Western Times News

Gujarati News

વલસાડમાં નાડકર્ણી હોસ્પિટલ દ્વારા ” નારી શક્તિ પુરસ્કાર ” કાર્યક્રમ ૧૦ માર્ચે યોજાશે

(તસ્વીરઃ અશોક જોષી) વલસાડ જિલ્લાના પારડી સ્થિત નાડકર્ણી પરિવારે કેન્સર રોગ ઉપર વર્ષો સુધી સંશોધન કર્યા બાદ પોતાની તબીબ માતા એવી પૂર્ણિમા નાડકણીનું કેન્સરમાં અવસાન થતા માતાની યાદમાં તબીબ પુત્રો દ્વારા પ્રથમવાર વલસાડમાં ૧૦ માર્ચ ૨૦૨૪ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ” નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિ પુરસ્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જેમાં અલગ અલગ વિભાગમાં સામાજિક સેવા કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવનાર બાબતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વલસાડ પારડી અને વાપીમાં નાડકર્ણી ૨૦ ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ધરાવતા તબીબ ડૉ. અક્ષયભાઈ નાડકર્ણીએ કહ્યું કે મારી માતા સ્વ. પૂર્ણિમાબહેન નાડકર્ણી તેમજ અમારા પરિવાર દ્વારા વર્ષો સુધી કેન્સર ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું.

જે બાદ મારી માતા ડૉ. પૂર્ણિમા બહેનનું કેન્સરમાં અવસાન થયું હતું. માતા ડોક્ટર પૂર્ણિમા બહેન નાડકર્ણી દ્વારા નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કેન્સરના જરૂરીયાતમંદ આદિવાસી વિસ્તારના દર્દીઓને મફત સારવાર આપવામાં આવતી હોય છે. માતાની યાદમાં તબીબ પુત્ર ડૉ. અક્ષય ભાઈ નાડકર્ણીએ વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં, હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર

નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશનના સહયોગથી પ્રતિષ્ઠિત ‘ડૉ. પૂર્ણિમા નાડકર્ણી નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ’ નું આયોજન ૧૦મી માર્ચના રોજ વલસાડના સ્ટેડિયમ રોડ સ્થિત મોંઘાભાઈ હોલ ખાતે સવારે ૧૦ – ૩૦ થી બપોરે ૧ કલાક દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઈવેન્ટનો ઉદેશ્ય સશક્તિકરણ અને સ્થિતિસ્થાપકતાની ભાવનાને મૂર્તિમંત કરીને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર ઉત્કૃષ્ટ મહિલાઓનું સન્માન અને ઓળખ કરવાનો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.