Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીની આવી વિચાર સરણીને ઉલેમા બોર્ડ સલામ કરે છે

ઈસ્લામીક સંગઠને PM મોદી માટે કહ્યું, તેમની વિચાર સરણીને સલામ-ભાજપે વિવાદીત નિવેદનો કરનારા નેતાઓની ટીકીટ કાપીને સરાહનીય પગલું ભર્યું છે., પીએમને લખેલા પત્રમાં ઉલ્લેખ

(એજન્સી)અજમેર, કેન્દ્રીય ઓલ ઈન્ડીયા ઉલેમાં બોર્ડે આગામી લોકસભા ચુંટણી ર૦ર૪માં દેશની એકતા અખંડતા અને ભાઈચારાને નુકશાન પહોચાડનારાઓને ટીકીટ નહી આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારતાંચ આભાર વ્યકત કર્યો છે. પીએમ મોદી પત્ર લખીને તેમના વખાણ પણ કરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય ઓલ ઈન્ડીયા ઉલેમા બોર્ડના પ્રવકતા સૈયદ મુઝફર અલીએ (Central All India Ulema Board Spokesperson Syed Muzaffar Ali) સોમવારે જણાવ્યું કે મુસલમાનોના ધાર્મિક અને સામાજીક બુદ્ધિજીવી વર્ગોની સંસ્થા ઓલ ઈન્ડીયા ઉલેમા બોર્ડના રાષ્ટ્રીય મહાસચીવ અલ્લામા બુનઈ હસનીએ વડાપ્રધાનને પત્ર લખીને ધન્યવાદ પાઠવ્યા છે. અને મળવા માટે સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનને લખેલા પત્રમાં કહયું છે કે

ભાજપે આ લોકસભાની ચુંટણીમાં એવા નેતાઓની ટીકીટ કાપીને સરાહનીય પગલું ભર્યું છે. જેમના વિવાદીત નિવેદનોથી દેશનું માત્ર વાતાવરણ જ બગડતું નથી. બલકે વડાપ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના હેતુને પણ કયાંકને કયાંક નુકશાન થાય છે. સૈયદ જણાવ્યું કે સાંપ્રદાયીક નિવેદન કરનારાઓને સાઈડમાં કરવા એ દર્શાવે છે કે

વડાપ્રધાન મોદી ભારતના વિકાસની દોડને નુકશાન કરનારા કોઈ પણ અવરોધને સહન નહી કરે. વડાપ્રધાનની આ વિચારસરણીને ઉલેમા બોર્ડ સલામ કરે છે. ભાજપે આ વખતે લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જેવા કેટલાક સાંસદોને ટીકીટ નથી આપી, જેઓ ઘણીવાર પોતાના વિવાદીત નિવેદનોના લીધે સમાચારોના મથાળાંમાં ચકતા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.