Western Times News

Gujarati News

ગર્ભવતી મહિલાએ સરકારી નોકરીના ઇન્ટરવ્યૂની તારીખ બદલવા કોર્ટના દ્વાર ખખડાવ્યા

અમદાવાદ, જીપીએસસીની જાતીય અસંવેદનશીલતાનો વિરોધ નોંધાવતા એક મહિલાએ ગુજરાત હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરી. ગુજરાત હાઈકોર્ટે સમક્ષ અરજદારે એવી રજુઆત મૂકી હતી કે, તાજેતરમાં જ લેવાયેલી જીએમડીસીના ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે લેખિત પરીક્ષાઓ પાસ કરી ચુકેલ મહિલા ઉમેદવાર સાથે અન્યાય થઈ રહ્યો છે.

અગાઉ તબક્કાવારની પરીક્ષાઓમાં મહિલા ઉમેદવાર પરીક્ષાઓ પાસ કરી ચુકી હતી. પરંતુ આગામી સમયમાં ડિસેમ્બર ૨૦૨૩માં લેવાનારી ઇન્ટરવ્યૂ દરમ્યાન તેઓ હાજર રહી શકે તેમ નથી.

કારણ કે ઇન્ટરવ્યૂના દિવસો દરમિયાન અરજદાર મહિલા ગર્ભવતી હોવાના લીધે પોતાના નિવાસ સ્થાન ગાંધીધામથી મુસાફરી કરી ગાંધીનગર ઇન્ટરવ્યૂ આપવા જવું તેમના માટે અશક્ય હતું. ડોક્ટરની સલાહ મુજબ મહિલા માટે મુસાફરી કરી શકાય તેમ નોહતી જેથી મહિલાએ જીપીએસસી સંલગ્ન વિભાગને લેખિતમાં પુરાવા સાથે જાણ કરી.

પરંતુ જીપીએસસી દ્વારા મહિલાની અરજીને ધ્યાનમાં નહિ લેવાતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી. આ પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ નિખિલ કેરીએલ સમક્ષ મહિલા તરફથી એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે કોર્ટમાં મુકવામાં આવી.

જેને પગલે એડવોકેટે તમામ યોગ્ય રજુઆત કોર્ટે સામે મૂકી. આ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને મહિલા સાથેની જાતીય અસંવેદનશીલતા દાખવવા અંગે રોષ વ્યક્ત કરતા જીએમડીસી અને જીપીએસસીની ટીકા કરી. તબક્કાવાર હાઇકોર્ટમાં આ પિટિશનમાં સુનાવણી પણ હાથ ધરાઈ અને અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૫ દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા આદેશ કરાયો.

જે બાદ ય્ઁજીઝ્રએ મહિલા માટે વિશેષ ઇન્ટરવ્યૂ ગોઠવ્યું હતું અને તેનું પરિણામ જાહેર થતા મહિલાએ પ્રથમ ક્રમાંક મેળવી નોકરી માટેના ઝુનૂન પ્રદર્શિત કર્યું. કહેવાય છે કે, મહેનત સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે અને આવી મહેનત ગાંધીધામની મહિલાએ નોકરી મેળવવાં કરી પણ જરૂરી સહકાર નહિ મળતા હાઇકોર્ટે સુધી પોહચવું પડ્યું.

પરંતુ ગુજરાત હાઇકોર્ટે મહિલાને ન્યાય અપાવ્યો. અને ગુજરાત હાઇકોર્ટના મહિલાના તરફેણના ચુકાદાની અસર આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા કે સરકારી પરિક્ષાઓમાં આશાસ્પદ ઉમેદવારો માટે મહત્વનો બની રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.