Western Times News

Gujarati News

“પતિ-પત્ની ઓર વો”ના કિસ્સામા ખેલાયો ખૂનીખેલ: માસુમ દેખાતી પત્નિએ જ પતિનું કાસળ કાઢ્યું

ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારી પત્ની અને પ્રેમીને ઝડપી જેલ ભેગા કર્યા-તલોદના વલીયમ પુરાના યુવકનું પત્ની અને પ્રેમીએ ભેગા મળી કાસળ કાઢયુ 

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લીમલા ડેમ પાસે પતિ પત્ની ઓર વોના કિસ્સા મા ખેલાયો ખૂની ખેલ પત્ની અને પ્રેમીએ ભેગા મળી અડચણરૃપ પ્રેમી નુ કાસર કાઢી નાખ્યુ અને સમગ્ર મામલો અકસ્માતમા ખપવવા જતા પ્રાંતિજ પોલીસ ની ચતુરાય ને લઈ ને સમગ્ર ભાડ્ડો ફુટતા પ્રેમી પંખીડા જેલ ભેગા થયા.

તલોદ વલીયમ પુરા ખાતે રહેતા કરણસિંહ ઉર્ફે કરણસિંહ કાળુસિંહ પરમાર કે જેવોના લગ્ન પ્રાંતિજ ના બાલીસણા ખાતે આશાબેન મીઠાજી મકવાણા ના સાથે થયા હતા તો આશાબેન ના લગ્ન અગાઉ પ્રાંતિજ ના નવાપુરા ખાતે થયા હતા અને છુટાછેડા થયા હતા અને બાદ મા આશાબેન ને જગત સિંહ ઉર્ફે જગદીશસિંહ શકરાજી ડાભી રહે. ઝડકીયા તા. દહેગામ , જિ.ગાંધીનગર વાળા સાથે પ્રેમ સંબંધ હોઈ કરણસિંહ સાથે ફુલહાર થયા બાદ પણ બે વખત તેના પિયર બાલીસણા માંથી તથા એક વખત વલીયમ પુરા થી તેના પ્રેમી જગત સિંહ સાથે ભાગી ગઇ હતી અને તે સમયે સમાજ ના આગેવાનો ભેગા થતા સમાધાન કરી પાછી લાવ્યા હતા

ત્યારે મરણજનાર કરણસિંહ તેની પત્ની ને આરોપી જગત સિંહ ડાભી સાથે તેની પત્ની આશાને ફોન આવે ત્યારે વાતચીત કરવા દેતો ન હોય અને બન્નેના પ્રેમ સંબંધ મા અડચણ રૂપ થતો હોઇ કરણસિંહ ની પત્ની આશાબેન તથા પ્રેમી જગત સિંહ ડાભી દ્રારા કરણસિંહ ને રસ્તામાંથી હટાવવાનુ નક્કી કર્યુ અને તા.૧૫઼૩઼૨૦૨૪ ના રોજ પુર્વયોજીત કાવતરૂ ધર્યુ હતુ જેમા મૃતક પતિ કરણસિંહ ને પેટમા દુખાવો થતો હોય

મૃતક પતિ કરણસિંહ અને તેની પત્ની આશાબેન વલીયમ પુરાથી તલોદ ખાતે દવાલેવા ગયાહતા અને તલોદ ખાતે પોહચી ને ખાલી મન્ચુરીયન ખાઇ ને પરત બાલીસણા ગામે જઈ ને દવા ત્યાથી લઈશુ નક્કી કર્યુ હતુ અને બાલીસણા ગામે આવી વિપુલભાઇ ના ત્યા થી દવા લીધેલ અને તે દરમ્યાન વલીયમ પુરા થીજ મૃતક કરણસિંહ ની પત્ની આશાબેન તેના પ્રેમી જગત સિંહ ના ફોન ઉપર કોન્ટેક્ટ મા હતી અને બાલીસણા આવી ફરી ફોન કરી પ્રેમીએ જગત સિંહ એ બતાવેલ જગ્યા ઉપર પતિ કરણસિંહ ને લઈ ગઈ બાલીસણા થી દવા લઈ ને પત્ની આશા તેના પતિ ને કર્યુ હુ ધરે ને ધરે કંટાળી ગયેલ છુ

જેથી મારે ફરવા જવુ છે તમો મને લીમલા તથા વડવાસા થઈ પ્રાંતિજ લઈ જઈ બાલીસણા લાવો તેવુ કહેતા આશાબેન નો પતિ કરણસિંહ માની જતા પતિ કરણસિંહ તથા આશાબેન બાઇક ઉપર નિકળ્યા અને કેનાલ વાળા રસ્તે થઈ લીમલા ડેમવાળા રસ્તે જતા હતા તે વખતે પ્રેમી જગદીશે કહેલ જગ્યા આવતા પત્ની આશાબેન તેના પતિ કરણસિંહ ને કયુ કે મન્ચુરીયન ખાધેલ હોઇ મને પેટમા તકલીફ થઈ હોઈ એવુ લાગે છે માટે સંડાસ જવા જવુ છે

