Western Times News

Gujarati News

કાયદાશાસ્ત્રીઓની મૂલ્યનિષ્ઠા અને કાબલીયતના સમન્વયે “ન્યાયધર્મ”ને જીવંત રાખ્યો છે !!

સુપ્રિમ કોર્ટે આપેલા અનેક ઐતિહાસિક ચૂકાદાઓ એ ન્યાયાધીશોની સંવેદનશીલતા, ન્યાય નિષ્ઠા અને સક્ષમતા તેમજ કાયદાશાસ્ત્રીઓની મૂલ્યનિષ્ઠા અને કાબલીયતના સમન્વયે “ન્યાયધર્મ”ને જીવંત રાખ્યો છે !!

સુપ્રિમ કોર્ટ આપેલા અનેક દુરંદેશી અસરો નિપજાવનારા શ્રેષ્ઠ ચૂકાદાઓમાં નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલીસીટર જનરલ શ્રી સેતલવાડ, કાયદાવિદ વી. એમ. તારકુન્ડે, સોલીસીટર કિરીટભાઈ રાવલ, ફલી નરીમાન જેવા અનેક જાણીતા ધારાશાસત્રીઓના ઉમદા દ્રષ્ટિકોણને આભારી છે !!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! બીજી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે !! જયારે ત્રીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે !! ભારતની સુપ્રિમ કોર્ટને અનેક નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ, વિચારશીલ, સંનિષ્ઠ, કર્મશીલ અને સક્ષમ ન્યાયાધીશો મળ્યા છે !! પરિણામે લોકોની આઝાદી, લોકશાહી અને નૈતિકતા જીવંત રહ્યા છે !!

કાયદાની રચના કરવાથી ગુન્હાઓ ખતમ થઈ જતા નથી પરંતુ કાયદાના શાસનનો અમલ કરાવનારા પર સામાજીક સલામતીનો મદાર છે અને માટે સરકારો વહીવટદારો કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ જાય છે !! ત્યારે ફકત ન્યાયતંત્ર જ માનવ જાતની રક્ષા કરે છે !! આ સમયે બાંહોશ અને કાબેલ વકીલોની ભૂમિકા એ મહત્વપૂર્ણ નિવડે છે અને આવી મહત્વપૂર્ણ ભૂમિકા વગર કોઈપણ અસીલને ન્યાય મળી શકે નહીં !!

સુપ્રિમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે વ્યક્તિગત ગુપ્તતાના અધિકારને બંધારણના મૂળભૂત અધિકાર તરીકે ઠરાવતા એવું અવલોકન કર્યુ હતું કે, “રાજય જીવન કે સ્વાતંત્ર્ય નથી આપતું કોઈપણ સભ્ય પ્રદેશ વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે”!! દેશમાં કાયદાના શાસન સામે અનેક પડકારો છે !!

સત્તાના અહંકારમાં ભ્રષ્ટાચાર વકર્યાે છે !! ત્યારે આજે દેશને શ્રી નાની પાલખીવાલા, શ્રી સોલી સોરાબજી અને ફલી નરીમાન જેવા ન્યાય શાસ્ત્રોની જરૂર છે !! જે ન્યાયતંત્રના માર્ગદર્શક બને !! ગુજરાત બાર કાઉÂન્સલે શ્રેષ્ઠ વકીલો તૈયાર કરવા જોઈએ અને ગુજરાત બાર કાઉન્સિલમાં પણ કાબેલ અને સક્ષમ વકીલો ચૂંટવા જોઈએ !! ગુજરાત બાર કાઉન્સિલમાં ઘણાં વર્ષાેથી કહેવાય છે કે, કેટલાક નોન પ્રેકટીસર વકીલો ચૂંટાય છે

અને તેને લઈને બાર કાઉન્સિલના વહીવટ સામે અનેક સવાલો પણ ઉઠતા હોય છે ત્યારે વકીલ મતદારોએ કાબેલ, સક્ષમ અને નિષ્ઠાવાન વકીલો ચૂંટવા જોઈએ જેથી ગુજરાતમાંથી દેશને શ્રી નાની પાલખીવાલા, શ્રી સોલી સોરાબજી અને શ્રી ફલી નરીમાન જેવા કાબેલ ન્યાયશાસ્ત્રીઓ મળી રહે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

અન્યાય અને અસત્ય અને લાભ સામે પ્રમાણિકતા અને સત્ય અને કરૂણા માટે તમારો અવાજ ઉઠાવવામાં કયારેય ડરશો નહીં જો આખી દુનિયાના લોકો આમ કરશે તો તે પૃથ્વી બદલી નાંખશે – વિલિયમ ફોકનર !!

