Western Times News

Gujarati News

બે ખોબા જેટલું ભિક્ષા ભોજન અને બે ખોબાં જેટલું પાણી ગ્રહણ કરતાં હતાં વિદ્યાસાગરજી મહારાજ

“દિગંબર જૈન સમાજના મહામહિમ સ્થવિર પરમ પૂજ્ય સંત શિરોમણિ વિદ્યાસાગરજી મહારાજ !”

“બે ખોબા જેટલું ભિક્ષાભોજન અને બે ખોબાં જેટલું ઉકાળ્યા બાદ ઠંડુ થયેલું પાણી જ ગ્રહણ કરતાં. એમના આહાર-વિહાર અને પ્રતિકુળ હવામાનમાં જીવનભર નિર્વસ્ત્ર રહી સભાન અવસ્થાએ સંલેખના (ઈચ્છા મૃત્યુ) કરનાર આ ધર્મ પુરુષ મેડીકલ સાયન્સ માટે સંશોધનની મોટી ચેલેન્જ છે !”

“જૈન ધર્મમાં સૌથી ઉચ્ચ કોટીનું શાસ્ત્ર એ ‘આગમ’ ગણાય છે. આને સમજવું- પાતળું અને આગમ ના સંદેશ દર્શન મુજબ જીવનને અનુસરવું એ જૈન સાધુ- સાધ્વીઓ, મૂનીવર ગણ માટેની ફાઈનલ ગાઈડ છે. આગમના ૧ર ગ્રંથો છે. તીર્થકંર મહાવીર ભગવાનની વાણીને ગ્રંથરૂપે શબ્દોમાં પ્રસ્તુત તે આગમ ગ્રંથ ! ”

“આચાર્ય ભગવંત વિદ્યાસાગરજી એ ર૧ વર્ષની ઉંમરે અજમેરમાં દિક્ષા લીધી હતી. માતૃભાષા કન્નડ હતી. સંસ્કૃત, પ્કૃત, હિંદી અને મરાઠી ભાષાઓના વિશેષજ્ઞ હતાં. સાહિત્યકાર હતાં. એમનું રચિત ‘મૂક માટી’ નામનું મહાકાવ્ય જેનો હિંદી ઉપરાંત આઠ જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયો છે !”

“તાજેતરમાં-૧૮મી ફેબ્રુઆરી, ર૦ર૪- જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયના શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પરમપૂજ્ય ગુરુદેવ વિદ્યાસાગરજી મહારાજનો દેહાંત થયો. જેને જૈન ધર્મના શબ્દાર્થમાં કાળધર્મ પામ્યા એમ કહેવાય અને દિગમ્બર સંપ્રદાયમા શબ્દાર્થે ‘સંલેખના’ શબ્દ વપરાય છે. આ સંલેખના એટલે ઈચ્છામૃત્યુ. જે એમણે જ નક્કી કર્યું હતું !

જૈન ધર્મમાં સૌથી ઉચ્ચ કોટીનું શાસ્ત્ર એ આગમ ગણાય છે. આ આગમને સમજવું- પાળવું અને આગમના સંદેશ દર્શન મુજબ જીવનને અસુરવું એ જૈન સાધુ- સાધ્વીઓ મૂનીવીર ગણ માટેની અંતિમ અને ફાઈનલ ગાઈડ છે. આગમના ૧ર ગ્રંથો છે અને એનો સંદેશ શાણપણ, આંતરદ્રષ્ટિ અને બુÂધ્ધના સુભગ સંયોજનનો સંદેશ છે. તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ- વાણીને શબ્દોમાં પરોવીને ગ્રંથરૂપે પ્રસ્તુત થયેલ આ ધર્મગ્રથ એ આગમ. જેમાં વસ્તુ તત્વનું પૂર્ણ જ્ઞાન સમજાવેલું છે.

