Western Times News

Gujarati News

મ્યુનિ. કાઉન્સિલર બજેટ ખર્ચ કરવામાં ગોતા વોર્ડના કોર્પાેરેટરો બેદરકાર

મ્યુનિસિપલ ભાજપ પક્ષના પૂર્વ અને વર્તમાન નેતા પણ બજેટ ખર્ચ કરવા માટે નિષ્ક્રિય

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાે. દ્વારા પ્રજાના સેવકોને પ્રજાકીય કામો માટે દરવર્ષે બજેટ આપવામાં આવે છે. પરંતુ કેટલાંક કોર્પાેરેટરો પ્રજાકિય કામો અત્યંત બેદરકાર સાબિત થયા છે. ભારતીય જનતા પાર્ટીની નો રીપીટ થિયરીના કારણે પણ દરવર્ષે બજેટ વણવપરાયેલ રહે છે. જેનું મુખ્ય કારણ કેટલાક નવા કોર્પારેટરોને બજેટ લખવામાં તકલીફ પડે છે. AMC Gota ward corporators careless in spending councilor budget

શહેરના ૧૯૨ કોર્પાેરેટરો પૈકી લગભગ ૧૫ જેટલા કોર્પાેરેટર બજેટ ખર્ચ કરવામાં નિષ્ક્રિય સાબિત થયાં છે. ખાસ કરીને ગોતા વોર્ડનાં કોર્પાેરેટરો મોખરે છે આ ઉપરાંત દરિયાપુર, ભાઈપુરા, નવરંગપુરાના કોર્પાેરેટરો પણ પ્રજા માટે પ્રજાના જ રૂપિયા ખર્ચ કરી શક્યા નથી.

અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના ગોતા વોર્ડના કોર્પાેરેટરો છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન તેમણે ફાળવવામાં આવેલ બજેટ ખર્ચ કરવામાં બેદરકાર સાબિત થયાં છે. ગોતા વોર્ડનાં ચાર કોર્પાેરેટરો પૈકી એકમાત્ર પારૂલબેન જ બજેટનો વ્યવસ્થિત ઉપયોગ કરી શક્યા છે. જ્યારે અન્ય ત્રણ કોર્પાેરેટરોના પૈસા ખર્ચ થયા જ નથી. ૨૦૨૧-૨૨ના વર્ષમાં મ્યુનિ.ભાજપ પક્ષના તત્કાલિન નેતા ભાસ્કરભાઈ ભટ્ટનું પણ રૂ.૪૭૫૫૩૦નું બજેટ ખર્ચ થયું નહોતું.

તેવી જ રીતે ઈસનપુરના મૌલિક પટેલના રૂ.૬૪૪૮૦૦, લાંભાના માનસી સોલંકીનું રૂ.૩૦૨૩૧૦૦, વટવાના ગીરીશભાઈ પટેલનું રૂ.૪૪૨૦૦૦ અને ચાંદખેડાના રાકેશ બ્રહ્મભટ્ટનું રૂ.૪૧૪૭૧૦ જ્યારે સ્ટેડિયમ વોર્ડમાં રÂશ્મબેન ભટ્ટના રૂ.૯ લાખ ખર્ચ થયા નહતા. ૨૦૨૨-૨૩માં વિરાટનગરના રણજીતભાઈ વાઘ રૂ.૫૮૭૭૬૭, થલતેજના નિરુબેન ડાભી રૂ.૩૩૩૦૮૫૭,

બાપુનગરના અશ્વિનભાઈ પેથાણીના રૂ.૪૫૨૯૪૦, સાબરમતીના હિરલ ભાવસારના રૂ.૩૯૧૯૩૮ અને રમેશભાઈ રાણાના રૂ.૩૬૯૮૧૭નું બજેટ વણવપરાયેલ રહ્યું હતું. વર્તમાન નાણાંકીય વર્ષમાં ૨૯ ફેબ્રુ.ની સ્થિતિએ ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના તમામ કોર્પાેરેટરના તમામ બજેટ મોટાભાગે ખર્ચ થયા નથી. જેમાં મ્યુનિ.ભાજપ નેતા ગૌરાંગ પ્રજાપતિના રૂ.૧૫૪૮૧૩૨, વસંતીબેન પટેલના રૂ.૧૨૩૩૧૩૨, કમલેશભાઈ પટેલ રૂ.૧૩૯૮૮૨ છે.

આ ઉપરાંત વર્તમાન નાણાંકીય વર્ષમાં ઠક્કરબાપાનગરના કોર્પાેરેટર કંચનબેન રાદડિયાના રૂ.૧૨૯૮૬૦૦, બાપુનગરના જયશ્રીબેનના રૂ.૯૦૫૮૭૦, મકતમપુરાના સુહાનાબેન મન્સુરીના રૂ.૯૭૧૯૧૫ તેમજ સાબરમતીના ચેતનાબેન પટેલનો રૂ.૧૮૬૫૧૮૩ ખર્ચ થયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.