Western Times News

Gujarati News

સરકાર કાયદાઓ રચે છે, ન્યાયતંત્ર કાયદાનો અમલ કરવા કડક આદેશ આપે છે છતાં…

… કાયદાના શાસનના રખેવાળ એવા ગુજરાત રાજયના ઉચ્ચ પોલીસ અધિકારી કાયદાના પાલન માટે એકસન પ્લાન નહીં રચે તો ગુન્હાખોરી વકરતી કઈ રીતે અટકશે ?!

તસ્વીર નરોડા પોલીસ સ્ટેશનની છે !! બીજી તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે !! નરોડા પોલીસ સ્ટેશનની હકૂમતમાં તેમજ અમદાવાદ શહેરના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ ડી.જે. દ્વારા ધ્વનિ પ્રદુષણ થઈ રહ્યું છે !! જે તે વિસ્તારમાં કાર્યક્રમ માટે ભાડે આપતા હોલના સંચાલકો દ્વારા અને જ્ઞાતિઓની વાડીઓમાં થતાં કાર્યક્રમ દ્વારા થતાં ધ્વનિ પ્રદુષણમાં સંચાલકો કોઈ ધ્યાન આપતા નથી તેમને ભાડાની આવક સાથે મતલબ છે !!

નરોડા પોલીસ સ્ટેશન માટે એક નાનકડો દાખલો આપવામાં આવે તો નરોડા કઠવાડા રોડ ખારી કેનાલ પાસે આવેલ “વ્યાસવાડી” અનેક પ્રસંગે ભાડે અપાય છે !! જયાં ડી.જે. સાથે આવેલા વરઘોડા અભૂતપૂર્વ ધ્વનિ પ્રદુષણ કરે છે !! વ્યાસવાડીની અંદર લગ્ન પ્રસંગે આયોજીત ગરબાના લાઉડ સ્પીકર ૧૦ વાગ્યા પછી પણ વાગતા રહે છે અને એટલા મોટા અવાજે વાગે છે કે આજુબાજુ રહેતા રહેણાંક વિસ્તારના લોકો, આવા ધ્વનિ પ્રદુષણથી ત્રાસી ગયા છે

આ વ્યાસવાડીના સંચાલકો પાસે પુરતી પા‹કગ વ્યવસ્થા પણ નથી !! પરિણામે કાર્યક્રમમાં આવતા લોકો ગાડીઓ, સ્કૂટરો અને રીક્ષાઓ રોડ ઉપર પાર્ક કરે છે ત્યાંથી પોલીસ વાનો પસાર પણ થાય છે અને આંખ આડા કાન કરી ચાલતી પકડે છે !! આ વિસ્તારમાં આવેલી એક શાળામાં વગાડાતા સ્પીકરનો અવાજ બહાર ન જવો જોઈએ પરંતુ કોઈને કાયદા કાનૂનની પડી નથી !! સરકાર ગમે તેટલા કાયદા કરે પરંતુ તેનો અમલ કરાવનારા પાંગળા હશે તો તેનો કોઈ મતલબ નથી !! આટલું નરોડા પોલીસ સ્ટેશનના ડી.સી.પી., એ.સી.પી. અને પોલીસ સ્ટાફે વિચારવાની જરૂર છે !!!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ગુજરાત રાજયને કાબેલ પોલીસ વડા વિકાસ સહાય મળ્યા છે !! અમદાવાદ શહેરને વિચારશીલ શહેર પોલીસ કમિશ્નર જી. એસ. મલિક મળ્યા છે છતાં અમદાવાદ શહેરમાં ઠેર, ઠેર કાયદાનો ભંગ કરી થતું ધ્વનિ પ્રદુષણ કોઈ અટકાવતું કેમ નથી ?!

નરોડા કઠવાડા રોડ ઉપર વ્યાસવાડીમાં યોજાતાં પ્રસંગો, કાર્યક્રમો દ્વારા થતું ધ્વનિ પ્રદુષણ કે પા‹કગની અપુરતી વ્યવસ્થાને લઈને થતાં રોડ ઉપર પા‹કગ દબાણોને લઈને લોકો પરેશાન છે ૧૦-૦૦ વાગ્યા પછી પણ વ્યાસવાડીમાં મોટેથી ધ્વનિ પ્રદુષણ કરતા કાર્યક્રમો યોજાય છે ?! પોલીસ વાન ત્યાંથી આંખ આડા કાન કરી પસાર થઈ જાય છે ?! આ પોલીસ દારૂના અડ્ડા કઈ રીતે બંધ કરાવશે ?!