જૈન ધર્મના મુખ્ય બે ફીરકાઓ (શાખા)- એક શ્વેતામ્બર અને બીજી દિગમ્બર છે ! જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયના સાધુએ નિર્વસ્ત્ર જ હોય છે. હાથમાં કમંડળ અને મોરપિંછ સિવાય પરિવહન દરમ્યાન બીજું કાંઈજ હોતું નથી ! મોરપિંછ એ સૂક્ષ્મ, ન દેખાતા જીવો ની જગ્યાને હળવેકથી સાફ કરીને જ સાધુ પોતાનું સ્થાન ગ્રહણ કરે. અહિંસાનો સુક્ષ્મતમ ભાવ એમાં રહેલો છે. દિગમ્બર જૈન સાધુ ચૂસ્ત અપરિગ્રહના નિયમને અનુસરે છે. જેમાં કશું જ પોતીકું નહી- અને વસ્ત્ર પણ નહીં !

પરમપૂજ્ય ગુરુદેવ વિદ્યા સાગરજી મહારાજ નો જન્મ વર્ષ ૧૯૪૬માં સદાગણા નામના (મધ્યપ્રદેશ) ગામડામાં થયો હતો. એમના ૭૭ વર્ષના (સીત્તોતેર વર્ષ) સમયકાળ દરમ્યાન એમણે જૈન ધર્મના ઉપલબ્ધ તમામે તમામ શાસ્ત્રનો શબ્દોના ગ્રંથસ્થ આગમ ને એમણે બરાબર પચાવ્યા હતાં. આગમના પ્રત્યેક વિધાનો મુજબ જ એમનું જીવન જીવ્યાં હતાં.

છત્તીસગઢના રાજનંદગાવ જીલ્લાના ડોંગરગઢમાં ચંદ્રગિરી તીર્થમાં ત્રણ દિવસની ઈચ્છામૃત્યુ પૂર્વેની મૌન સાધના પાળી સંલેખના (સમાધિ) ધ્વારા એમનો કાળધર્મ થયો હતો. એમની રાહબરીને અનુસરવા એમના જ દિક્ષાર્થી શિષ્ય જેમણે ૧૯૮રમાં ગુરુવંત વિદ્યાસાગરજી પાસી દિક્ષા લીધી તે ગ્યાન સાગરજી મહારાજ હવે આ જૈન દિગમ્બર સંપ્રદાયના સુકાની બન્યા. દયોદય ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ ધ્વારા એમના અનુયાયીઓ ગુરુદેવના આદર્શો મુજબ યથાવત કાર્ય કરી રહેલ છે. જેમાં પ્રાણીમાત્ર માટે અહિંસા તેમજ જીવદયા એ મુખ્ય કર્મ છે.

આચાર્ય ભગવંત વિદ્યાસાગરજી મહારાજ એ અજમેરમાં ર૧ વર્ષની (એકવીસ વર્ષ) ઉંમરે દિક્ષા લીધી હતી. માતૃભાષા કન્નડ હતી. પણ સંસ્કૃત પ્રાકૃત, હિંદી અને મરાઠી ભાષાઓનાં વિશેષજ્ઞ હતાં. તેઓ અગ્રણી સાહિત્યકાર હતાં.

એમના સમગ્ર સાહિત્યમાં સૌથી વિશેષ તે એમનું રચિત્‌ ‘મૂકમાટી’ નામનું મહાકાવ્ય !! જેનો હિંદી ઉપરાંત આઠ જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયાં છે. એમના સાહિત્ય પર લગભગ એકસો જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે.

એમનું કોઈ બેંક ખાતું જ ન હતું. કોઈપણ પ્રકારનો મોહ નહીં. સંપૂર્ણત નિર્વસ્ત્ર રહયા (દિગમ્બર), ક્યાંય પણ માયા નહીં- અબજો રૂપિયા જેમના એક અવાજે એમની ઉપર ન્યોછાવર થાય તેઓએ ક્યારેય ધન ને સ્પર્શ પણ નથી કર્યો ! જીવનભર ખાંડ (સાકર) ચાખી જ નથી. જીવનભર નમક (મીઠું) ચાખ્યું નથી. જીવનભર સૂવા માટે ચટાઈ કે દરી પણ વાપરી નથી. એલોપેથીની કોઈપણ દવાઓ ક્યારેય લીધી નથી.

