિગ્દર્શન રાજ કપૂરે કર્યું હતું. ૨૦૧૨માં એક ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘એ એક ગેરસમજ હતી કે આ ફિલ્મ મને એક્ટર તરીકે લોન્ચ કરવા માટે બનાવવામાં આવી હતી.

આ ફિલ્મ ખરેખર ‘મેરા નામ જોકર’નું ઋણ ચૂકવવા માટે બનાવવામાં આવી હતી. પાપા ટીનેજ લવ સ્ટોરી પર ફિલ્મ બનાવવા માંગતા હતા. પરંતુ, તેમની પાસે રાજેશ ખન્નાને ફિલ્મમાં લેવા અને તેમને મોટી ફી ચૂકવવાના પૈસા નહોતા. ‘બોબી’ રિલીઝ થયા પછી રાજ કપૂરની કારકિર્દીને પણ નવી જિંદગી મળી. જ્યારે ‘બોબી’ રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ ટ્રેન્ડસેટર બની હતી.

‘બોબી’ ભારતમાં ૧૯૭૩ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી, જેણે ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે ૭૦ના દાયકામાં ભારતીય બોક્સ ઓફિસ પર બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. રાજ કપૂરની વિદેશમાં લોકપ્રિયતાને કારણે, ૧૯૭૫માં સોવિયત યુનિયનમાં રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને ભારે સફળતા મળી હતી.

‘બોબી’ એ સોવિયેત બોક્સ ઓફિસ પર ?૬૨.૬ મિલિયનની કમાણી કરી, તે ૧૯૭૫માં સોવિયેત બોક્સ ઓફિસ ચાર્ટ પર બીજી સૌથી વધુ વેચાતી ફિલ્મ બની, ૧૯૭૦ના દાયકાની સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મ અને દાયકાની બીજી સૌથી મોટી વિદેશી ફિલ્મ બની. ‘બોબી’ની સફળતાએ ઋષિ કપૂરને સોવિયત યુનિયનમાં રાતોરાત ફિલ્મ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.