અમરિકાના તત્વચિંતક અને લેખક વિલીયમ ફોકનરે કહ્યું છે કે, “અન્યાય અને અસત્ય તેમજ લોભ સામે પ્રમાણિકતા અને સત્ય તેમજ કરૂણા માટે તમારો અવાજ ઉઠાવવામાં ડરશો નહીં ને આખી દુનિયાના લોકો આમ કરશે તો તે પૃથ્વીને બદલી નાંખશે”!! જસ્ટીસ શ્રી બી. પી. જીવનર્રેીએ કહ્યું છે કે, “એ સાચું છે કે અમુક પ્રસંગોએ અદાલતોએ તેમની મર્યાદાઓ ઓળંગી છે, પરંતુ મોટા ભાગે ન્યાયિક સક્રીયતા એ મોટી સેવા કરી છે”!!

ભારતની સુપ્રિમ કોર્ટના અનેક વિખ્યાત અને મહાન ન્યાયાધીશોની નિડરતા, સ્વતંત્રતા, નિષ્પક્ષતા, નિષ્ઠા, સક્ષમતા અને સક્રીયતાને લઈને ભારતના બંધારણના રખેવાળ તરીકે માનવમૂલ્યોનો ઈતિહાસ લખનારા નકશીધર તરીકે લોકશાહી સમાજમાં માનભર્યુ સ્થાન પામ્યા છે અને આવું માનભર્યુ સ્થાન પામનાર ફકત ન્યાયાધીશો જ નથી

પરંતુ ભારતના અનેક ન્યાયશાસ્ત્રીઓ, બંધારણવિદોની ભૂમિકા આજે દેશની વિષમ પરિસ્થિતિમાં આજના વકીલાત કરતા વકીલોએ નોંધ લેવાની જરૂર છે !!
ન્યાયતંત્રને સત્ય સુધી પહોંચાડવાનું બંધારણનું શ્રેષ્ઠ અર્થઘટન કરવાનું, કાયદાનો તુલનાત્મક અભ્યાસ કરવાનું અને ન્યાયિક મૂલ્યો ઉજાગર કરવાનું કામ વકીલોનું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતના વિખ્યાત ન્યાયશાસ્ત્રી શ્રી નાની પાલખીવાલા છે જેમની કર્મભૂમિકા આજના વકીલાત કરતા વકીલો આત્મ નિરીક્ષણ કરે તો તેમને તે ઉપયોગી નિવડશે !!

અમેરિકાના ઉદ્યોગપતિ રીચાર્ડ વિવોસે કહ્યું છે કે, “જો તમારી પાસે સ્વપ્ન હોય તો તેને સાકાર થવાની તક આપો”!! માનવી પોતાના આત્મા અને હૃદયથી કોઈ સફળતા હાંસલ કરવા પ્રયત્ન કરે તો તેને શ્રી પરમેશ્વર પણ મદદ કરે છે !!

માનવીની ખ્વાહીશ મોટી રાખે પરંતુ નિત્યકર્મથી પલાયન રહે તો તે શ્રેષ્ઠતા પામી શકતો નથી” !! ૧૬ મી જાન્યુઆરી, ૧૯૨૦ માં જન્મેલા વિદ્વાન અને સુવિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી નાની પાલખીવાલા મુંબઈની ગર્વમેન્ટ લો-કોલેજમાં અભ્યાસ કર્યાે હતો !! ૧૯૫૪ માં તેઓ સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરતા હતાં !! ૧૯૭૭ અને ૧૯૭૯ વચ્ચે પાલખીવાલા તરીકે સેવા આપી હતી !!

