Western Times News

Gujarati News

‘ઈન્ડિયા’ ગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેંચણી હજી માઈલો દૂર છે

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે બેઠકોની વહેંચણી પર સહમતિ થઈ તે પ્લેટફોર્મ પર પ્રવેશેલ ટ્રેનના બારણા વચ્ચે ઉતાવળે લટકી પડયા હોય તેવો અહેસાસ કરાવે છે. લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણાનો સમય વધુ દૂર નથી, આમ છતાં ગત વર્ષે લાંબા-પહોળા વચન તથા વાયદા ઈરાદાની સાથે બનેલ બે ડઝનથી વધુ વિપક્ષી દળોના ગઠબંધન ‘ઈન્ડિયા’માં બેઠકોની વહેંચણીનો માર્ગ હજી ઘણો દૂર છે.

૮૦ લોકસભા બેઠકોવાળુ ઉત્તર પ્રદેશ પ્રથમ રાજય છે, જયાં ‘ઈન્ડિયા’ના ઘટક દળોમાં અડધા-અધૂરા જોડાણ જ થઈ શક્યા. બેઠકોની વહેંચણીના મુદ્દે આ વ્ય્વસ્થા થઈ. અધૂરી ગોઠવણ એટલા માટે કે જે થયું તે અનુસાર કોંગ્રેસ ૧૭ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે જયારે શેષ ૬૩ ઉપર વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ ના અન્ય ઘટક પક્ષો, જયંત ચૌધરીનો રાલોદના ચલગાવ પછી હવે ઉત્તર પ્રદેશમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં સપા અને કોંગ્રેસ સિવાય આપ જ શેષ છે.

સવાલ એ થાય છે કે આ પક્ષોની સાથે પણ બેઠકની વહેંચણી કરી લેવામાં આખરે કઈ સમસ્યા રહી હશે, કેમકે એની તો ખૂબ વધુ માંગ પણ નહીં થાય…? શું રાલોદ જેવા જૂના સાથી ગુમાવી સપા કેટલાક નાના દળોની સાથે ચાલવાની આશા રાખી બેઠી છે? બેશક રાજનીતિને સંભાવનાઓનો ખેલ કહેવાય છે. એટલે કે ક્યારે શું થઈ જાય, કંઈ કહી શકાય નહી,

આમ છતાં એ સવાલ ઉઠે તે વાજબી છે, કે રાજનીતિક દળોની પાસે હવાની સંભાવનાઓને ગુમાવી નવી સંભાવનાઓની આશા રાખવી પરિપકવતાની કઈ નિશાની છે? સૌથી મોટો સવાલ એ પૂછવો જોઈએ કે શું વિપક્ષી ગઠબંધનમાં બેઠક વહેંચણીને લઈને ખૂબ વિશેષ થઈ ગયો નથી? રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સપા-કોંગ્રેસમાં ખેંચતાણની વચ્ચે અચાનક થયેલ વહેંચણીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા સામે આવી રહી છે.

સવાલ એ પણ થાય છે કે પ્રિયંકાએ આ સક્રિયતા પહેલા કેમ ના દેખાડી? ત્યારે કદાચ બેઠક વહેંચણીમાં અખિલેશની તરફથી પ્રસ્તુત સમીકરણોમાં નારાજ થઈ જયંત પણ ‘ઈન્ડિયા’ છોડી ભાજપાની તરફ ના જાત. એ પણ સાચુ કે ભાજપાના વધતા વર્ચસ્વને ધ્યાનમાં રાખી વિપક્ષી દળોમાં કોઈપણ ગઠબંધનને લોકતંત્રની જીવંતતા માટે શુભ માની શકાય છે. પરંતુ આંકડા બતાવે છે કે સપા-કોંગરેસ મળીને પણ ભાજપાને પડકાર આપવાની સ્થીતિમાં નથી.

હા, માયાવતીની બસપા અને જયંતે ચૌધરીને રાલોદ પણ ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં હોય તો તસવીર બદલવાની આશા રાખી શકાતી હતી. અંજામ દીવાલ પર લખાયેલ શૈલીની માફક સ્પષ્ટ નજરે પડવા છતાં અલગ ચૂંટણી લડવાની માનસિકતાની પાછળ માયાવતીની જે પણ મજબુરી હોય, પરંતુ અખિલેશની સાથે એનું મન દુઃખ કોઈનાથી છુપુ નથી રહ્યું. સપાના નાના નેતા પણ જે પ્રકારે માયાવતી પર ગમે ત્યારે કટાક્ષ કરતા રહ્યા છે, એથી બન્નેની વચ્ચે અવિશ્વાસની ખાઈ પર સદ્‌ભાવનો સેતુ તો હરગિઝ ના બનત.

આલોચકોનું એમ પણ કહેવું છે કે જયંતને સાત લોકસભા બેઠકો આપવાની જાહેરાત પછી અખિલેશે જે પ્રકારે એમાથી ત્રણ પર સપા અને એક પર કોંગ્રેસ ઉમેદવારને રાલોદના ચિન્હ પર લડાવવાનું દબાણ બનાવ્યું, એ પણ ઈમાનદાર ગઠબંધનનું પ્રમાણ કહી શકાય નહી. આ સવાલ તો પૂછાશે જ કે એવું થઈ રહ્યું હતું તો રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ મુકદર્શક કેમ બની રહી ? ગત લોકસભા ચૂંટણીની વાત કરી લઈએ તો ભાજપાએ પ૦ ટકા વોચ પ્રાપ્ત કરી ૬ર બેઠકો જીતી હતી ત્યારે સપા-બસપા અને રાલોદનું ગઠબંધન હતું. છે ને ક્રમશઃ ૧૮.૧, ૧૯.૪ અને પ.૭ ટકા વોટ મળ્યા હતા.

રાલોદનું ખાતુ પણ ખુલી શકયું ન હતું. પરંતુ સપા અને બસપા ક્રમશઃ પાંચ અને દસ બેઠકો જીતવામાં સફળ રહી હતી. ૬.૪ ટકા વોચ મેળવનાર કોંગ્રેસ એકમાત્ર રાયબરેલી બેઠક જ જીતી શકી હતી, અમેઠીમાંથી રાહુલ ગાંધી સુધી ચુંટણીમાં હાર ખાઈ ચુકયા હતા સ્પષ્ટ છે કે સંયુકત વિપક્ષ જ ભાજપાને ચૂંટણી ટકકર આપી શકતા હતા પરંતુ રાજનીતિક દળોમાં નેતાઓ જ મહત્વાકાંક્ષાના પગલે આ તક ગુમાવી દેવી પડી.

વાત બહારની કરીએ તો મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે મળવાથી પલ્લુ ભાજપા અને એના નેતૃત્વવાળા એનડીએના પક્ષમા ઝુકેલું લાગે છે. એક રીતે ૧ર૦ લોકસભા બેઠકો પર પડકાર આપવાનો મોકો વિપક્ષે ગુમાવી દીધો છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.