Western Times News

Gujarati News

BPCLની એપ મશીન કેમ રાખતા નથી ? એવું કહીને યુવકે પેટ્રોલપંપ પર બબાલ કરી

પ્રતિકાત્મક

પેટ્રોલ ભરાવવા માટે આવેલો યુવક પંપ પરથી સ્વાઈપ મશીન જ ચોરી ગયો

(એજન્સી)અમદાવાદ, શહેરના એલીસબ્રીજ ખાતે આવેલા એક પેટ્રોલ પંપમાં યુવક યુપીઆઈ સ્વાઈપ લેબ મશીનની ચોરી કરીને નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. યુવકે રપ૦ રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધા બાદ બીપીસીએલની એપ નથી રાખતા તેમ કહીને કર્મચારીઓ સાથે માથાકુટ કરી હતી.

પેટ્રોલ પંપ ઉપર હાઈ વોલટેજ ડ્રામા કર્યાય બાદ યુવકે બીજા વાહનચાલકોને પેટ્રોલ નહી મળે તેવી ધમકી આપી હતી. કર્મચારીઓ ગ્રાહકોના પેટ્રોલ પુરવામાં વ્યસ્ત હતા ત્યારે યુવક યુપીઆઈ સ્વાઈપ લેબ મશીનની ચોરી કરી જતો રહયો હતો.

આનંદનગર વિસ્તારમાં ઓલા વ્રજનગરમાં રહેતા નેપાલસિંહ પવારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરૂધ્ધ ચોરીની ફરીયાદ કરી છે. નેપાલસિંહ એલીસબ્રીજ કોઠાવાળા ફલેટની બાજુમાં આવેલા શાંતા પેટ્રોલપંપ પર છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરીને પોતાનું તેમજ પરીવારનું ગુજરાન ચલાવે છે. નેપાલસિંહની નોકરીની સમય બપોરના ૧ર વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધીનો છે. ગઈકાલે નેપાલસિંહ નોકરી પર હાજર હતા ત્યાયરે તેમની સાથે માધુસિંહ પણ નોકરી કરી રહયા હતા. રાતે આઠ વાગ્યાની આસપાસ એક ટુ વ્હીલર લઈને યુવક આવ્યો હતો. યુવકે નેપાલસિંહને રપ૦ રૂપિયાનું પેટ્રોલ પુરવારનું કહયું હતું.

નેપાલસિંહે રપ૦ રૂપિયાનું પેટ્રોલ પુરી લીધા બાદ રૂપિયા માગ્યા હતા. યુવકે રૂપિયા આપવાની જગ્યા પર કહયું હુતં કે તમારી પાસે બીપીસીએલની એપ છે.નેપાલસિંહ પાસે એપ નહી હોવાનું કહયું હતું અને વધુમાં ભારતીય પેટ્રોલનું યુપીઆઈ બારકોડ સ્ટિકર અને યુપીઆઈ સ્વાઈપ લેબ મશીન હોવાનું કહયું હતું.

નેપાલસિંહની વાત સાંભળીને યુવકે તેની સાથે બીપીસીએલની એપ નથી રાખતા તેમ કહીને બબાલ કરી હતી. નેપાલસિંહે તાત્કાલીક પેટ્રોલ પંપના માલીક નંદીનીબહેન ફોન કર્યો હતો. અને યુવક સાથે વાત કરાવી હતી. યુવકે વાત કર્યા બાદ નંદીનીબહેનનો નંબર માગ્યો હતો. જેથી નેપાલસિંહે તેને નંબર આપી દીધો હતો.

યુવકે નંદીનીબહેન સાથે ફોન પર વાત કરી હતી અને બાદમાં યુપીઆઈ સ્વાઈન લેબ મશીન માગ્યું હતું. નેપાલસિંહ યુપીઆઈ સ્વાઈન લેબ મશીન તેના વાહનની સીટ પર મુકયું હતું. દરમ્યાનમાં યુવકે પેટ્રોલ પુરાવા માટે આવતા બીજા ચાલકોને જોરજોરથી કહેવા લાગ્યો હતો કે અહી પેટ્રોલ નહી મળે. યુવકે નેપાલસિંહને પણ ધમકી આપી હતી કે તમે કોઈને પેટ્રોલ આપતા નહી. યુવકે પેટ્રોલ પંપ પર બીજા કોઈ વાહનચાલકો પેટ્રોલ પુરાવા આવે નહી તે માટે દોરડું બાંધી દેવાનું કહયું હતું.

યુવક નંદીનીબહેનને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી કર્મચારીઓએ તેને શાંત રહેવાનું કહયું હતું. યુવક શાંત નહી થતાં ગાળો બોલતો જ રહયો હતો. દરમ્યાનમાં નેપાલસિંહ ગાડીમાં પેટ્ર્‌લ ભરતા હતા ત્યારે યુવકે તેમનો મોબાઈલ હાથમાંથી પાડી દીધો હતો. નેપાલસિંહ મોબાઈલ લેવા જમીન પર વળ્યા ત્યારે યુવક યુપીઆઈ સ્વાઈપ લેબ મશીનની ચોરી કરતા નેપાલસિંહે તરત જ નંદીનીબહેને જાણ કરી દીધી હતી.

નંદીનીબહેને ગુનો દાખલ કરવા માટેની સલાહ આપતાં નેપાલસિંહ તરત એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં પહોચી ગયા હતા. નેપાલસિંહે આ મામલે ટુ વ્હીલર ચાલક વિરૂધ્ધ ચોરીની ફરીયાદ આપી છે. પોલીસે નેપાલસિંહની ફરીયાદના આધારે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે યુવક ચિકકાર દારૂ પીધેલી હાલતમાં હતો. પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી ફુટેજના આધારે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.