Western Times News

Gujarati News

એમેઝોન સાથે છેતરપિંડી કરવા 8 ડિલીવરી બોયે લગાવ્યુ દીમાગઃ 97 લાખનું કૌભાંડ

પ્રતિકાત્મક

ગ્રાહકોના ટીવીના ઓર્ડર કેન્સલ કરાવી તેની જગ્યાએ સસ્તા-ડેમેજ ટીવી જમા કરાવતા-૯૭.૬પ લાખના ટીવી બારોબાર વેચી મારવાનું કૌભાંડ

(એજન્સી)અમદાવાદ, એમેઝોન કંપની સાથે આઠ ડિલીવરી બોયઝે ૯૭.૬પ લાખની છેતરપિડી આચરતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે. આરોપીઓ એમેઝોન કંપનીમાંથી મંગાવેલા ટીવીના ઓર્ડર કેન્સલ કરાવી તેની જગ્યાએ બારોબાર સસ્તા અને ડેમેજ ટીવી કંપનીમાં જમા કરાવતા હતા.

જેની જાણ ઓપરેશન મેનેજરને થતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. આ અંગે તેમણે શીપમેન્ટ ડીલીવરી સાથે સંકળાયેલા સાજીદહુસેન શેખ રહે. દાણીલીમડા સતીષ યાદવ, રહે. નારોલ જાકીરહુસેન શેખ રહે. પેટલાદ હિમાંશુ વાઘેલા રહે. સુરેન્દ્રનગર જાવેદખાન પઠાણ રહે. વેજલપુર અફરોજ પઠાણ રહે. સંકલીતનગર જયેશકુમાર ત્રિવેદી રહે. અમદાવાદ અને લતીફ પઠાણ રહે. સરખેજ સામે ફરીયાદ નોધાવી છે.

રાણીપમાં રહેતા અને વાડજ ખાતે વેલેકસ લોજીસ્ટીક પ્રા.લી. નામની કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. કે, ગત રપ ઓગષ્ટ ર૦ર૩માં તેમને એમેઝોન કંપની દ્વારાશ મેઈલ કરવામાં આવ્યો હતો. કે અલગ અલગ કંપનીના ટીવીના શીપમેન્ટ ડીલીવરી કરવા માટે આપેલા છે.

જેમાં ઘણા શીપમેન્ટ ડીલીવરી થયા વિના પરત આવ્યા છે. આ અંગે તેમણે ટીમ મારફતે તપાસ કરાવતા છેલ્લા રપ દિવસમાં ૧૦૬ ટીવીના શીપમેન્ટમાં તપાસ કરતા તેમાંથી ૯૦ ટીવી આશરે કિંમત રૂ.પ૭.૩૯ લાખના મોડલ બ્રાન્ડ તથા સીરીયલ નંબર અલગ અલગ હોવાનું જાણવા મળ્યું હતું.

કે ડીલીવરી કરવા જતા સ્ટાફના માણસો ડીલીવરી સ્ટાફ સાથે મીલીભગત કરી ઓર્ડર કેન્સલ થયાનું બહાનું કાઢીને ઓરીજીનલ ટીવી બદલી તેના સ્થાને જુના ડેમેજ અને સસ્તા એલસીડી ટીવી કંપનીમાં જમા કરાવી દેતા હતા. આ અંગે તપાસ કર્યા બાદ કુલ ૧૪૭ ટીવી કિમત રૂ.૯૭.૬પ લાખના ફેરબદલ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.