Western Times News

Gujarati News

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવે તેવી વકી

અમદાવાદ, ગુજરાતમાં હવે ફરી ગરમીના દિવસો આવી ગયા છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ઉંચકાય તેવી ભયાનક આગાહી છે. રવિવારે અમદાવાદ સહિત ૧૨ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીને પાર નોંધાયું હતુ. તો રાજકોટમાં ૩૬.૫ સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ત્યારે હવે માર્ચ મહિનામાં જ ૪૦ ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે. આ વચ્ચે જ ગુજરાતમાં વાતાવરણ પલટાશે.

ગુજરાતમાં ફરીથી વાદળો મંડરાશે. ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનાં ફેરફાર જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા તેમજ હળવો વરસાદ થઈ શકે છે. સાથો સાથ પવન પણ ફૂકાંશે/

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, તારીખ ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, ૧૫ તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો થશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. વધુમાં કહ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ૧૦ તારીખથી જ પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરી છે.
ગઈ કાલે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે, આજથી લઘુત્તમ તાપમાનમાં ૪ થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે. આગામી ૨૪ કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે.

આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું ૫ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે.

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.