Western Times News

Gujarati News

ફિલ્મ ક્રુ નું ટીઝર OUT: તબ્બુ, કરીના અને કૃતિની દમદાર એક્ટિંગ

એન્ટરટનેમેન્ટના ટ્રિપલ ડોઝ

દર્શકોને પહેલાં જ ફર્સ્ટ પોસ્ટરમાં પાવર હાઉસ પરફોર્મર તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનનની ઝલક જોવા મળી ચુકી છે

મુંબઈ, ગ્લેમર ઇન્ડસ્ટ્રીની ત્રણ એક્ટ્રેસ જ્યારે એક સાથે કોઇ મુવીમાં જોવા મળે ત્યારે એની વાત કંઇક અલગ જ હોય. તો અમે વાત કરી રહ્યા છીએ તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનનની..જેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ક્રુ’ નું દમદાર ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આખરે લાંબા સમયની રાહ જોયા પછી ‘ક્રુ’નું સૌથી હોટેસ્ટ ટીઝર સામે આવી ગયુ છે. દર્શકોને પહેલાં જ ફર્સ્ટ પોસ્ટરમાં પાવર હાઉસ પરફોર્મર તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનનની ઝલક જોવા મળી ચુકી છે.

એવામાં હવે દર્શકોને ફાઇનલી ટીઝર જોવા મળી ગયુ છે. ‘ક્રુ’ના આ ટીઝરમાં ત્રણ એર હોસ્ટેસની કહાની નજરે પડી રહી છે. કરીના કપૂર સ્ટીલ ઇટ જ્યારે તબ્બુ રિસ્ટ ઇટ અને કૃતિ સેનન ફેક ઇટના કેપ્શનની સાથે છે. ક્વિર્કી ડાયલોગ્સ દરેક ફ્રેમમાં હ્યુમર, મસ્તી ભર્યા બેકગ્રાઉન્ડની સાથે-સાથે આ મજેદાર ફ્લાઇટ એડવેન્ચર જેવી લાગી રહી છે. આ સાથે દિલજીત દોષંજ અને કપિલ શર્માની હાજરીમાં આમાં ચાર ચાંદ લગાવે છે. ટીઝર જોતા એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે ફિલ્મ સૌથી વધારે મિડલ ક્લાસ ઓડિયન્સને કનેક્ટ કરશે જે પોતાના સપનાના પામવા માટે શું-શું કરે છે.

જે દેશના મોટાભાગના લોકોની કહાની છે. આ ત્રણ ખૂબસુરત હસીનાઓની કહાની છે જે અલગ-અલગ જીંદગીમાંથી આવે છે અને કેબિન ક્રુના રૂપમાં કામ કરે છે. ટીઝરને જારી કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યુ છે કે ખુરશીની પેટી બાંધી લો, કારણકે અહીંયાનું તાપમાન તમારા માટે બહુ ગરમ હશે. આ મુવીનું પોસ્ટર ગઇ કાલે એટલે કે ૨૩ ફેબ્રઆરીના રોઝ રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટરમાં તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન બેડએસ એર હોસ્ટેસના રૂપમાં ગ્લેમરસ પ્રેઝેન્સથી સીધા લોકોના દિલમાં લેન્ડ કરી રહી છે

અને એક મસાલેદાર એન્ટરટેનમેન્ટનો વાદો કરે છે. પહેલી વાર એક સાથે આવેલા આ પાવરફૂલ એક્ટર્સ સ્ક્રીન પર ધમાલ મચાવવાની ગેરંટી આપે છે. આ પોસ્ટરને જોતા એવું કહી શકાય કે આ ફિલ્મ એક ક્રેઝી ફ્લાઇટ એડવેન્ચર સાબિત થઇ શકે છે. કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બુ સ્ટારર ‘ક્રુ’ના નિર્દેશક રાજેશ એ કૃષ્ણન દ્રાર નિર્દેશિત અને શોભા કપૂર, અનિલ કપૂર, એકતા આર કપૂર અને રિયા કપૂર સહિત એક શાનદાર ટીમ દ્રારા નિર્મિત આગામી ફિલ્મ ‘ક્રુ’ના રોમાન્ચ માટે તમે તૈયાર થઇ જાવો. આ ફિલ્મ ૨૯ માર્ચ ૨૦૨૪ના રોજ ગુડ ફ્રાઇડેના દિવસે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.