Western Times News

Gujarati News

શાહીબાગ કેન્ટોનમેન્ટમાં ગેરકાયદે ઘુસેલો સિક્કીમનો શખ્સ પકડાયો

File

આર્મીને સમગ્ર વિસ્તારની તપાસ કરવા આદેશઃ પકડાયેલો શખ્સ પૂછપરછમાં સહકાર ન આપતો હોવાનું સામે આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હાલમાં સીએબી અને એનઆરસી મુદ્દે દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. કેટલાંક સ્થળોએ તોફાની તત્ત્વો  દ્વારા ભારે તોડફોડ પણ કરવામાં આવી છે.ે અને પોલીસ ઉપર પણ હુમલો કરવાની ઘટનાઓ બની છે. બીજી તરફ કલમ ૩૭૦ પણ હટાવ્યા બાદ આતંકવાદીઓ ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા છે. અને સેના પણ તેમને ભારતીય સરહદમાં ઘુસવાથી રોકી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિમાં  સંવેદનશીલ વાતાવરણનો માહોલ સર્જાયો છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મીના કેન્ટોનમેન્ટમાથી સિક્કીમના એક શખ્સની અટક કરવામાં આવી છે.


સિક્કીમનો શખ્સ લગભગ એક મહિનાથી શહેરમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. તારની વાડ ઓળંગીને કૈન્ટોનમેન્ટમાં ઘુસી ગયેલા આ શખ્સ ઉપર આર્મી સિક્યુરીટીની નજર પડતા જ તેને બંદુકની અણીએ ે અટકાવી દેવામાં આવ્યો હતો. સંવેદનશીલ અને સામાન્ય નાગરીકો માટે પ્રતિબંધિત ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવેશેલા શખ્સની જાણકારી મળતા આર્મીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અને તેની પૂપરછ કરતાં હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ એ આપી શક્યા નથી.

છેલ્લા કેટલાંક દિવસોથી નાગરીકતા કાયદા મુદ્દે દેશભરમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વના રાજ્યમાં આ કાયદા વિરૂધ્ધ સૌથી વધુ દેખાવો થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં પણ લગભગ સતરેક વર્ષ બાદ પત્થરમારા જેવી ઘટના બનતા તમામ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ત્યારે ગઈકાલે શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટમાં વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે એક ઈસમ તારની વાડ કૂદીને ઘુસતો દેખાયો હતો. જેથી ત્યાં ફરજ પરના હાજર સિપાઈ રાકેશકુમાર ચૌધરી અને ગોડવીન રૂબસ્વ બંન્નેએ તેનો પીછો કરી તેને કબ્રસ્તાન રોડ નજીકથી ઝડપી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ જગન્નાથ આદિત્ય વિશ્વાસ (રહે.એસ.એમ.ખુરાના કંપની, એરપોર્ટ ફાયર સ્ટેશન પાસે, સરદારનગર) હોવાનું ખુલ્યુ છે. બંન્ને સિપાઈએ તેને વહેલી સવારે અંધારામાં ગ્રેનેડીયન બટાલીયનની તારની ફેન્સીંગ હોવા છતાં એરિયામાં ઘુસી આવવાનું કારણ પૂછતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. મુળ સિક્કીમના ચુમ્બુર્ગનો રહેવાસી જગન્નાથ છેલ્લા રર દિવસથી એરપોર્ટ ઉપર લેબર વર્ક કરતો હોવાનું ખુલ્યુ છે.

૧૯ વર્ષીય જગન્નાથ અંગે સિપાઈઓએ આર્મીના અધિકારીઓને પણ જાણ કરી હતી. જા કે તેમને પણ જગન્નાથે કોઈ જવાબ ન આપ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેના પગલે આર્મીના અધિકારીઓએે સુચના આપતા શાહીબાગ પોલીસને જાણ કરી શકમંદ જગન્નાથને સોંપી દેવાયો હતો. જ્યાં પોલીસ હવે તેની સઘન પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર ખુબ જ સંવેદનશીલ ગણાય છે. આ સામાન્ય નાગરીકોનો પ્રવેશ નિષેધ છે. કેટલાંક સમય અગાઉ આર્મીના કેન્ટોનમેન્ટમાં ફૂડ ડીલીવરી કરતા શખ્સો જાસુસી કરતા પકડાયો હતો. ત્યારબાદ સિક્કીમનો શખ્સ ગેરકાયદેસર રીતે ઘુસી આવતા આર્મી અધિકારીઓ અને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ઘટના બાદ આર્મીએ સમગ્ર કેન્ટોનમેન્ટ વિસ્તારની તપાસ કરવા આદેશ આપ્યા હતા. અને તમામ સિપાઈઓને ચાંપતી નજર રાખવા સુચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.