કેવળ બે ખોબા જેટલું ભિક્ષા ભોજન ખોબામાં જ લેવાનું અને તેટલો જ એમનો આહાર હતો !!! ચોવીસ કલાક દરમ્યાન સીમિત- બે ખોબા જેટલું- ઉકાળેલું પાણીજ ગ્રહણ કરવાનું (ઉકાળ્યા બાદ ઠંડુ થયું હોય તેવું). જીવનભર દહીનો ત્યાગ. લીલોતરી શાકભાજી કે ફળફળાદિ જીવન દરમ્યાન ખાધા જ નથી. તેલનો ત્યાગ. સૂકામેવાનો

પણ ત્યાગ અને બધાંજ પ્રકારની ભૌતિક સગવડોનો સદંતર ત્યાગ એવા આ અકલ્પીય મહાન ઉચ્ચ આત્મકક્ષાના મહાન ધૂરંધૂર હંમેશા એક પડખે જ સૂતા,- ચાદર, ગાદલું કે ઓશીકું કશું જ વાપરતા નહીં! સમગ્ર ભારતમાં સૌથી વધુ દીક્ષા અપાવનાર આ જૈન સાધુ પુરુષને અવતાર માનવામાં આવતાં ! જેને સૌ કોઈ ધર્મવાળાઓ પૂજનીય ગણતાં. સમગ્ર દેશમાં આ એક જ અવતારી ધર્મગુરુ હતાં જેમના નજદીકના કુટુંબીજનો પણ સંયમપૂર્વક એમનાં જ ધર્મના માર્ગે હતાં !!

શહેરથી દુર, પર્વતો પર યા નદીઓના કિનારાઓ પર યા વેરાન મેદાનોમાં તેઓ આધ્યાÂત્મક સાધનામાં રચ્યા પચ્યા રહેતાં ! કાતિલ ઠંડી હોય કે સખત ગરમી હોય તેઓ નિર્વસ્ત્ર જ વિહાર કરતાં અને ક્યારે ક્યાં જવાનું છે તેની કોઈનેય પણ જાણ કરતાં નહીં ! પ્રચાર કે જાહેરાતોમાં જ ધર્મ છે એવું માનતા જ નોતા. એમણે આચાર્ય ભગવંત દેશભૂષણજી પાસે દિક્ષા લીધેલી- જેમાં આજીવન બ્રહ્મચર્યના શપથ સાથે ત્રણ દિવસના નકોરડા ઉપવાસ કર્યા હતા !

મૂંગા પ્રાણીઓ માટે- વિશેષ કરીને ગાયો માટે એમનામાં અસાધારણ કરૂણાભાવ રહયો હતો. તાંબા જેવો ઝગારા મારતો દેહ, આગમ નો ઉપાસક આ સંત શિરોમણિ વાસ્તવમાં સાક્ષાત્‌ તીર્થંકર બની રહયાં ! હજારો ગાયો માટે ગૌશાળાઓ, નાના બાળકો માટે સંખ્યાબંધ નિશાળોની રચના કરનાર આ ચૂસ્ત દિગમ્બર જૈન મહાત્મા- દિગમ્બર સંપ્રદાયના શાસન પ્રભાવક પૂજનીય ગુરુદેવ બની રહયાં હતાં !

આગમ શાસ્ત્રને દિવ્યતર સમજ ધ્વારા પચાવનાર ગચ્છાધિપતિ મહામહિમ સંઘસ્થવિર બની રહયાં ! પ્રવર્તમાન યુગના દિગમ્બર જૈન સમાજના આ પ્રભુ અવતાર ને આ અખબારના માલિક-તંત્રી-સર્વે કર્મચારીઓ- સંવાદ દાતાઓ કોટી કોટી વંદના પાઠવે છે ! સમાધિ મૃત્યુની થોડીક ક્ષણ પહેલાં એમનો છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ ઓમ (ૐ) હતો !!! અને એટલું બોલીને માથું નમાવી મહા સમાધિમાં લીન થઈ ગયાં હતાં !!

પ્રવર્તમાન જગતના એ વર્ધમાન હતાં એમ કહેવું એ લગીરેય અતિશયોક્તિ નથી !! એમના જવાથી જાણે જ્ઞાન નો ભંડાર અસ્ત બની રહયો તેવી લાગણી એમના સૌ કોઈ અનુયાયીઓ ભીની આંખે અનુભવી રહયાં છે ! એક માનવીમાં પણ બ્રહમની અભિવ્યક્તિ થાય, બ્રહમના દર્શન થાય તો તેના પ્રકાશમાં માર્ગ શોધીને હજારો સંસારિક લોકો આગળ વધે.

