Western Times News

Gujarati News

GIDCની ૬ કંપનીએ CCTV કેમેરા ન લગાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની અલગ-અલગ કુલ ૬ કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ઔદ્યોગિક હબ ગણાતા સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આકાર પામી છે.કંપનીઓમાં સેંકડો પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે.

ત્યારે કેટલીક વાર ચોરી, ધાડ,લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોઈ જેની ગંભીરતા દાખવી ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કંપનીમાં સીસીટીવી કેમેરા લગાવવા,કોન્ટ્રાકટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું.

ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન ૦૬ કંપનીઓમાં સીસીટીવી ન લગાવવા બદલ પોલીસે જાહેરનામા ભાંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી અને ૬ કંપનીઓના બેજવાબદાર સંચાલકોના વાગરા પોલીસે કાન આમળી પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપતા કંપની આલમમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

સાયખા GIDCમાં આવેલ એસન્ટ બાયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ઓફિસ બિલ્ડીંગમાં જઈ ચેક કરતા કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર નિખિલ ગોવિંદભાઈ પટેલ જેઓને સાથે રાખી કંપની સંકુલ સહિત આજુબાજુમાં ચેક કરતા કોઈ પણ જગ્યાએ સીસટીવી કેમેરા લગાવેલ ન હોવાનું માલુમ પડતા પોલીસે ઈપીકો કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એસન્ટ બાયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મેનેજર નિખિલ ગોવિંદભાઈ પટેલનાઓને વાગરા પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપી હતી.

તો લુના કેમિકલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે લુના કેમિકલ કંપનીમાં આકસ્મિક ચેકીંગ હાથધર્યું હતું.જ્યાં હાજર કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહિદ ભાટીનાઓને સાથે રાખી પોલીસે ચેકીંગ હાથધર્યું હતું.જેમાં કંપની સહિત આજુબાજુમાં પણ કોઈ જગ્યાએ ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવેલ ન હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લુના કેમિકલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહિદ ભાટીનાઓને વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.

નિયમોને નેવે મુકનાર સાયખા GIDC નીજ અન્ય એક કંપની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ત્રીજી ફરિયાદ વાગરા પોલીસ ચોપડે નોંધાઈ હતી.પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ કલરબેન્ડ ડાઈસ્ટ્રોક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ચેકીંગ કર્યું હતું.જ્યાં કોઈ પણ જગ્યાએ ઝ્રઝ્ર્‌ફ લાગેલ ન હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ કલરબેન્ડ ડાઈસ્ટ્રોક પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મેનેજર અમિતભાઈ રતનપુરાનાઓને પણ વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.