Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર મહિલા કર્મચારીઓ માટે આયોજિત ઉત્સવ પ્રવૃત્તિઓ મારફતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો. આ સમારંભ મંડળના વિવિધ વિભાગોની કેટલીયે મહિલા કર્મચારીઓને તેમની નિરંતર મહેનત, સમર્પણ અને રેલવેમાં યોગદાન માટે સન્માનિત કરવા સાથે સંપન્ન થયો. International Women’s Day 2024 was celebrated with great enthusiasm by the Ahmedabad Railway Board

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અભિયાનનો વિષય “ઈન્વેસ્ટ ઈન વૂમેન : એક્સલરેટ પ્રોગ્રેસ” અદ્વિતિય અને વિવિધતા પર વિચાર અને વિશ્લેષણ કરીને લિંગ-ઉત્તરદાયી બજેટીંગ પર કેન્દ્રિત છે. આ કાર્યક્રમ દરમિયાન મંડળ કચેરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સિંગિંગ, ડાન્સ, મિમિક્રી, કવિતા અને શાયરીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજના માનસિક રોગ વિભાગની પ્રમુખ ડૉ. નીતા મહેતાએ વૂમેન હેલ્થ પર આયોજિત સેમિનારમાં સર્વાઈકલ, ગર્ભાશય વગેરે મહિલા સંબંધિત કેન્સર પર વ્યાખ્યાન આપ્યું.

મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ માહિતી આપતાં જણાવ્યું કે પાછલા કેટલાક વર્ષોથી મહિલાઓ પોતાને એ રીતે પ્રદર્શિત કરવામાં સક્ષમ થઈ છે કે લોકોની માનસિકતા સમાજમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કામને ઓળખવા માટે બદલાવવા લાગી છે. આ મહિલાઓના અધિકારો, યોગદાન, શિક્ષણ અને તેમના કેરિયરના અવસરો વગેરે વિશે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. અમદાવાદ મંડળ ઉપર પણ મહિલા રેલવે કર્મચારી સંપૂર્ણપણે પુરૂષ કર્મચારીઓ સાથે ઉત્કૃષ્ટ કામ કરી રહી છે. ટ્રેન ચલાવવાથી લઈને અઘરાથી અઘરા કામ સક્ષમ રીતે કરી રહી છે.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદની અધ્યક્ષા શ્રીમતી સંગીતા શર્માએ કાર્મિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહિલાઓથી સંબંધિત બૂકલેટ સંગિનીનું અનાવરણ કર્યું તથા પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારતીય સમાજમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓની ભૂમિકા હંમેશાથી અત્યંત મહત્વપૂર્ણ રહી છે, કાંતો અમે પરિવારની વાત કરીએ અથવા સમાજની,

રાજનીતિની અથવા પછી અર્થવ્યવસ્થાની મહિલાઓ દરેક સ્થાન પર પોતાની ભૂમિકા અંત્યંત ઉત્તમ રીતે ભજવતી આવી છે. આજે દુનિયાનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પોતે સાબિત નથી કર્યું મહિલાઓએ પોતાની પ્રતિભાનો પરચો દરેક ક્ષેત્રમાં આપ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન શ્રીમતી સંગીતા શર્માના માર્ગદર્શનમાં સંગઠન દ્વારા મંડળ ઉપર કાર્યરત 29 મહિલા કર્મચારીઓને તેમના દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કામ માટે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી.

સિનિયર મંડળ કાર્મિક અધિકારી શ્રી જિતેશ અગ્રવાલના માર્ગદર્શન અને કર્મચારી હિત નિધિના સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં કર્મચારી હિત નિધિના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.