Western Times News

Gujarati News

34 વર્ષની મુરતિયો 13 વર્ષની કન્યા સાથે લગ્ન કરવા આવ્યોઃ હંગામો થતાં ભાગવું પડ્યું

પ્રતિકાત્મક

સુરતમાં ૧૩ વર્ષની સગીરાનાં ૩૪ વર્ષની વ્યક્તિ સાથે બાળલગ્ન કરાવાતાં હંગામો -પોલીસે બંને પક્ષોને સમજાવીને લેખિત બાંયધરી લઈને બાળકીને તેના મા-બાપ સાથે મોકલી મુરતિયાને મુંબઈ રવાના કર્યાે

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવારજનો દ્વારા માત્ર ૧૩ વર્ષની સગીરાનાં ૩૪ વર્ષીય પુરુષ સાથે લગ્ન કરાવવાની ઘટના સામે આવતા હંગામો મચ્યો હતો. બાળલગ્ન અને તેમાં પણ દીકરીને મરજી વિરૂદ્ધ કરાયેલા આ લગ્નની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. 34-year-old came to marry 13-year-old girl: had to flee due to commotion

પોલીસ ભવિષ્યના સામાજિક પડકારોને સમજી ફરિયાદ નોંધવાનું ટાળી બાળકીના માતા-પિતાને સમજાવી બાંયધરીપત્ર લખાવી પરિવારજનો સાથે મોકલી આપી હતી.
પાંડેસરામાં રહેતા એક પિતાએ પોતાની માત્ર ૧૩ વર્ષની માસુમ દીકરીના બે દિવસ પૂર્વે લગ્ન કરાવ્યા હતા. પિતાએ મુંબઈ ખાતે રહેતી બાળકીની માસીના પરિચિત યુવક સાથે વિવાહ નક્કી કર્યા હતાં. અને પાંડેસરામાં જ આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં આ બંનેના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા

સગીરવયની દીકરી લગ્ન માટે તૈયાર નહતી છતાં તેનાં બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવી રહ્યાં હતાં એટલે તેણીએ હિંમત દાખવી પડોશમાં રહેતા પરિવારને તેના લગ્નની જાણ કરી હતી. પડોશીઓ સમક્ષ તે રડવા લાગી હતી. પડોશીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યાે હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી હતી. બાળકીએ પોલીસ સમક્ષ પોતાની સમગ્ર આપવીતી વર્ણવતાં એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મુંબઈથી લગ્ન કરવા માટે આવેલા બાળકીની ઉંમરથી ત્રણ ગણી ઉંમરના ૩૪ વર્ષના મુરતિયા ઈન્દ્રજીતને તો પોલીસે લીલા તોરણે વળાવી દીધો હતો. જો કે, બાળકીના માતા-પિતાને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવામાટે કાયદેસરના પગલાં ભરવાની ચીમકી આપી હતી. બીજી તરફ બાળકીના પિતાએ પણ આ પ્રકારના કૃત્ય બદલ બાંહેધરી આપવાન સાથે બાળકીની મરજી વિરૂદ્ધ કરવામાં આવેલા લગ્ન ફોક કરવાની તૈયારી દર્શાવી હતી. પરિણામે પોલીસે કાનૂની પગલાં લીધા ન હતા.

આ ઘટના અંગે મહિલા અને બાળમિત્રોના કોઓર્ડીનેટર પિયુષ શાહ ઉપર પાંડેસરામાં રહેતા પરિવારનો ફોન આવ્યો હતો ૧૩ વર્ષની બાળકીના મરજી વિરૂદ્ધ તેનાથી ત્રણ ગણી ઉંમરના ૩૪ વર્ષના ઈન્દ્રજીત નામના પુરુષ સાથે બળજબરીથી પાંડેસરાના કાશી વિશ્વનાથ મંદિરમાં કરાવી દીધા છે. સવારે તેઓ બાળકીને બળજબરી મુંબઈ મોકલી દેવાના છે. બાળકી ડરીને તેના પડોશીના રૂમમાં પહોંચીને રડતા રડતા મદદ કરવા વિનંતી કરે છે. માહિતી મળતાં જ બાળમિત્રએ પાંડેસરા પોલીસને સાથે રાખીને પોલીસ સ્ટેશન બધાને લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.