જેથી પતિ કરણસિંહ પોતાનુ બાઇક ઉભુ રાખતા ત્યાં નજીક માંથી ડેમ માંથી પાણી લાવી આશાબેન સંડાસ જવા ગયેલ અને ત્યારબાદ આશાબેન ના પતિ કરણસિંહ બન્ને જણા નિકળવાનુ કરતા હતા તે વખતે કરણસિંહ જેવુ બાઇક ઉપર બેસવા જતા સંતાઇ રહેલ જગદીશસિંહ પાછળ થી આવી તેના હાથમા રહેલ લોખંડ નો સળીયો કરણસિંહ ના માથામા ભારી દેતા કરણસિંહ નીચે પડી ગયો હતો

તો થોડા દિવસ પહેલાજ કરણસિંહ ના કુટુંબ મા મરણ થયેલ હોય તેના ખભા ઉપર ખેસીયું હોય તે ખેસીડા વડે પત્ની આશાબેન તથા જગદીશસિંહ ગળામા વીટી કરણસિંહ ને બન્ને જણા ખેચી રોડની નીચે ઝાડી ઝાંપરા મા લઈ ગયેલ અને આશાબેન કરણસિંહ ના હાથ પકડી રાખ્યા હતા અને જગદીશસિંહ એ ખેસીયાં વડે તેનુ ગળુ દબાવી દીધેલ અને કરણસિંહ હલન ચલન બંધ કરી દેતા મરી ગયેલ સમજી કરણસિંહ ને પાછો ખેચી ને રોડ ઉપર લાવ્યા હતા

અને જાણે અકસ્માત ની ધટના બની હોય તેમ પ્રેમી જગદીશે બાઇક ને નીચે પાડી દઇ બાઇક ના આગળ નો પંખો તોડી નાખેલ અને ત્યારબાદ પ્રેમી જગદીશ પોતાનુ બાઇક લઇ ને ત્યાથી નિકળી ગયો હતો તો અને પત્ની આશા જોડે તેનો તથા તેના પતિ નો ફોન હોવાછતાંય જાણી જોઈને અકસ્માત થયો હોય તેમ સાબિત કરવા આશા પણ ત્યાથી ચાલતા ચાલતા પાસે આવેલ રોડની નજીક એક બોર કુવા ઉપર ગયેલ અને ત્યાં જઈ આશાએ તેના ભાઇ પ્રકાશ ને ફોન કર્યો હતો

અને તેને જણાવ્યુ હતુ કે મારા પતિ ને એકસીડેન્ટ થયો છે અને તેનો ભાઇ પ્રકાશ દ્રારા આશા ની સાસરીયા મા ફોન કર્યો હતો અને તાત્કાલિક બાલીસણા નજીક ધટના બનતા આશાનો ભાઇ પ્રકાશ ત્યા આવી ગયો હતો અને તેના બનેવી ને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે લઈ ગયો હતો અને આશાની સાસરીયા વાળા ઓને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાજ પ્રાંતિજ પોલીસ પણ ધટના સ્થળે તથા સિવિલ આવી પહોચી હતી

અને પ્રથમ નજરેજ કાઇ બન્યુ હોય તેવુ લાગ્યુ હતુ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મૃતક કરણસિંહ ના પિતા કાળુસિંહ ગાંડાજી પરમાર દ્રારા હત્યા થઈ હોવાનુ કહેતા પોલીસ દ્રારા મૃતક ના પિતાની ફરિયાદ ને લઈ ને ૩૦૨,૧૨૦બી તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોધી તાત્કાલિક તપાસ હાથધરી હતી તો આટલો મોટો અકસ્માત થયો

અને કરણસિંહ નુ મોત થયુ પણ પાછળ બેઠેલ પત્ની આશા ને કોઇ એવી ઇજાઓ ના પોહચતા અને પતિના મૃત્યુ ના સમાચાર બાદ પણ આશા ઉપર કોઇ ફરક ના પડતા પોલીસ ને સંકાજતા પોલીસ દ્રારા લેડીઝ પોલીસ સાથે રાખી ને આશા ને દવાખાને થી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા અને ત્યા તેની કડક પુછપરછ તથા મોબાઇલ તપાસ કરતા આખરે થોડાક કલાકોમાંજ આશા ભાગી પડી હતી

અને પોલીસ આગળ બધુ કહી દેતા પોલીસ દ્રારા આશા નો પ્રેમી જગત સિંહ ઉર્ફે જગદીશસિંહ શકરાજી ડાભી ની પોલીસે અટકાયત કરી તેની પણ પુછપરછ કરતા તે પણ ભાગી પડ્‌યો હતો અને લોખંડ ના સળીયા થી હત્યા કરી ખેસીયાં થી ગળે ટુપો આપ્યો હતો અને લોખંડ નો સળીયો પાસેજ ખાડો ખોદી ને દાટયો હતો અને બન્ને એ ગુનો કબુલીધો હતો તો પ્રાંતિજ પોલીસ ની ચતુરાય થી પતિ ની હત્યા કરનાર હત્યારી પત્ની આશા તથા તેનો હત્યારો પ્રેમી જગદીશ ને પોલીસે જેલ ભેગા કર્યા હતા આમ પતિ-પત્ની ઓર વોના કિસ્સામા ખૂનીખેલ ખેલાયો હતો અને પતિ કરણસિંહ ને જીવ ગુમવાનો વારો આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.