૧૯૭૧ માં તેમણે એક કેસમાં દલીલ કરતા કહ્યું હતું કે, “આપણી લોકશાહીનું અÂસ્તત્વ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા એ અનુભૂતિ પર આધાર રાખે છે”!! તેમણે એમ પણ કહ્યું હતું કે, “ન્યાય જાહેર ફરજ અથવા સદ્દગુણની ભાવના જાહેર માણસોના હૃદયમાં રહે છે જયારે તે મરી જાય છે ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો, કોઈ સુધારો બચાવી શકશે નહીં”!! શ્રી નાની પાલખીવાલા અખબારી સ્વાતંત્ર્યના પ્રખર સમર્થક હતાં અને તેમણે ૧૯૭૨ માં એક કેસમાં એવી દલીલ કરી હતી કે, “સ્ટીલના ઉત્પાદનો આપશે, ન્યુઝ પ્રિન્ટ માણસ દ્વારા જે વિચારે છે તે પ્રગટ કરશે”!!

શ્રી નાની પાલખીવાલા ૧૯૭૪ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજનો કેસ પણ લડયા હતાં અને ગુજરાતના માસ પ્રમોશન કેસમાં વિદ્યાર્થીઓ તરફથી ફાઈનલ હીયરીંગમાં સુપ્રિમ કોર્ટમાં ઉભા રહી વિદ્યાર્થીઓ તરફથી દલીલ કરવાની ખાતરી પણ આપી હતી આ આવા ઉચ્ચકોટિના મહાન એડવોકેટ હતાં શ્રી નાની પાલખીવાલા !!

ભારતની સુપ્રિમ કોર્ટમાં ભારતના સોલીશીટર જનરલ તરીકે સેવા આપનાર માનવ અધિકારોના રક્ષણ માટે પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્વાન ન્યાયશાસ્ત્રી સોલી સોરાબજી આજના યુવાન વકીલોની પેઢી માટે શ્રેષ્ઠ પથદર્શક છે !!

મહાન વૈજ્ઞાનિક સી.વી.રામન કહે છે કે, “તમાર જીવનમાં કોણ પ્રવેશી શકે છે એ દર વખતે તમે નકકી ન કરી શકો, પરંતુ તેમની પાસેથી શું શિખવું એ જરૂર નકકી કરી શકો”!! ભારતની સુપ્રિમ કોર્ટમાં અને દેશની અન્ય અદાલતોમાં વકીલાત કરી પોતાનું અને દેશનું નામ ઉજાગર કરવાની તમન્ના અને મહેનત સાથે જે જે વ્યક્તિએ વકીલાતના ક્ષેત્રમાં પ્રયાસ કર્યાે છે તેઓ મોટા ભાગે સફળ થયા છે !! ૯ માર્ચ, ૧૯૩૦ માં જન્મેલા પારસી પરિવારના આ પુત્ર છે !!

તેઓ મુંબઈ સેન્ટ જેવિયર્સ કોલેજમાં અભ્યાસની શરૂઆત કરી હતી અને મુંબઈની સરકારી લો-કોલેજમાં તેમણે કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું !! ૧૯૭૧ માં શોરાબજી બોમ્બે હાઈકોર્ટના વરિષ્ઠ વ્યક્તિ તરીકે નિયુક્તિ પામ્યા હતાં !! ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી ભારતના સોલિશિટર જનરલ તરીકે સેવા આપી હતી !! ત્યારબાદ ૭ મી એપ્રિલ ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી સોલીસિટર જનરલ તરીકે પદભાર સંભાળ્યો હતો !!

સોલી સોરાબજી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકારના રખેવાળ હતાં અને તે બદલ તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો !! તેઓએ નાગરિક ન્યાય સમિતિમાં પણ કામ કર્યુ હતું !! જસ્ટીસ કે. એસ. હેગડે ફાઉન્ડેશન એવોર્ડ એપ્રિલ, ૨૦૦૬ માં મેળવ્યો હતો !! કિન્લોય ફોબર્સનું રોમન લો અને ન્યાયશાસ્ત્ર ૧૯૫૨ માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતો !! આમ સોલી સોરાબજી પણ આટલી મહેનત કરી શ્રેષ્ઠ વકીલ બનવા માંગતા હતાં જુનીયર વકીલોના પ્રેરણામૂર્તિ છે !!