Vikas Sahay

ગ્રીક ફિલસૂફ અને વૈજ્ઞાનિક એરીસસ્ટોટલ કહે છે કે, “કાયદો એટલે શાસાન અન સારો કાયદો એટલે સુશાસન”!! જયાર અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “કાયદાઓ ઘડવા કરતા તેનો અમલ થાય એ વધારે અગત્યનું છે”!! દેશમાં કાયદાનું શાસન પળાવવાનું કામ સરકાર, પોલીસ તંત્રનું અને વહીવટી અધિકારીઓનું છે !! પરંતુ ભારતના અનેક રાજયોમાં અને ગુજરાતમાં ગુન્હાઓનું પ્રમાણ કેમ વધ્યું છે ?!

નકલી અધિકારીઓથી માંડીને નકલ કચેરીઓ સુધ્ધા ખુલી જાય ?! લોકો સાથે છેતરપિંડીના, સાઈબર ક્રાઈમના ગુન્હાઓ વકર્યા છે ?! તો આ કઈ રીતે અટકાવી શકાય ?! તેનો વિચાર ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશ્નર શ્રી જી. એસ. મલિકે કરવાની જરૂર છે !! કાયદા ઘટવાથી ગુન્હાખોરી ખતમ થઈ જશે એવું જો સરકાર કે નેતાઓ માનતા હોય તો એ ભુલ ભરેલ છે !!

ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય પોતાના પોલીસ અધિકારીઓ હાઈકોર્ટના આદેશોનું પાલન કરાવશે તો પણ ગુજરાતમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત થશે અને કાયદાની ધાક ઉભી થશે આ માટે “કાયદો” નહીં “કાયદાનો ડર”, એકસનનો ડર જરૂરી છે ?!

અમેરિકાના ઉદ્યોગપતિ અને ફોર્ડ મોટરના સ્થાપક કહે છે કે, “જો પ્રત્યેક વ્યક્તિ સાથે મળીને આગળ ધપે તો સફળતા આપમેળે મળે છે”!! કેન્દ્ર સરકારના ઈન્ડિયન પીનલ કોડ નીચે અનેક કાયદાઓ અÂસ્તત્વ ધરાવે છે જયારે તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્રીમીનલ પ્રોસીજર કોડની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની રચના કરી છે. આ અંગેનું જ્ઞાન અને સમજ ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પોલીસ કર્મચારીઓને આપવી જોઈએ !! નવા કાયદા અંગે ન્યાયવિદો પણ દ્વિધામાં છે પરંતુ જો વૈશ્વિક કાયદાઓ અને ભારતીય કાયદાઓ ગમે તેટલા શ્રેષ્ઠ હોય અથવા ગમે તેટલા કાળજી રાખી બનાવ્યા હોય તો પણ આ કાયદાઓ તો ચુસ્ત રીતે અને કડક રીતે અમલ ન કરાવાય તો તેનો કોઈ અર્થ નથી.

G. S. Malik

ભારતમાં ગુન્હાહીત પ્રવૃત્તિ રોકવા માટે અનેક કાયદાઓ અÂસ્તત્વ ધરાવે છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ કાયદાઓનું અર્થઘટન કરતા તેનો અમલ કરવા માટે પોલીસ તંત્રને અનેક કેસોમાં હુકમ કરે છે પણ આ હુકમનો અમલ સરકાર અને તેનું પોલીસ તંત્ર ન કરે તો કાયદાનું યોગ્ય શાસન રચાતું નથી !! એક સામાન્ય ઉદાહરણ લેવામાં આવે તો સરકારે કાયદો રચ્યો છે કે, રોડ ઉપર લાઉડસ્પીકર સાથે નીકળતા ડી.જે. નો અવાજ કેટલો હોવો જોઈએ ?!

