Western Times News

Gujarati News

મોરબીના સીરપકાંડના સુત્રધારે અગાઉ ૩ ગાડી માલ મંગાવ્યો હતો

ચોથી ગાડી પકડાઈ જતાં આરોપી એલસીબી પોલીસના સકંજામાં

મોરબી, મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી કરોડોનીકિમતનો નશાયુકત સીરપનો જથ્થો ઝડપાયા બાદ હવે આ પ્રકરણનો મુખ્ય સુત્રધાર પકડાઈ ગયો છે. આરોપી કફ સીરપને રીપેરીગ કરી ટાઈલ્સની આડમાં ત્રિપુરા મોકલતો હોવાનું ખુલ્યું છે. તે અગાઉ પણ ત્રણ વખત ગાડી મંગાવી ચુકયો હતો, ત્યાં સુધી પોલીસના ધ્યાને ચઢયો નહતો. જોકે ચોથી ગાડી મંગાવતા પોલીસની ઝપટે ચડી ગયાનું તપાસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુમજબ નશીલા સીરપની તપાસ કરતી મોરબી એલસીબીની ટીમે રંગપર નજીક એક ગોડાઉનમાં રેડ કરી હતી. જયાંથી કફ સીરપની ૯૦ હજાર બોટલ, કિમત રૂ.૧.૮૪ કરોડ ચોખાની કુલ બોરીઓ નંગ ૬૩૦ વજન કિલો ૧પ,૭પ૦ કિલો કિમત રૂ.૪.૪૧ લાખ સહીત રૂ.ર.૦૪ કરોડની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ સમયે આરોપી મનીષ ઝાલાવાડીયા તેમજ ટ્રકચાલક અને ટ્રકકલનીર પકડાયા હતા. ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવીકુમાર કંડીયા, ત્રિપુરાથી માલલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હતા. જેથી એ ડીવીઝન પોલીસે ટીમે વધુ તપાસ ચલાવી હતી. અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવી મહીપત કંડીયાને ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ આરોપી રવી કંડીયા ધનબાદથી માલ મંગાવતો હતો. અને રી પેકીગ કરી ટાઈલ્સની આડમાં ત્રિપુરા મોકલતો હતો. જે ગોરખધંધો ગત તા.ર૦ ફેબ્રુઆરીએ શરૂ કર્યો હતો. અગાઉ ત્રણ વખત ગાડી મંગાવી ચુકયો હતો અને ચોથી ગાડી મંગાવી ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. આરોપી રવી ત્રિપુરાથી માલ મોકલનાર મસુદ આલમના સંપર્કમાં હતો અને તેની સાથે મિલીભગતથી ગોરખધંધો ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.