Western Times News

Gujarati News

મહી કેનાલમાં ગાબડાં અને મોટી તિરાડો જોવા મળી

આણંદ, આણંદ જિલ્લા સિંચાઈ વિભાગની લાપરવાહી અને લાલીયાવાડીને લઇ ઉમરેઠ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉમરેઠના વણસોલ અને સૈયદપુરા પાસેથી પસાર થતી મહી કેનાલમાં ગાબડાં અને મોટી તિરાડોને લઇ આજુબાજુના ખેતરોમાં પાણીનું કેનાલમાંથી લીક થઇ રહ્યું છે. જેને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકશાન થઇ રહ્યું છે.

ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, વણસોલ, સુરાશામળ સીમમાંથી મહી સિંચાઈ વિભાગની મોટી કેનાલ પસાર થાય છે. આ કેનાલમાંથી કનેલાવ અને પરિએજ તળાવમાં બારે માસ પાણી આપવામાં આવે છે. જેને લઇ બારે માસ આ કેનાલમાંથી પાણી વહે છે. જો કે કેનાલમાં અંદર ઠેર ઠેર ગાબડાં અને મોટી મોટી તિરાડો પડી ગયેલ હોઈ કેનાલ જમણ થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાતા બારે માસ જમીનમાં ભેજ રહેતા ખેડૂતો કોઇ પાક લઈ શકતા નથી. તેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખડૂતો દ્વારા આ બાબતે મહિ સિંચાઈ વિભાગમાં રજૂઆત કરીને કેનાલમાં પ્લાસ્ટર કરવામાં આવે તેવી માંગ અનેકવાર કરવામા આવેલ છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. ઉમરેઠના સૈયદપુરા અને વણસોલ સીમમાં કેનાલ ઠેર ઠેર લીકેઝ અને જમણ જોવા મળી રહ્યું છે.

જેથી કેનાલની આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ઘુસી રહ્યાં છે. મોટાભાગે બારે માસ ખેતરો ભેજવાળા અને પાણી ભરેલા રહે છે. જેમાં સૈયદપુરા વિસ્તારમાં ૫૦ વીઘા, વણસોલ વિસ્તારમાં ૬૦ વિઘા,મેઘવામાં ૪૦ વિઘવા, શુરાસામળમાં ૩૦ વીઘા જમીનમાં કાયમી ભેજ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેતરો જોડતા રસ્તા પર પાણી ભરાઈ રહેતા અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે ને છે. જમીનમાં સતત ભેજ રહેતો હોવાથી પાકની રોપણી મોટાભાગે નીષ્ફળ જાય છે. જેથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આ અંગે સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ દ્વારા તાત્કાલીક સિંચાઈ વિભાગમાં પત્ર લખીને કેનાલનું સમારકામ કરવાની માંગ કરશે અને આ અંગે સિંચાઈ વિભાગનાં મંત્રીને પણ પત્ર લખવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.