ગુજરાત હાઈકાર્ટ અને સુપ્રિમ કોર્ટેે પણ ડી.જી. જાહેર રસ્તા ઉપર વગાડીને કે કોઈપણ રેસીડેન્ટ એરિયામાં વગાડીને ધ્વનિ પ્રદુષણ કરતા ડી.જે. સામે પગલા લેવા આદેશ આપ્યો છે !! આવા ધ્વનિ પ્રદુષણથી હાઈ બ્લડપ્રેશર થવાના, હાર્ટ એટેક આવવાના અને કાનના પડદાને નુકશાન થવાની સંભાવના હોવા છતાં આવા સામાન્ય કાયદાનો પણ ગુજરાત પોલીસ અમલ કરાવી શકતી નથી ત્યારે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ગમે તેટલા કાયદા ઘડે તેનો કોઈ મતલબ રહે છે ખરો ?! ગુજરાત રાજયના ડી.જી.પી. આ મુદ્દા સાથે ગંભીરતાથી વિચારશે તો તે પ્રજા હિતમાં લેખાશે !!

અમદાવાદ શહેરમાં કાનના પડદા ચીરી નાંખે એટલી હદે કેટલાક ડી.જી. વાળા રોડ ઉપર ખુલ્લેઆમ ધ્વનિ પ્રદુષણ કરે છે પોલીસની ઉપસ્થિતિમાં પસાર થતાં આવા વરઘોડા ગુન્હો કરી શાંતિથી પોલીસની નઝર હેઠળ પસાર થઈ જાય છે !! જો આટલો કાયદો અમદાવાદ શહેરની પોલીસ પળાવી શકતી નથી તો પછી બીજા ગુન્હાઓ કઈ રીતે અટકાવી શકશે ?! શહેર પોલીસ કમિશ્નર શ્રી જી. એસ. મલિક આ મુદ્દે ગંભીરતાથી વિચારશે ?!

ફ્રેન્ચ તત્વજ્ઞાની રેને ડિસ્કાર્ટિસે કહ્યું છે કે, “પ્રત્યેક મુશ્કેલીને નાના ના ટુકડાઓમાં વહેંચી દો અને હલ કરવાનો પ્રયાસ કરો એ હલ થઈ જશે”!! ધ્વનિ પ્રદુષણ રોકવા માટે સરકારે કાયદો રચ્યો છે !! હાઈકોર્ટે તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે છતાં અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા પ્રાસંગિક હોલ, જ્ઞાતિઓની વાડીઓ અને પાર્ટી પ્લોટોમાં અનેક વરઘોડા સ્વરૂપ કે પછી ધાર્મિક જલુસોના નેજા હેઠળ ડી.જે. સ્પીકર સાથે ધ્વનિ પ્રદુષણ કરતા રોડ ઉપરથી લગ્ન સ્થળ સુધી અથવા કાર્યક્રમ સ્થળ સુધી અનેક લોકો ડી.જે. ના તાલે નાચતા – નાચતા નીકળે છે છતાં આવા લગ્ન હોલોના સંચાલકો સામે કે વાડીઓના વહીવટદારો સામે કોઈ પગલા લેવાતા નથી એટલું જ નહીં આવા ડી.જે. સાથેના વરઘોડા સાથે પોલીસ પરવાનગી લઈ આયોજન કરાય છે

તેના આયોજકો સામે પણ કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી. ચોંકાવનારી હકીકત તો એ છે કે, રહેણાંક વિસ્તારમાં આવેલી જગ્યાઓ ભાડે અથવા વ્યવાસયિક હોલોના સંચાલકો કે વ્યવસાયિક ભાડુ ખાતા જ્ઞાતિની વાડીઓના સંચાલકો કોઈ પગલા લેતા નથી !! હકીકતમાં આવા માઈક વગાડવાની કેટલીક જગ્યાએ પરવાનગી પણ લેવાતી નથી અને પોલીસ તંત્રને તેની કાંઈ પડી પણ નથી માટે જ આજે પણ અનેક ગુન્હાઓ આચરનારાને પોલીસનો ડર રહ્યો નથી. આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે
જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.