Western Times News

Gujarati News

દેશનું એક એવું ગામ, જ્યાં સાપને પરિવારનો એક સભ્ય ગણાય છે

(એજન્સી)નવી દિલ્હી, ભારત એક અનોખો દેશ છે જ્યાં વિવિધ જંગલી પ્રાણીઓની સાથે સાપની વિવિધ પ્રજાતિઓ પણ છે. સાપ એક એવો જીવ છે જેની આપણા ધર્મમાં પૂજા પણ થાય છે.

જેમ ભગવાન વિષ્ણુ શેષનાગ પર વિશ્રામ કરે છે તેમ શિવશંકરે નાગને પોતાના ગળામાં ધારણ કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું ગામ છે જ્યાં સાપથી બચવા માટે નહીં પરંતુ તેમને પોતાના ઘરે બોલાવવા માટે તૈયારીઓ કરવામાં આવે છે.

તેને જીવંત પ્રાણી તરીકે નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો તરીકે ગણવામાં આવે છે. હા, આ ગામના દરેક ઘરમાં બેડરૂમ, રસોડું કે આંગણા જેવી જરૂરી વસ્તુઓની સાથે સાપના રહેઠાણ માટે બિલ પણ બનાવવામાં આવે છે. આ ગામ દુનિયાના અન્ય કોઈ ખૂણે નહીં પરંતુ ભારતમાં જ છે.

આ ગામ મહારાષ્ટ્રનું શેતફળ છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું શેતફળ ગામ પુણેથી ૨૦૦ કિલોમીટર દૂર છે. આ એક સુંદર ગામ છે, પરંતુ તેની સૌથી મોટી ખાસિયત તેમાં બનેલા ઘરો છે. આ ગામ સાપ અને મનુષ્યના સહ અÂસ્તત્વની અનોખી અને ખૂબ જ સુંદર વાર્તા કહે છે. નાગપંચમીના દિવસે દેશભરમાં સાપની પૂજા કરવામાં આવે છે. પરંતુ શેતફળના લોકો આ સાપ સાથે વર્ષના એક દિવસ માટે નહીં પરંતુ આખું વર્ષ રહે છે.

રસપ્રદ વાત એ છે કે આ ગામ સાપને પોતાના પરિવારનો સભ્ય માને છે. તેથી આ સાપ ફક્ત ઘરોમાં બનેલા છિદ્રોમાં જ રહેતા નથી, પરંતુ તમે તેમને ઘરના કોઈપણ ભાગમાં ફરતા પણ જોશો. સાપ માટે બનાવેલ આ જગ્યાને ‘દેવસ્થાનમ’ કહેવામાં આવે છે.

જો સાપને પરિવારનો સભ્ય માનવામાં આવે છે, તો કાળજી લેવી પડશે અને આ વિચારને ધ્યાનમાં રાખીને દરેક ઘરમાં આ સાપોને ખોરાક આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં આ સાપ આ ગામના કોઈપણ વિસ્તારમાં સરળતાથી ફરતા જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.