Western Times News

Gujarati News

કપડવંજમાં બિન ઉપયોગી મિલ્કતોના બારી-બારણાં-ફર્નિચરને ઉધઈ ખાઈ રહી છે

જૂનું તા.પં.નું બિલ્ડીંગ, જૂનું ન્યાય મંદિર, પી.એન.ટેકનિકલ હાઈસ્કૂલ, જુનું રેસ્ટ હાઉસ સહિતની દયનીય હાલત-બિન ઉપયોગી મિલ્કતોની સાથે બારી-બારણાં, કબાટ, ફર્નિચર પણ નકામા બની રહ્યા છે, કાં તો ચોરાઈ ગયા છે અથવા ઉધઈ ખાઈ રહી છે. 

કપડવંજ, કપડવંજમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમજર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ બિન ઉપયોગી મિલ્કતોની સાથે બારી-બારણાં, કબાટ, ફર્નિચર પણ નકામા બની રહ્યા છે, કાં તો ચોરાઈ ગયા છે અથવા ઉધઈ ખાઈ રહી છે. આમ સરકારની મિલ્કતોની સત્વરે જાળવણી થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે સમયની માંગ છે.

કપડવંજમાં તાલુકા સેવા સદનના કેમ્પસમાં આવેલ જુનું તાલુકા પંચાયતનું બિલ્ડીંગ, જુનું ન્યાય મંદિર, ડાકોર રોડ પર આવેલ પી.એન. ટેકનિકલ હાઈસ્કૂલ, નદી દરવાજા પી.ડબલ્યુ ડી કેમ્પસમાં આવેલ જુનું રેસ્ટ હાઉસ, મોડાસા રોડ બાગમાં આવેલ કોમ્યુનિટી હોલ, એમ.પી.હાઈસ્કૂલની પાછળ સ્પોટર્સ કોમ્પલેક્ષ, ડાકોર ચોકડી પર આવેલ જુનો ન્યાયાધીશનો બંગલો, મીના બજાર ફાયર સ્ટેશન બહારનું મકાન (કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ વાળું મકાન)નો વર્ષોથી કોઈ ઉપયોગ થતો નથી

અને બંધ હાલતમાં છે. સરકારની અબજોની આ મિલકતમાં અનેક બિલ્ડીંગોના બારી-બારણાં, વાયરીંગ ચોરાઈ ગયા છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે અથવા તો કચરાપેટી બની ગયા છે. અને નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ બિનવારસી બિલ્ડીંગોની દેખરેખ રાખવાની, જાળવણી કરવાની જવાબદારી કોની છે?
ઉપરોકત બિલ્ડીંગોમાં કોમ્યુનિટી હોલ, જુનો ન્યાયાધીશનો બંગલો, જુનં રેસ્ટ હાઉસ ખંડેર હાલતમાં,

જુનું કોર્ટ બિલ્ડીંગ જર્જરીત, જયારે પી એન ટેકનીકલ હાઈસ્કૂલ, સ્પોટર્સ કોમ્પલેક્ષ, વિદ્યાર્થી સંઘ અને જુનું તાલુકા પંચાયતનું બિલ્ડીંગ સારી હાલતમાં છે અને તેનો ઉપયોગ કરી શકાય તેવી હાલતમાં છે અને તેની પણ જો જાળવણી અને યોગ્ય ઉપયોગ ન થાય તો તે પણ સમય જતાં જર્જરીત અને ખંડેર હાલતમાં ફેરવાઈ જશે. આ ઉપરાંત નગરપાલિકાના ત્રણ કોમ્પલેક્ષ પણ તૈયાર થઈને પડી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.