Western Times News

Gujarati News

J&Kના મધ વેચતા યુવક નઝીમ સાથે PM મોદીએ કેમ સેલ્ફી લીધી?

સ્કુલે જતાં બાળક નઝીમ ધાબા પર મધમાખીના બે બોક્સ રાખ્યા હતા અને શાળાએથી પાછા ફરી મધમાખીઓની દેખરેખ રાખતો હતો. 

નાઝિમે તેની વેબસાઇટ 2020 માં શરૂ કરી હતી અને હવે દર વર્ષે 1000 કિલો મધનું વેચાણ કરે છે. “2023 માં, મારી પાસે 2000 મધમાખીની પેટીઓ હતી અને 5,000 કિલો મધનું વેચાણ કર્યું હતું,” નાઝિમે કહ્યું, જેની સાથે હવે 100 થી વધુ લોકો કામ કરે છે.

જમ્મુ , ગુરુવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્થાનિક ઉદ્યોગસાહસિક સાથે વાતચીત કરી અને તેમની સાથે સેલ્ફી પણ શેર કરી હતી. જમ્મુ કાશ્મીરમાં જાહેર સભા દરમ્યાન યુવકે પ્રધાનમંત્રીને જણાવ્યુ હતું કે ભૂતકાળમાં એક એકઝીબીશન દરમ્યાન PMના કટઆઉટ સાથે મેં સેલ્ફી લીધી હતી, હવે આપ જ્યારે અહીં આવ્યા છો તે મારી ઈચ્છા આપની સાથે સેલ્ફી લેવાની છે.

પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, કાર્યક્રમ પૂરો થાય પછી હું પ્રયત્ન કરીશ કે SPGના જવાનો મારી મુલાકાત તમારી સાથે કરાવે.

“મારા મિત્ર નાઝીમ સાથેની એક યાદગાર સેલ્ફી. તે જે સારું કામ કરી રહ્યો છે તેનાથી હું પ્રભાવિત થયો હતો. જાહેર સભામાં તેણે સેલ્ફીની વિનંતી કરી અને તેને મળીને ખુશ થયો. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ,” પીએમ મોદીએ X પર પોસ્ટમાં જણાવ્યું હતું.

નાઝીમ નઝીર, જેઓ પુલવામાના રહેવાસી છે અને મધમાખી ઉછેરશાસ્ત્રી છે, તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની સફર વિશે વડાપ્રધાન સાથે વાત કરી હતી.

નઝીરે જણાવ્યું કે તેણે 2018માં જ્યારે તે ધોરણ 10માં હતો ત્યારે મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો હતો. “મેં મારા ધાબા પર મધમાખીના બે બોક્સ રાખ્યા હતા. શાળાએથી પાછા ફર્યા પછી, હું મારા ટેરેસ પર જતો અને મધમાખીઓની સંભાળ રાખતો. મારું ધોરણ 10 પૂરું કર્યા પછી, મેં આને વ્યવસાયમાં કેવી રીતે ફેરવવું તે વિશે વિચારવાનું શરૂ કર્યું,” તેણે કહ્યું. જણાવ્યું હતું.

નાઝિમે કહ્યું કે તેણે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ સાથે, તેમણે 50% સબસિડી સાથે 25 મધમાખીના બોક્સ ખરીદ્યા. “પ્રથમ તો, મેં 75 કિલો મધ કાઢ્યું. મેં આ મધ મારા ગામમાં વેચ્યું અને 60,000 રૂપિયા કમાયા, જે મારી પહેલી કમાણી છે. મારો પરિવાર ખુશ હતો. હું ખૂબ પ્રેરિત બન્યો,” નાઝિમે કહ્યું.

નાઝિમે તેની વેબસાઇટ 2020 માં શરૂ કરી હતી અને હવે દર વર્ષે 1000 કિલો મધનું વેચાણ કરે છે. “2023 માં, મારી પાસે 2000 મધમાખીની પેટીઓ હતી અને 5,000 કિલો મધનું વેચાણ કર્યું હતું,” નાઝિમે કહ્યું, જેની સાથે હવે 100 થી વધુ લોકો કામ કરે છે.

પીએમ મોદીએ નાઝીમની પ્રશંસા કરતા કહ્યું કે, “અમે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ વિશે સાંભળ્યું છે. પરંતુ આજે નાઝીમ જેવા યુવાનોના કારણે આપણું કાશ્મીર મીઠી ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે.”

બાદમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં નાઝિમે કહ્યું, “PM મોદીએ મને મારી મધના ધંધાની મુસાફરી વિશે પૂછ્યું અને તેમણે કેટલાક સૂચનો પણ આપ્યા. અંતે, મેં PM મોદીને મારી સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી અને તેમણે મારી વિનંતી પૂરી કરી. તે ખરેખર મારા માટે ખુબ સુંદર ક્ષણ હતી. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.