એમના જીવનપથ ના ચરણોમાં સહાય, પરસ્પર વેર નહીં પણ સમન્વય, વિનાશ નહીં પણ સંવાદિતા અને કલહ નહીં પણ શાંતિ તેમજ પ્રાણીમાત્ર માટે ભરપૂર કરૂણા દ્રશ્યમાન થાય છે ! અને તેથી જ એમના ધર્મ કર્તવ્યના ધ્વજ પર લખાશે અમારા મહામહિમ સંઘ સ્થવિર પૂરમપૂજ્ય વિદ્યાસાગરજી મહારાજ !

એમના આહાર- વિહાર અને પ્રતિકૂળ હવામાનમાં જીવનભર નિર્વસ્ત્ર રહી સભાન અવસ્થાએ સંલેખના (ઈચ્છામૃત્યુ) કરનાર આ ધર્મપુરુષ મેડીકલ સાયન્સ માટે સંશોધનની મોટી ચેલેન્જ છે !

જેમનું કોઈ ઘર નથી, ધોબીની કોઈ જરૂરત નથી, તેમ છતાંયે સૌ કોઈને એમનાં કર્મોને ધોઈને ચોકખાં અને ઉજળા કરનાર આ દિગમ્બર સંત શિરોમણિ જૈન ધર્મના પ્રભાવક એવાં કોહીનૂર બની રહયાં ! અહીં એક વાત લખવી છે કે દિગમ્બર જૈન સંપ્રદાયમાં સ્ત્રીઓ માટે નિર્વસ્ત્ર આજ્ઞા નથી ! ભલે તે સાધ્વી બને – દિક્ષાર્થી બને ! પણ અન્ય સર્વે ધર્મકાર્યો, આગમના અભ્યાસની સાથોસાથ આહાર ચર્યા ઈત્યાદિ નિયમોનું સંયમપૂર્વક પાલનને અનુસરવું એ મુખ્ય છે !!

દિગ્મ્બર જૈન સાધુ ને આહાર આપતાં ગૃહીણીઓ મનોમન આચાર્ય દોલત સાગરજી લિખિત ગાથા ગાતી હોય છે જે આ પ્રમાણે છે ઃ- “મુનીવર આજ મેરી કુટીયા મેં આયે હૈ
ચલતે ફીરતે હો.. હો
ચલતે ફીરતે એક પ્રભુ આયે હૈ,
બિન જાને યા જાન કે, રહી ટૂટજો કોય
તુમ પ્રસાદ સે પરમગુરુ… સો સબ પૂરન હોય,
પૂજન વિધિ જાનૂ નહીં, નહીં જાનૂ આહવાન
ઓર વિસર્જન ભી નહીં, ક્ષમા કરો ભગવાન !
મંત્ર-હીન, ધન-હીન હૂં, ક્રિયા-હીન જિનદેવ,
ક્ષમા કર હુ… રાખહુ મુજે
દેહ ચરણ કી સેવા
ચલતે ફીરતે એક પ્રભુજી
મેરી કુટીયા મેં આયા !!”

આચાર્ય ગુરુદેવ પૂજ્ય વિદ્યાસાગરજીનાં Ìદયમાં માનવજાતનાં કલ્યાણની જ ભાવના નિરંતર રહયા કરી અને એમણે સર્વજીવોને પરમાનંદ- પ્રસાદની પ્રાપ્તિ અર્થે જીવનભર સાધ્ય-સાધના કરી. આપણે હવે કેવળ કલ્પનાના જોરે અંતઃકરણથી પ્રાર્થના કરીએ કે તેઓ થોડીજ વારમાં પુનઃ આપણને મળશે – આપણે રાહ તો જોઈએ !!!

ખિડકી:  જૈન ધર્મે માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં બીજું ગમે તે ભલે આપ્યું હોય કે ન આપ્યું હોય પણ જેને સ્યાદ્‌વાદ અથવા અનેકાંતવાદ કહીએ છીએ એ એવું અદ્‌ભૂત દર્શન આપ્યું છે કે માનવજાત સદૈવ જૈન ધર્મની ઉપકારીતામાં રહેશે.

