Western Times News

Gujarati News

GSRTC 475 એકસ્ટ્રા બસો ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે દોડાવશે

પ્રતિકાત્મક

યાત્રાળુઓને અવરજવરમાં કોઈપણ મુશ્કેલી ના પડે તે માટે આગોતરુ આયોજન

નડિયાદ, ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમને પગલે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ કમર કસી છે. રાજયભરમાંથી ડાકોર આવતા દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમ દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા ફાગણી પૂનમને અનુલક્ષીને વધારાની ૪૭પ બસ દોડાવવા માટેનું આગોતરૂ આયોજન કર્યું છે જેથી મુસાફરોને પણ ઠાકોરજીના દર્શન માટે પહોંચવામાં કોઈ મુશ્કેલી ના પડે.

રપ માર્ચના રોજ ડાકોરમાં ફાગણી પૂનમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં પદયાત્રિઓ અને દર્શનાર્થીઓ આ પાવન પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે ડાકોર પહોચશે. ત્યારે શ્રદ્ધાળુઓને ડાકોર પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા પ૦ વધારાની બસ મળી કુલ ૪૭પ બસ દોડાવવામાં આવશે. આ બસ ૪પ૦૦ ટ્રીપ મારીને શ્રદ્ધાળુઓને ડાકોર લાવવા- લઈ જવાની સેવા કરશે. બે દિવસમાં ૪પ૦૦ ટ્રીપ દોડાવવા આયોજન પદયાત્રીઓ ચાલીને ડાકોર આવી,

ઠાકોરજીના દર્શન કરી પોતાના ઘરે પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન યાત્રાધામ ડાકોરમાં શ્રદ્ધાળુઓના ઘસારાને પહોંચી વળવા નડિયાદ એસટી વિભાગીય કચેરી દ્વારા કુલ ૪૭પ બસો દોડાવવામાં આવશે. આ બસો ૪પ૦૦ ટ્રીપ દોડાવાશે. ગત વર્ષે ૪રપ બસ ફાળવવામાં આવી હતી.

અમદાવાદથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી મહત્તમ બસ અમદાવાદ તરફ દોડાવવાનું આયોજન છે. વર્ષ ર૦ર૩માં ૪રપ બસો દ્વારા ૩પ૧૮ ટ્રીપ દોડાવવામાં આવી હતી. ચાલુ વર્ષે પ૦ બસનો વધારો કરવામાં આવ્યો છે. ૧૯ માર્ચથી રપ માર્ચ દરમિયાન આ વધારાની બસ દોડાવવામાં આવશે.

એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે ડેપોથી, નિગમની વેબસાઈટ ઉપરથી અને મોબાઈલ એપ્લિકેશન પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ પણ યાત્રાળુઓ લઈ શકશે જેથી તેઓને ઝડપી એસટીની સુવિધાનો લાભ મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.