Western Times News

Gujarati News

કોટક બેંક અને મેકસ ફાઈનાન્સ પાસેથી AMC ટેક્ષ વિભાગે રિકવરી કરી

મ્યુનિસીપલ પ્રોફેશનલ ટેક્ષ વિભાગે રૂ.૧૧.૯૯ લાખની રિકવરી કરી

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોફેશનલ ટેક્ષની વસુલાતને વધુ સઘન બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત ગઈકાલે તંત્ર સીજીરોડ પરની કોટક બેક લિમીટેડ મેકસ ફાઈનાન્સ વગેરે એકમો પર ત્રાટકયું હતું. પ્રોફેશનલ ટેક્ષની વસુલાતને આક્રમક અને અસરકારક બનાવવા માટે ઝોનદીઠ બનાવવા માટે ઝોનદીઠ ચાર ટીમ લેખે કુલ ર૮ ટીમની રચના કરવામાં આવી છે. AMC tax department recovered from Kotak Bank and Max Finance

આ ટીમો દ્વારા શહેરમાં આવેલી મોટી પ્રોપર્ટી જેવી કે, વાહનોના ઓથોરાઈઝડ ડીલર્સ પેટ્રોલપંપ, હોટલ અને રેસ્ટોરાં હોસ્પિટલ, સ્કુલ-કોલેજ, મોલ અને મલ્ટીપ્લેકસ મોટા ઔધોગીક એકમો તથા અન્ય એકમોમાં તબકકાવાર રૂબરૂ સ્થળ તપાસ કરવવામાં આવી રહી છે. જે અંતર્ગત સત્તાવાળાઓએ સીજી રોડ પરની કોટક બેક લીમીટેડ, મેકસ, ફાઈનાન્સ એપોલો, હેલ્થ કેર મેડીઆસી પ્રાઈવેટ લીમીટેડ નેચર હેર એન્ડ બ્યુટી સીટી ગ્રુપ ગ્લોબલ સર્વીસીઝ લીમીટેડ

જે.એમ ફાઈનાન્સીય હોમ લોન હીરેન એન.શાહ નિમડસ આંતરરાષ્ટ્રીય અને નેટ ફોર નસ્ટસહીતના એકમોની સ્થળ તપાસ કરીને પ્રોફેશનલ ટેક્ષ વિભાગ તેમને નોટીસ ફટકારી હતી. આ એકમોએ પ્રોફેશનલ ટેક્ષ ભર્યો ન હોય કે અપુરતો ભર્યો હોય તેવા સંજોગોમાં તેમને તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે.

પ્રોફેશનલ ટેક્ષ વિભાગે ટેક્ષની વસુલાત માટે કુલ ૬૯ર પ્રોફેશનલ ટેક્ષધારકોના એકમોની રૂબરૂ સ્થળ તપાસ કરી હતી જે પેકી કુલ ૬૭૩ પ્રોફેશનલ ટેક્ષધારકોને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજતંત્રએ કુલ રૂ.૧૧,૯૯,૯પ૧ની રીકવરી પણ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.