Western Times News

Gujarati News

હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં વિમલ ઓઈલને રૂ. પ.રપ લાખનો દંડ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, પંચમહાલ જીલ્લામાં હલકી ગુણવત્તા અને મીસ બ્રાન્ડેડ ખાધ ચીજોનું વેચાણ કરવા બદલ મહેસાણાની જાણીતી વિમલ ઓઈલ એન્ડ ફુડસ લિ. સહીતની પેઢીઓને પંચમહાલ જીલ્લાના નિવાસી અધિક કલેકટર અને એડજયુડીશીયલ ઓફીસર મહીપાલસિંહ ડી. ચુડાસમાએ કુલ મળી રૂ.પ.રપ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો છે. By selling inferior food products, Vimal Oil slapped a  fine of Rs 5.25 lakhs

નાગરીકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ બંસલ સુપર માર્કેટ વાવડી-ગોધરામાંથી લીધેલ ટોમેટો કેચપ સેમ્સ બ્રાન્ડ નો નુમના સબસ્ટાન્ડ આવતાં બંસલ સુપર માર્કેટ વાવડી તથા તેના સપ્લાયર દવે સેલ્સ એજન્સી વડોદરા તથા તેના ઉત્પાદકો સેમ્સ ફુડ પ્રોડકટસ પ્રા.લી. અંધેરી-મુંબઈને રૂ.પ૦૦૦૦ના દંડ ફટકારવામાં આવ્યો હતો.

જયાયરે મે. ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરામાંથી લીધેલ રીફાઈન્ડ કપાસીયા તેલ પશુપતી બ્રાન્ડના નમુનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ આવતા મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરા તથા તેના સપ્લાયર શ્રી કિષ્ણા એન્ટરપ્રાઈઝ ગોધરા અને ઓઝોન પ્રોકોન પ્રા.લી. મહેસાણા તથા તેના ઉત્પાદક વિમલ ઓઈલ એન્ડ ફુડસ લી., મહેસાણાને રૂ.૪.૭પ લાખ દંંડ ફટકારવામાં આવ્યો છે.

આમ કસુરવાર પેઢાઓને કુલ મળી રૂ.પ.રપ લાખનો સબક સમાન દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમીશનર એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, ખાધ-ચીજોના વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુકત ખાધ સામગ્રી હલકી કક્ષા અને મીસ બ્રાન્ડેડ પ્રોડકટસનું વેચાણ કરતાં હોવાના કિસ્સા સમયાંતરે જોવા મળતાં હોય છે.

અને તે અંગેની વ્યાપક ફરીયાદો પણ સામે આવતી હોય છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પંચમહાલના ફુડ સેફટી ઓફીસર ગોધરા સહીતની ટીમ દ્વારા પંચમહાલ જીલ્લામાંથી ખાધ-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ર ખાધ ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ રીપોર્ટ જાહેર થયેલ હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.