Western Times News

Gujarati News

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ

નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ભલે ગમે તેટલી ખટાશના કેમ ન હોય, પાકિસ્તાનથી આપણા દેશમાં ઘણી વસ્તુઓ આવે છે.

આપણે રોજિંદા જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જોકે આપણને જાણ નથી હોતી કે, તે પાકિસ્તાનમાંથી આવી રહી છે. તો ચાલો અમે તમને આવી જ અમુક વસ્તુઓ વિશે જણાવીએ. જણાવી દઈએ કે પાકિસ્તાનથી ઘણી એવી વસ્તુઓ ભારતમાં આવે છે જે આપણા સામાન્ય જીવનમાં ઘણી ખાસ બની ગઈ છે. આ લિસ્ટમાં પહેલું નામ કેરીનું છે.

જી હાં, ભારતમાં સ્વાદથી ખાવામાં આવતી દશેરી અને સિંધોરી કેરી પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત તમે જે ખજૂર અને જામફળ ખૂબ જ સ્વાદથી ખાઓ છો તે પણ પાકિસ્તાનમાંથી જ મંગાવવામાં આવે છે. આ સિવાય આપણે આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે જે મુલતાની માટીનો ઉપયોગ કરીએ છીએ તે પણ પાકિસ્તાનથી આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઉપવાસ દરમિયાન આપણે જે સિંઘવ મીઠાંનો ઉપયોગ કરીએ છીએ તે પણ પાકિસ્તાનમાંથી આવે છે. હકીકતમાં, સમગ્ર એશિયામાં સિંધવ મીઠું ફક્ત પાકિસ્તાનમાં જ મળે છે. સાથે જ સ્વાસ્થ્ય અને બુદ્ધિના વિકાસ માટે જે બદામ ખાવામાં આવે છે તે પણ પાકિસ્તાનથી જ આવે છે. અખરોટ અને કેટલાક ડ્રાયફ્રુટ્‌સ પણ પાકિસ્તાનમાંથી નિકાસ કરવામાં આવે છે.

કેટલાક તેલના બીજ અને ફળો પણ પાકિસ્તાનથી પણ આવે છે. ભારતમાં જે ઊનમાંથી સુંદર સ્વેટર બનાવવામાં આવે છે તે પણ પાકિસ્તાનથી જ આવે છે. આ રીતે, એવી ઘણી વસ્તુઓ છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ તે ક્યાંથી આવે છે તે આપણે જાણતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.