Western Times News

Gujarati News

માદા વાઘ ડાયનાની એલર્જિક અલ્સરેટિવ ડર્મેટાઈટિસની સારવાર કરાઈ

જામનગર, રિલાયન્સ ફાઉન્ડેશનનો વંતારા પ્રોજેક્ટ હાલ ખૂબ જ ચર્ચાઓ વહોરી રહ્યો છે. કારણ કે આ પ્રોજેક્ટ દ્વારા ઇજાગ્રસ્ત, એબ્યુઝ્ડ અને સતામણી કરાયેલા પ્રાણીઓનું રેસ્ક્યુ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અનેક પ્રાણીઓને નવજીવન મળ્યું છે અને તેની સફળતાની ઘણી કહાનીઓ છે.

ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં ૩,૦૦૦ એકરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે. તેમાં ૬૫૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

આ પ્રોગ્રામ હેઠળ ૨૦૦થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટે ગેંડો, ચિત્તો અને મગરના રિહેબિલિટેશનમાં પણ પહેલ કરી છે.

ડાયના નામની માદા વાઘને પણ આ જ પ્રોજેક્ટ હેઠળ નવજીવન મળ્યું છે. ડાયનાને સતત ખંજવાળ અને સતત ચાટવાની ટેવ પડી ગઈ હતી. તેના રેસ્ક્યુઅર્સે તરત જ તેની ટેવની ગંભીરતા નોંધી અને તેની હાલત જોઇ અને તેને મદદ માટે વંતારા ફેસિલિટીઝમાં લાવવામાં આવી.

સેન્ટરમાં એક્સપર્ટની એક ટીમ દ્વારા ડાયનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તે એલર્જીક અલ્સરેટિવ ડર્મેટિટીઝથી પીડાઈ રહી છે, જે હાઉસ ડસ્ટ તરીકે ઓળખાતી સૂક્ષ્મ જીવાતના કારણે થાય છે.

આ માઇક્રોસ્કોપિક જીવાતો ડાયનાની સમસ્યાનું મુખ્ય કારણ હતી, જેના કારણે તેની ચામડીમાં સોજો આવી ગયો હતો. વંતારાના પશુચિકિત્સકોએ તરત જ ડાયનાની ખાસ સારવાર શરૂ કરી દીધી.

તેના શરીરને એલર્જી સામે લડવામાં સક્ષમ બનાવવા માટે તેને ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી આપવામાં આવી હતી અને તેની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તેના આહારની ખાસ કાળજી રાખવામાં આવતી હતી.

સાથે જ તેના રહેઠાણની સ્થિતિને અનુકૂળ બનાવવામાં આવી હતી, જેમાં એલર્જનના એક્સ્પોઝરને ઘટાડવા માટે ખાસ એર-ફિલ્ટર્ડ હાઉસિસ હતા. ધીમે ધીમે ડાયનાની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. તેના ઘાવ પણ રૂઝાવા લાગ્યા અને  સતત આવતી ખંજવાળ અને ત્વચાને ચાટવાનું પણ બંધ થઇ ગયું.

થોડા જ સમયમાં ડાયના આ ખતરનાક એલર્જીથી રીકવર થઇ ગઇ અને હવે તે વંતારામાં પોતાનું જીવન શાંતિથી પસાર કરશે. ડાયનાનું ધ્યાન તેના કિપર્સ દ્વારા રાખવામાં આવે છે.

ડાયનાની સારવાર આ કેમ્પેઇન અને વેટરનરી કેરના પાવરનું જીવંત ઉદાહરણ છે. ડાયના વંતારામાં સંપૂર્ણ રીકવર થઇ ચૂકી છે. વંતારા પ્રોગ્રામ વેનેઝુએલાના નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂઝ જેવી ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે કામ કરે છે અને સ્મિથસોનિયન અને વર્લ્ડ એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એક્વેરિયમ્સ જેવી વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ઓર્ગેનાઇઝેશન્સ સાથે સંકળાયેલી છે.

ભારતમાં વંતારા નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજિકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક વગેરે સાથે કોલાબ્રેશન્સ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીની લીડરશિપ હેઠળ વંતારા પહેલની કલ્પના હકીકતમાં પરીણમી શકી છે.

આપને જણાવી દઇએ કે, અનંત અંબાણી ગુજરાતના જામનગરમાં ૧ માર્ચથી ૩ માર્ચ સુધી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માણશે, જેમાં બિઝનેસ, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્‌સની દુનિયાના સૌથી નામાંકિત ચહેરાઓ સામેલ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.