Western Times News

Gujarati News

પહાડોની વચ્ચે રહે છે બોલિવુડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી

ઘર છે સાવ સાદુ, તસવીરો વાયરલ

સામાન્ય જીંદગીથી લોકોનું ધ્યાન ખેંચી લે છે, તસવીરોમાં તૃપ્તિ એના ઉત્તરાખંડ સ્થિત ઘરના ખૂબસુરત નજારાઓ બતાવે છે

મુંબઈ, બોલિવૂડ મુવી એનિમલની ભાભી નંબર ૨ એટલે કે એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં નેશનલ ક્રશ બની ચુકી છે. અદાકાર તૃપ્તિ ડિમરીની ખૂબસુરતી લોકોને ઘાયલ કરી દે એવી છે. અદાકાર એક્ટ્રેસ જલદી બીજી અનેક ફિલ્મોમાં જોવા મળશે અને ફેન્સનું દિલ જીતી લેશે. આમ તૃપ્તિ ડિમરીના ઘરની વાત કરીએ તો એકદમ સાદુ છે. તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડની રહેવાસી છે. અદાકારે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

તૃપ્તિ ડિમરીનું ઘર પહાડોની વચ્ચે આવેલું છે. તૃપ્તિ નું ઘર સાવ સાદુ છે. એક્ટ્રેસનું આ ઘર જોઇને તમે પણ છક થઇ જશો. એક્ટ્રેસની સિમ્પલિસિટીએ ફેન્સનું દિલ જીતી લીધુ છે. એક્ટ્રેસ એની બહેનોની સાથે પ્રેમ ભરી આ તસવીરો શેર કરી છે જેમાં એ સામાન્ય માણસની જેમ જીંદગી જીવે છે. સામાન્ય જીંદગીથી લોકોનું ધ્યાન ખેંચી લે છે. તસવીરોમાં તૃપ્તિ એના ઉત્તરાખંડ સ્થિત ઘરના ખૂબસુરત નજારાઓ બતાવે છે. આ સાથે એક્ટ્રેસે માતાની તસવીર શેર કરી છે અને સાથે જણાવે છે કે એની માતા કેવી રીતે ગામના લોકો સાથે જોડાયેલી છે.

આ સાથે તૃપ્તિ ડિમરી કામ કરતી પણ જોવા મળી રહી છે. આ સાથે એક્ટ્રેસ પ્રકૃતિની સાથે પણ સમય વિતાવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તૃપ્તિ ભલે એનિમલ મુવીને કારણે ચર્ચામાં આવી હોય, પરંતુ એક્ટ્રેસ આ પહેલાં પણ બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડી છે. તૃપ્તિ ડિમરીએ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ મોમથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. મોમમાં તૃપ્તિ બહુ નાના રોલમાં જોવા મળી હતી.

એક્ટ્રેસ સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડેની ફિલ્મ પોસ્ટર બોય્ઝમાં જોવા મળી હતી. પરંતુ તૃપ્તિ ને ઓળખાણ ઇમ્તિયાઝ અલી ખાનની ફિલ્મ લૈલા મજનૂથી મળી હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તૃપ્તિ ઓટીટી પર રિલીઝ થયેલી બે ફિલ્મ બુલબુલ અને કલામાં જોવા મળી. પરંતુ એનિમલ મુવીના રિલીઝ પછી તૃપ્તિ ડિમરી એક ઝાટકે ફેમસ થઇ ગઇ છે અને હાલમાં લોકોના દિલમાં રાજ કરે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.