Western Times News

Gujarati News

રખડતાં શ્વાનો સમાજ માટે ખતરોઃ મનુષ્યોનું હિત પ્રાથમીક, શ્વાન પ્રેમીઓને ટકોરઃ હાઈકોર્ટ

પ્રતિકાત્મક

(એજન્સી નવીદિલ્હી, રસ્તા પર તથા શેરીઓ -ગલ્લીઓમાં ખુલ્લા રઝળતાં શ્વાનો અંગે કેરળ હાઈકોર્ટ મહત્વની ટીપ્પણી કરી છે. એક કેસની સુનાવણી વખતે કોર્ટે કહયું હતું કે રખડું શ્વાનોની તુલનાએ મનુષ્યોને પ્રાથમીકતા આપવી જોઈએ. આ આવારા શ્વાનો સમાજમાં ખતરો ઉભો કરી રહયા છે.

જસ્ટીસ પીવી કુન્હિકૃષ્ણને કહયું કે વાસ્તવીક શ્વાન પ્રેમીઓએ મીડીયામાં લેખ લખવાને બદલે તેમની સુરક્ષા માટે સ્થાનીક સંસ્થાનોની મદદ માટે આગળ આવવું જોઈએ જો તેમની વાતોમાં તથ્ય હોય તો વધુમાં કોર્ટે કહયું કે ડોગ લવર્સ પશુ જન્મ નિયંત્રણ નિયમો અને કેરળનગર પાલીકા અધિકનીયમની જોગવાઈઓને અનુરૂપ આવારા શ્વાનોને રાખવા માટે લાયસન્સ મેળવવા આવેદન સાથે સ્થાનીક અધિકારીઓની સંપર્ક કરી શકે છે.

જે ખરા શ્વાન પ્રેમીઓ છે. તેમને લાયસન્સ આપી શકાય છે. જો તેઓ કાયદા-નિયમ અનુસાર તેમની રક્ષા કરવા તૈયાર હોય તો કોર્ટે માન્યું કે નાના બાળકો, યુવાઓ અને વૃદ્ધો પ્રત્યે આવારા શ્વાનોના હુમલા અને ખતરો રહે છે કે સાથે કહયું કે આવારા શ્વાનોની રક્ષા કરવી જોઈએ પરંતુ મનુષ્યોના જીવની કિમત નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.