Western Times News

Gujarati News

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના ફૂડવાન માલિકો છ મહિનાથી ભાડું ભરતા નથી 

મ્યુનિસિપલ શાસકો લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના વેપારીઓથી અન-હેપ્પી :શહેરના સાત ઝોન દબાણ મુક્ત કરવા કવાયત

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદમાં ખાણીપીણી માટે પ્રખ્યાત લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ઊભી રહેતી 22 જેટલી ફૂડવાનમાંથી 14 જેટલા કેટલીક ફૂડવાનના માલિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને લાંબા સમયથી ભાડું ચૂકવવામાં આવ્યું નથી. આ ફૂડવાન માલિકોને એક અઠવાડિયામાં ભાડાની રકમ ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે.

જો ફૂડવાન માલિકો સમયસર બાકી ભાડાની ભરપાઈ નહિ કરે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામા આવશે. આ ઉપરાંત ઝોનદીઠ એક રોડ દબાણ મુક્ત કરવા માટે ટી.પી.કમિટીમાં ચર્ચા થઈ હતી.

મ્યુનિસિપલ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હરાજીથી ફૂડવાન ઊભી રાખવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જેના પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 80 હજારથી લઈ 1.30 લાખ સુધીનું ભાડું વિવિધ ફૂડવાનના માલિકો પાસેથી લેવામાં આવે છે.

22 માલિકો હાલમાં લો ગાર્ડનમાં ઊભા રહે છે. જેમાંથી 14 જેટલા ફૂડવાનના માલિકો દ્વારા છેલ્લા છ મહિનાથી ભાડું ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે. જેની કુલ રકમ રૂ.1 કરોડ જેટલી થાય છે. જો એક અઠવાડિયામાં તેઓ ભાડું નહીં ચૂકવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફૂડવાનને ઉભી રહેવા દેવામાં આવશે નહીં.

કોરોના કાળમાં ધંધો બંધ રહેતા તેમને ભાડામાંથી મુક્તિ પણ આપવામાં આવી હતી પરંતુ, છેલ્લા છ મહિનાથી આ ફૂડવાનના માલિકો દ્વારા ભાડું ચૂકવવામાં આવતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 22 ફૂટબાન ને પરવાન આપવામાં આવ્યા હતા તે પૈકી એક પાર્ટી એ એનો પરમાણુ પરત કર્યો છે જ્યારે છ ફૂટ ઘણા લાંબા સમયથી બંધ છે બાકી રહેતા ભગવાન માલિકો પૈકી મોટાભાગના લોકોએ ભાડા ભર્યા નથી.

શહેરની સડકો પર વધી રહેલા દબાણ દૂર કરવા માટે વારંવાર ટકોર કરવામાં આવે છે પરંતુ જવાબદાર વિભાગ ઘ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી ઝોનદીઠ એક રોડ દબાણ મુક્ત કરવા માટે 15 દિવસ અગાઉ ચર્ચા કરવામાં આવી હતી. જેના માટે જે તે ઝોનના ડે. એસ્ટેટ ઓફિસરોને તેમની પસંદગી મુજબ ના રોડ પર કાર્યવાહી કરવા કહ્યું છે .તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.