Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લાના વિકાસને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન

ભરૂચ ખાતે ₹ 226.84 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના વિકાસને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કર્યું.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, ગૃહ તથા શિક્ષણ સહિત વન અને પર્યાવરણ સહિતના વિભાગોના આ પ્રકલ્પો જિલ્લામાં સુખાકારીમાં અભિવૃદ્ધિ કરશે. આજે દેશના જન-જનમાં મોદીજીની ગેરંટી પ્રત્યે અતૂટ વિશ્વાસ છે, કારણકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસને કેન્દ્રમાં રાખી વિકાસના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તેવી સુવ્યવસ્થા ઉભી કરી છે.

તેમના જ માર્ગદર્શનમાં આગળ વધીને રાજ્ય સરકારે સામાન્યજનની સુખાકારીનો યજ્ઞ ઉપાડ્યો છે. સૌને સાથે મળીને વિકસિત ભારત – વિકસિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવાનું આહવાન આજના અવસરે કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.