આ ‘સ્યાદ્‌’ શબ્દના અનેક અર્થો કરવામાં આવ્યા છે. પણ આપણા જેવા સરેરાશ માણસોને સમજવા માટે એ સંદર્ભ આમ સમજી શકાય ઃ- ધારકો કે તમે રસ્તા વચ્ચે ઉભા છો અને એજ વખતે તમારા પિતા આવીને એમના મિત્રને કહે છે કે આ મારો પુત્ર છે. તમે તમારા પિતાના પુત્ર છો એ નિઃશંક હોવાથી આ સત્યનો તમે સ્વીકાર કરો છો !

બરાબર એજ વખતે તમારો પુત્ર એના મિત્ર સાથે હોય તો એના મિત્રને એમ કહે છે કે આ મારા પિતા છે. જે રીતે તમે તમારા પિતાના પુત્ર છો એજ રીતે તમારા પુત્ર ના પિતા પણ છો. તમારી પત્નીના સંદર્ભમાં તમે એના પતિ છો. તમારી બહેનના સંદર્ભમાં તમે એના ભાઈ છો. તમારા બોસ માટે તમે એના હાથ નીચેના કર્મચારી છો. તો તમારા હાથ નીચેના કર્મચારી માટે તમે બોસ છો. તમે તો એક અને અવિભાજ્ય છો પણ તમારી આસપાસના આ સહુ માટે તમે જુદા જુદા છો.

આ દરેક અપેક્ષાનો સ્વીકાર કરવો જ રહયો. આમ સંબંધ સ્થાપિત કરવા માટેની અપેક્ષાઓ તમારી આસપાસના સહુ માણસો માટે જુદીજુદી છે ‘હું જ સાચો છું’ એમ તમે ભલે વિશ્વાસપૂર્વક કહી શકતા હો પણ એ સાથે જ ‘તમે બધા પણ સાચા હોઈ શકે છે’!! આવો વિશ્વાસ ધરાવવાની તમારી તૈયારી એજ આ ‘સ્યાદ્‌વાદ’ છે ! જો આપણે ‘સ્યાદ્‌વાદ’ને આ રીતે સમજીને વ્યવહારમાં ઉતારીએ તો આપણા ઘણા સંઘર્ષો અને સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે અને માનસિક સ્તરે હળવાશ પણ પ્રાપ્ત થાય છે.

સમગ્ર ભારતદેશમાં એક અંદાજ મુજબ કુલવસતીના દોઢથી બે ટકા જેટલો વર્ગ જૈન ધર્મી છે. અને કુલ અંદાજે સોળેક હજાર જેટલા સાધુ- સાધ્વીઓ છે. સૌથી વધુ દિગમ્બર સંપ્રદાયના છે. દક્ષિણ ભારતથી લઈને મધ્યપ્રદેશમાં આ સાધુ-સાધ્વીઓ વિશેષ છે. શ્વેતામ્બર જૈન, દિગમ્બર જૈન અને સ્થાનકવાસી જૈન એ મુખ્ય ફિરકાઓ (શાખાઓ) છે. તેમાંથી પણ અન્ય લઘુ શાખાઓ પણ છે. શ્વેતામ્બર જૈન મૂર્તિપૂજક-મૂર્તિને સુંદર સજાવટ કરી- ભક્તિ કરવામાં માને છે.

દિગમ્બર જૈન મૂર્તિને કોઈપણ પ્રકારની સજાવટ ઈત્યાદિમાં માનતો નથી. પોતે નગ્ન મૂર્તિને અર્થાત્‌ જેવી છે તેવી (દા.ત. શ્રવણ બેળગોલા)ને ભક્તિભાવથી સાધના કરે છે. સ્થાનકવાસી આ બધાંયમાં સામેલ નથી- તે કેવળ મૂંહપત્તી મોઢે (આપણે જેમ માસ્ક પહેરીએ તેમ) કાયમ રાખી ધર્મ સાધના, પ્રવચન ઈત્યાદિ કરે છે.

ઝબકાર:
“કહાં ભટકતા તૂં
બીહડ જંગલ મેં
બાહર નહીં
હે.. સંત !
વસંત- બહાર
ભીતર મંગલ મેં હૈ !”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.