સુપ્રિમ કોર્ટને ભગવાન બચાવે એવા હેડિંગ સાથે ૨૦૧૮ માં પુસ્તક લખનાર કાયદાક્ષેત્રના તત્વજ્ઞાની અને વિચારક અને વરિષ્ઠ ન્યાયશાસ્ત્રી શ્રી ફલી નરીમાનની જીવન યાત્રા એ યુગનો અંત નથી પણ નવા યુગ માટેની પ્રેરણા છે !!

બ્રિટીશ વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે કહ્યું છે કે, “કુદરતના કાયદાઓને સુસંગત સત્યથી વધુ અદ્દભૂત કોઈ ચીજ આ જગતમાં નથી”!! કુદરતી ન્યાયના સિધ્ધાંતો આ જગતમાં પડયા અને ન્યાય પ્રક્રીયા સાથે જોડાયેલા વકીલો અને ન્યાયાધીશો તેને અનુસરશે તો કોઈપણ ક્ષેત્રના સત્તાધીશો કોઈને અન્યાય કરવાની હિંમત ન કરે આ ધરતી પર કેટલાક ધારાશાસ્ત્રીઓ જન્મે છે અને વિદાય લે છે ત્યારે દુનિયાને નવી દિશા આપતા જાય છે !!

૧૦ જાન્યુઆરી, ૧૯૨૯ ના રોજ જન્મેલા અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ આ ધરતી પરથી વિદાય લેનારા પ્રખર કાયદાશાસ્ત્રી શ્રી ફલી નરીમાનનું જીવન એ દિવાદાંડી સમાન હતું તેથી એક યુગ પુરૂષ તરીકે તેમનું જીવન એ પ્રેરણા સ્વરૂપે હંમેશા શ્રેષ્ઠ વકીલો બનવા માંગતા આજના યુવા ધારાશાસ્ત્રીઓના હૃદયમાં જીવંત રહેશે !! કેશવાનંદ ભારતી કેસે સંસદની મર્યાદાઓ ઉજાગર કરી તેમાં ફલી નરીમાનનો ફાળો અદ્દભૂત અને નોંધપાત્ર હતો !! તેઓ પણ ભારતના સોલીસિટર જનરલ પદે રહી ચૂકયા છે !!

તેમણે વકીલાત ૧૯૫૦ માં મુંબઈમાં શરૂ કરી હતી અને દિલ્હીની સુપ્રિમ કોર્ટ એ તેમની કર્મભૂમિ રહી છે !! ૧૯૯૯ થી ૨૦૦૫ દરમ્યાન તેઓ રાજસભાના સભ્ય હતાં અને રાષ્ટ્રપતિએ તેમને આ સન્માન આપ્યું હતું !! તેમના દિકરા રોહિન્ટન એફ. નરીમાન સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ હતાં તેઓ સુપ્રિમ કોર્ટે આપલા ચૂકાદાની પણ સમીક્ષા કરતા પીછેહટ નહોતા કરતા અને સુપ્રિમ કોર્ટે ૩૭૦ ની કલમ વિરૂધ્ધ જયારે એકપણ ન્યાયાધીશે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય રજૂ ના કર્યાે ત્યારે તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરનારા તેઓ એક માત્ર નિડર ધારાશાસ્ત્રી હતાં !!

વિદ્વાન કાયદાવિદ શ્રી ફલી નરીમાને ૨૦૧૮ માં એક પુસ્તક લખ્યું જેનું મથાળુ છે “સુપ્રિમ કોર્ટને ભગવાન બચાવે” આ પુસ્તક વકીલોએ વાંચવા જેવું છે અને ન્યાયાધીશોએ પણ સમજવા જેવું છે તેમણે જુદા જુદા વિષયો પર અને મુદ્દા પર વિદ્વતાપૂર્ણ અનુભવ પર આધારિત સુંદર રજૂઆત કરી છે આજ એક યુગ પુરૂષનો અંત નથી પણ એક યુગ પુરૂષની અનંતઃ યાદ જીવંત છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.